વાયરલ વિડીયો: પાણીપુરી ફાઇટ વિડીયો: સોશીયલ મીડીયાના આ યુગમા કયારે કયો વિડીયો કે ફોટો વાયરલ થાય તે નક્કી ન કહેવાય. પાણીપુરી લગભગ દરેક લોકોની પ્રીય આઇટમ હોય છે. અને દરેક શહેરમા પાણીપુરી મળતી જ હોય છે. હાલમા જ પાણીપુરીને લઇને એક વિડીયો સોશીયલ મીડીયામા વાયરલ થયેલો છે. આ વિડીયો ઉતર પ્રદેશના હમીરપુર નો છે. જેમા પાણીપુરી ઓછી આપવાને લઇને એક લારીવાળો અને ગ્રાહક ઝઘડી રહ્યા છે.
વાયરલ વિડીયો
આ વિડીયો ઉતર પ્રદેશના હમીરપુરનો છે. જેમા પાણીપુરી લારીવાળાએ ગ્રાહકને 10 રૂ. મા 5 પાણીપુરી આપતા ઝઘડો થઇ ગયો હતો. આ ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો. આ ઘટનાએ ઉપસ્થિત લોકોનુ ભરપૂર મનોરંજન કરાવ્યુ હતુ અને લોકો તેને કેમેરામા કેદ કરવાનુ ચૂક્યા ન હતા. અને લોકો આ વિડીયોને સોશીયલ મીડીયા ટવીટર પર ખૂબ જ શેર કરી રહ્યા છે અને સાથે પેટ પકડીને હસી રહ્યા છે.
Fight between golgappa seller and customer#fight #india #viralvideo #snapchat #AsiaCup2023 pic.twitter.com/hgMi30d3qy
— EngineerX (@EngineerXJaNa) August 30, 2023
આ વિડીયો પર લોકો મનમૂકીને કોમેન્ટસ કરી રહ્યા છે.
વાયરલ થઇ રહ્યો છે આ વીડિયો.
પાણીપુરીનો આ વાયરલ વીડિયો ઉત્તર પ્રદેશના હમીરપુરના અકિલ તિરાહાનો છે. અહીં એક લારીવાળો 10 રૂપિયાની 5 પાણીપુરી વેચતો હતો પરંતુ ગ્રાહકને 10 રૂપિયાની 7 પાણીપુરી જોઇતી હતી. બન્નેની વચ્ચે પહેલા આ બાબતે બોલાચાલી થઈ અને પછી વાત WWE જેવી ફાઇટ સુધી પહોંચી ગઈ.
વીડિયો વાયરલ થતાની સાથે જ લોકો મનોરંજન મળે તેવી અલગ અલગ પ્રકારની કોમેન્ટસ આપી રહ્યા છે. લોકો જણાવી રહ્યા છે કે તેમના ઘરની પાસે કેટલા રૂપિયામાં કેટલી પાણીપુરી હાલ મળી રહી છે. એક પુલકિત નામના યુઝરે લખ્યું, “10 રૂપિયામાં 7 પાણીપુરી? અહીં બેંગ્લોરમાં અમારે તો 30 રૂપિયામાં 6 પાણીપુરી મળે છે ભાઈ.”
એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે અમારે તો 20 રૂપીયાની 6 પાણીપુરી મળે છે. હુ કાલે જ પાણીપુરી વાળા સાથે ઝઘડો કરીશ.
અગત્યની લીંક
Post Views: 2