E-Challan Gujarat: કોઈ પણ વાહનનું ચલણ ફાટ્યું છે કે નહિ ચેક કરો ઓનલાઈન

E-Challan Gujarat: ગુજરાત મા હવે ટ્રાફીક નિયમો ના ભંગ બદલ E-Challan ઈ-મેમો આપવામા આવે છે. મોટા શહેરોમા ઘણી જગ્યાએ સીસીટીવી કેમેરા મુકેલા હોય છે. આ સીસીટીવી ને આધારે જે વાહનચાલકો એ ટ્રાફીક નિયમો નુ ઉલ્લંઘન કર્યુ હોય તેમને ઘરે ઈ-મેમો મોકલવામા આવે છે. કોઈ પણ વાહનનું ચલણ ફાટ્યું છે કે નહિ તે ઓનલાઇન જોઇ શકાય છે. E-Challan Gujarat

E-Challan Gujarat

કોઈ પણ વાહનનું ચલણ ફાટ્યું છે કે નહિ ચેક કરો ઓનલાઈન | E-Challan Gujarat (How to Check E-Challan Status Online) | E-Challan Gujarat , | E-Challan Gujarat Payment Online 

હાલ આપણા રાજયમા મોટા શહેરોમાં બધી જ જગ્યાએ સીસીટીવી કેમેરા મુકવામા આવેલા છે. આવામાં ઘણી વખત લોકો ટ્રાફિક નિયમોનું અજાણતા જ ઉલ્લંઘન કરતા હોય છે, એવામાં તેમની ગાડી નંબર પર E-Challan ચલણ જાહેર કરવામાં આવે છે. જો તમે પણ ક્યારેય જાણ્યા – અજાણ્યામાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યુ હોય, જેના નામ પર તમારી ગાડી પર ચલણ ફાટ્યુ હોય પરંતુ તમને ના ખબર હોય, તો ચિંતા કરવાની જરૂર નથી.

તમારી કોઈપણ ગાડીમાં કે વાહનમાં ચલણ ઇશ્યુ કરવામા આવ્યુ હોય અથવા મેમો ફાટ્યો છે કે નહીં તે તમે ઘરે બેસીને જ ઓનલાઇન જાણી શકો છો. અને જો તમારા વાહન પર ચલણ ફાટ્યું છે તો તમે ઘરે બેઠા જ તેનું ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકો છો. હવે આપણે વિગતવાર જોઈએ કે આપણા વાહનનું ચલણ ફાટ્યું છે કે નહીં અને તેનું પેમેન્ટ કઈ રીતે કરવું તેની સ્ટેપવાઇઝ માહિતી જોઇએ.

E-Challan Gujarat સ્ટેટસ કેમ ચેક કરવુ

  • તમારા વાહનનુ ઓનલાઇન ચલણ ચેક કરવા માટે સૌથી પહેલા પહેલા તમારે આ માટેની ઓફીસીયલ વેબસાઇટ echallan.parivahan.gov.in વેબસાઇટ પર જવાનું રહેશે. તમે આ વેબસાઇટને તમારા મોબાઇલ અથવા તો કમ્પ્યૂટર પર ઓપન કરી શકો છો.
  • ત્યારબાદ તમારે ચેક ચલણ સ્ટેટસ  (Check Challan Status) ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાં તમને બીજા ત્રણ વિકલ્પ જોવા મળશે (ચલણ નંબર, વ્હીકલ નંબર, DL નંબર) મળશે. ત્યાં તમે વ્હીકલ નંબરવાળા ઑપ્શન સીલેકટ કરો.
  • વ્હીકલ નંબર સિલેક્ટ કર્યા બાદ વ્હીકલ નંબરવાળી જગ્યા પર તમારા વાહનનો નંબર નાખો, જે પછી એક કેપ્ચા કૉડ આવશે. આ પછી તમે ગેટ ડીટેલ (Get Detail)   ઓપ્શન પર ક્લિક કરો. તમે ક્લિક કરશો તો તમને ખબર પડશે કે તમારા ગાડીની નામે કોઇ ઓનલાઇન ચલણ ઇશ્યુ થયુ છે કે નહી. આ સિવાય તમે DL નંબર નાખીને પણ ચલણ ચેક કરી શકો છો.

ખોટુ ચલણ કપાયુ હોય તો કરો ફરિયાદ…
જો તમે કોઇ ટ્રાફિક નિયમો નુ ઉલ્લંઘન ના કર્યુ હોય અને ટ્રાફિક પોલીસે તમારુ ખોટુ ચલણ ઇશ્યુ કર્યુ હોય, તો તમે તેની ફરિયાદ પણ કરી શકો છો.

ચલણનું ઓનલાઇન પેમેન્ટ કઈ રીતે કરવું?

  • તમારા વાહનનુ ચલણ જો ઇશ્યુ થયુ હોય અને તમારા વાહનની જો તમને વેબસાઇટ પર ચલણની ડિટેલ્સ પર જોવા મળે તો તેનુ ઑનલાઇન પેમેન્ટ પણ કરી શકો છો.
  • ઓનલાઇન પેમેન્ટ કરવા માટે તમારે ચલણની બાજુમા Pay Now  ઓપ્શન આપવામા આવેલો હશે. તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • તે પ્રોસેસ કર્યા બાદ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે.
  • ત્યારબાદ તરત જ તમે સંબંધિત રાજ્યના ઇ-ચલણ પેમેન્ટ વેબસાઇટ પર પહોંચી જશો. આ પછી તમારે (Next) ઑપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • નેક્સ્ટ કર્યા પછી તમારી સ્ક્રીન પર પેમેન્ટ કન્ફર્મેશનનું બોકસ આવશે. હવે તમારે Proceed ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. હવે તમે પેમેન્ટ ગેટવે પસંદ કરીને ચૂકવણી કરી શકો છો.

ઈ-ચલણ કોન્ટેક્ટ @Echallan.Parivahan.Gov.In

  • જો તમને કોઈ ટેકનીકલ પ્રોબ્લેમ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો.
  • ઇમેઇલ: helpdesk-echallan[at]gov[dot]in
  • ફોન: 0120-2459171 (સમય: 6:00 AM – 10:00 PM)

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

કોઈપણ વાહનનો મેમો ફાટ્યો છે કે નહિ ચેક કરવાની ઓફિસિયલ વેબસાઇટ કઈ  છે?

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..


Post Views: 1

Leave a Comment