નિપાહ વાયરસનો ખતરો: Nipah Virus: ICMR નું એલર્ટ: ભારતમાં કોરોના વાયરસના જુદા જુદા પ્રકારથી ફેલાયેલા હતા. વર્ષ 2020 થી ભારતમાં કોરોના વાઇરસની એન્ટ્રી થઈ હતી અને આ વાઇરસથી વિશ્વમાં હાહાકાર મચી ગયો હતો. કરોડો લોકોના જીવ ભરખી ગયો હતો. ત્યારે 2 થી 3 વર્ષના લાંબા ગાળા બાદ આ વાઇરસથી છૂટકારો મળ્યો છે. પણ તેના જેવો એક નિપાહ વાઇરસનો ખતરો ભારત પર મંડરાઈ રહ્યો છે. ત્યારે ICMRની ટીમ દ્વારા લોકોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે. જો આ બાબતે પૂરતું દ્યાન નહીં આપીએ તો આ વાઇરસ વધુમાં વધુ ફેલાતો જશે. આવો જાણીએ વધુ માહિતી.
નિપાહ વાયરસનો ખતરો
કોરોના વાઇરસ બાદ નિપાહ વાઇરસ નો ખતરો ભારત પર વર્તાઇ રહ્યો છે. કેરલ રાજયમાં આ વાઇરસ ઘણા કેશો સામે આવ્યા છે. આ કેસ માલ્ટા જ મેડિકલ સંસ્થા દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ બાબતે ઇંડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા જણાવ્યુ છે કે આ વાઇરસ કોરના વાઇરસ કરતાં પણ વધારે ખતરનાક છે. જેમાં 40 થી 70% મૃત્યુ દર છે. જ્યારે કોરોનમાં 2 થી 3 % જ મૃત્યુદર હતો. જેથી લોકોએ આ વાઇરસને હળવાસથી ના લેવો જોઈએ. કેરળમાં 6 કેસ સામે આવી ગયા છે. અને 2 લોકોના મોત થઈ ચૂક્યા છે.
આ પણ વાંચો: chandrayan mahaquiz: ઇસરોની ચંદ્રયાન મહાક્વિઝમા ભાગ લો, મેળવો રૂ. 1 લાખથી 1000 સુધીના ઇનામો; isroquiz.mygov.in
કોઝિકોડ જીલ્લામાં શિક્ષણ કાર્ય બંધ
કેરલ રાજયમાં નિપાહ વાઇરસનો ખતરો વધતા કોઝિકોડ જીલ્લામાં શિકાશન કાર્ય બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાઇરસ કરતાં પણ ખતરનાક વાઇરસ નિપાહથી કેરલ રાજયમાં આવેલા કેશથી તેમના કોઝિકોડ જીલ્લામાં 24 સપ્ટેમ્બર 2023 સુધી શિક્ષણ કાર્ય બંધ કરવાની સ્થિતિ ઊભી થઈ છે. ICMR ના ડાયરેક્ટરે કહ્યું છે કે કેરળમાં નિપાહ વાઇરસ અટકાવવા તમ્મ પ્રયત્નો થઈ રહ્યા છે વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો વાળી કેન્દ્રિય ટીમ તપાસ કરવા અને ઉપચાર કરવા આ જીલ્લામાં પહોચી ગઈ છે.
કેમાથી ફેલાઈ છે આ વાઇરસ
નિપાહ વાઇરસ એ ચામાચીડિયા અને સૂવર દ્વારા માણસોમાં ફેલાઈ છે. જાનવરો માથી માણસોમાં આવતી આ બીમારીને જુનોટિક ડિસિસ કહે છે. આથી નિપાહ વાઇરસ જુનોટિક ડિસિસ કેટેગરીમાં ગણવામાં આવે છે.
લક્ષણો
નિપાહ વાઇરસથી સંક્રમિત થયેલ લોકો વિવિધ લક્ષણો જોવા મળે છે. શરૂઆતમાં માથાનો દુખાવો અને તાવ આવે છે.આ સિવાય ઉધરસ, ગાળામાં ખરાબી, શ્વાસ લેવામાં તકલીફ, ઉલ્ટી થવી વગેરે તેના લક્ષણો છે. અને ગંભીર રીતે બીમાર પડેલ વ્યક્તિ માં નિપાહ વૈરસના આ લક્ષણો જોવા મળે છે. જેમ કે ભ્રમની સ્થિતિ, ઊંઘ ના આવવી, માથામાં સોજો, કોમમાં જવું, મગજનો તાવ આ તમામ લક્ષણો ગંભીર હોય તો વ્યક્તિને મોતનું જોખમ વધી જાય છે.
આ પણ વાંચો: ખેડૂતો માટે મોબાઇલ યોજના: ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે મળશે રૂ.6000 સહાય, જાણો અરજી કરવાની પ્રોસેસ અને ડોકયુમેન્ટ લીસ્ટ
ચામાચીડિયા પર રિસર્ચ
જુદા જુદા એક્સપર્ટ દ્વારા કેરળના કેટલાક જિલ્લાઓ માથી ચામાચીડિયા પકડી તેમના પર રિસર્ચ કરવામાં આવ્યું છે. જેમાં 4 જેટલા ચામાચીડિયા માં આ નિપાહ વાઇરસ ની હાજરી જોવા મળી છે. દર્દીઓને આઇસોલેશનમાં તમામ ચીજોને આપવામાં આવી છે. તેમજ ડોક્ટરોને PPE કીટ પહેરીને સારવાર કરવા સૂચના આપાઈ છે.
અગાઉ પણ આવેલ છે આ વાઇરસ
આપના દેશમાં અગાઉ પણ આ વાઇરસની એન્ટ્રી થઈ ગઈ છે. અગાઉ પણ 2001 અને 2007 માં પશ્ચિમ બંગાળમાં જોવા મળ્યો હતો. 2018 કેરળના આજ જીલ્લામાં જોવા મળ્યો હતો તેમાથી 23 માથી 21 લોકોના મોત થયા હતા. ત્યારબા કેરળમાં 2019 અને 2021 માં પણ 1-1 કેસ નોંધાયો હતો આ વાઇરસનો.
બચવા માટેના ઉપાયો
આ નિપાહ વાઇરસનો ખતરો વધે ત્યારે તેના માટે બચવા માટેના ઉપાયોમાં સામાન્ય રીતે કોરોના ની જેમ જ બચી શકાય છે. જો કે કોરોના ની જેમ ઈ વાઇરસ એટલો ઝડપથી ફેલાતો નથી પરંતુ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ ઉપાયમાં જે વ્યક્તિને આ વાઇરસ હોય તેમણે આઇસોલેશનમાં રહેવું, વધારે પ્રમાણમા પ્રવાહી લેવું, ડોક્ટરની સલાહ મુજબ વર્તવું જેવી સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો: Splendor New Model: હિરો Splendor plus આકર્ષક કલરમા નવા મોડેલ, કેટલી છે કિંમત; જુઓ નવા મોડેલ ના ફોટો
બચવા માટેની ટિપ્સ
જ્યારે પણ આ નિપાહ વાઇરસનો ખતરો હોય ત્યારે નીચે મુજબની ટિપ્સ ફોલો કરવી.
- ડબલ માસ્ક પહેરો.
- વારંવાર સાબુતી હાથ ધુઓ.
- ભીડ વાળી જગ્યા પર ના જાઓ.
- પક્ષીઓ અને જાનવરો એ ખાધેલા ફલોનું સેવન ના કરો.
- ચામાચીડિયા કે અન્ય પછીથી દૂરી બનાવી રાખો.
- હંમેશને માટે ડોક્ટરે આપેલી સલાહ મુજબ વર્તો.
- કન્ટેન્ટમેંટ ઝોનની આજુબાજુ આ ફરો.
અગત્યની લીંક
Post Views: 10