આંખ આવવી આ વાયરલ બીમારીમા શું ધ્યાન રાખવુ, શું કરવુ, શુંં ન કરવુ

કન્જકટીવાઇટીસ: આંખ આવવી: રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં આંખો આવવાના એટલે કે વાઈરલ કન્જકટીવાઇટીસ ના કેસો સામે આવ્યા છે, જેને ધ્યાને લઈ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબ જિલ્લા હોસ્પિટલ, જિલ્લા કક્ષાની હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ-હોસ્પિટલ ખાતે સારવાર માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરી છે. હાલ આવા કેસ ખુબ જ્સામે આવી રહ્યા છે જેમા લોકોની આંખ લાલ થઇ જાય છે અને આંખ દુખે છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે ચોક્કસ ગાઇદલાઇન જાહેર કરવામા આવી છે.

કન્જકટીવાઇટીસ

સરકારે માર્ગદર્શિકા જાહેર કરતાં કહ્યું કે, આંખમાં લાલાશ, દુખાવો થાય તો નજીકના આંખના તબીબ પાસે જ સારવાર લેવી જોઈએ, ગભરાવાની જરૂર નથી પણ યોગ્ય સારવાર, સાવચેતી રાખવી જરૂરી છે, આંખો આવે તો તબીબની સલાહ વિના આંખમાં ટીપાં, દવા નાખવી નહિ. ચેપ ધરાવતા દર્દીએ ચશ્મા પહેરવાની સાથે સ્વચ્છતા રાખવી તેમજ ભીડ-ભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ.

કન્જકટીવાઇટીસ
કન્જકટીવાઇટીસ

આ પણ વાંચો: Weight Loss tips: વજન ઘટાડવા કરો આ ૫ ઉપાય, ૧૦ દિવસમા દેખાશે રીઝલ્ટ

આરોગ્ય વિભાગે સલાહ આપી છે કે, આંખો આવે, લાલ થાય, દુખે તેવી સ્થિતિમાં સૌથી મહત્ત્વની બાબત વ્યક્તિગત સ્વચ્છતા છે, પોતાના હાથ અને મોં ચોખ્ખા રાખવા, સાબુથી સમયાંતરે હાથ અને મોં ધોવા, હોટેલ, હોસ્ટેલ, મેળાવડા, થિયેટર, એસટી સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, મોલ વગેરે જાહેર સ્થળોએ સ્વચ્છતા બાબતે ખાસ ધ્યાન રાખવું અને શક્ય હોય તો આવા સ્થળોએ અવર-જવર ટાળવી જોઈએ. આંખોમાં લાલાશ દેખાય, દુખાવો થાય કે ચેપડા વળે તો નજીકના આંખ ના ડોકટર પાસે જઈ સારવાર કરાવવી, જાતે ડોક્ટરની સલાહ વિના મેડિકલ સ્ટોરમાંથી આંખના ટીપા લઈને નાખવા જોઇએ નહિ. ડોક્ટરે દર્શાવેલા ટીપા નાખતા પહેલાં અને પછી સાબુથી હાથ ધોવા જરૂરી છે. પરિવારના કોઈ સભ્યને અસર થઈ હોય તો પોતાનો હાથ રૂમાલ, નાહવાનો ટુવાલ, વ્યક્તિગત વપરાશની તમામ ચીજો અલગ રાખવી.

આંખ આવવી

ચોમાસાના પ્રારંભ સાથે મચ્છરજન્ય રોગ ઉપરાંત કન્જેક્ટિવાઇટિસ એટલે કે આંખ આવવાના કેસમાં 40 ટકા જેટલો વધારો થયો છે. જેને ધ્યાને લઈ રાજ્ય સરકારે એડવાઈઝરી જાહેર કરી જણાવ્યું કે, ગભરાવાની જરૂર નથી પણ, આંખોની સમયસર સારવાર અને વધુ ન ફેલાય તે માટે સાવચેતી સાથે સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે. આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ-જિલ્લા હોસ્પિટલ, જિલ્લા કક્ષાની હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે વાયરલ કન્જેક્ટિવાઇટિસની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

આ પણ વાંચો: માટલાનુ પાણી પીવાના ફાયદા: માટલાનુ પાણી જો ન પીતા હોય કરી દો આજથી જ શરૂ

કન્જકટીવાઇટીસ ના લક્ષણો

હાલ ખુબ જ જોવા મળતા વાયરલ ક્ન્જકટીવાઇટીસ ની બીમારી મા નીચેના જેવા લક્ષણો જોવા મળે છે.

  • આંખો લાલ થવી.
  • આંખમાં ખંજવાળ આવવી.
  • આંખમાંથી સતત પાણી પડવું. *
  • આંખમાં દુઃખાવો થવો.
  • આંખના પોપચાં ગોંટી જવા.
  • ઘણી વખત આંખમાંથી પરૂ પણ નીકળી શકે.

કન્જકટીવાઇટીસ મા શું કરવુ ?

હાલ ખુબ જ ફેલાઇ રહેલી આંખની કન્જકટીવાઇટીસ ની બીમારી અંગે આરોગ્ય વિભાગે ગાઇડલાઇન બહાર પાડે છે.

  • સંક્રમિત વ્યક્તિએ ચશ્મા પહેરવા જોઇએ.
  • આંખમાંથી પાણી નીકળતું હોય તો મોં ને ગાલ પર આવે ત્યારે ટીચ્યુ પેપરથી સાફ કરવું. –
  • ચેપી વ્યક્તિ નો રૂમાલ અલગ રાખવો.
  • આ સંક્રમિત વ્યક્તિએ વાંરવાર હાળ ધોવા.
  • ચેપી બાળકની કાળજી લેનાર વ્યક્તિએ વાંરવાર હાથ ધોવા. •
  • તબીબોની સલાહ મુજબ સારવાર કરાવવી.

કન્જકટીવાઈટીસ થવાના કારણો

  • ચાલ અને બેકટેરીયલ ctumsen
  • આ છીંક ખાંસી ખાતા ગેપ લાગે
  • સીધા સંપર્ક દ્વારા એલર્જીથી થતી કન્જકટીવાઈટીસ
  • પાલતુ પ્રાણીના ખોળથી
  • ધૂળ સઢ ચરાથી ફૂલ-ફળ પરાગરાથી

કન્જકટીવાઈટીસ મા શું ન કરવુ ?

  • આ હાથ આંખને અડાડવો નહીં કે નાંખ ચોળવી નહીં.
  • આ સંક્રમિત વ્યક્તિ સાથે હસ્તધનન રાખવું તેમજ તેણે તળેલી વસ્તુને ખાવી નહીં.
  • આ સંક્રમિત વ્યક્તિને ઉપયોગ કરેલી વસ્તુનો ઉપયોગ ટાળવો
  • આ વ્યક્તિએ જાતે એન્ટીબાયોટીક કે સ્ટિરોઇડના ટીપા ઓંબાં નાખવા નહીં.
  • સંક્રમિત બાળકો સાથે બીજા બાળકોએ રમવાનું ટાળવું.

અગત્યની લીંક


Post Views: 1,485

Leave a Comment