હજુ 3 દિવસ છે ભારે વરસાદની આગાહિ, આજે કયા જિલ્લામા પડશે વરસાદ

Rain Forecaste 3 days: વરસાદ આગાહિ: અંબાલાલ વરસાદ આગાહિ: રાજ્યમા છેલ્લા 3 મહિનાથી વરસાદે વિરામ લીધા બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર પધરામણી કરી છે. અને રાજયમા છેલ્લા 3 દિવસથી લગભગ તમામ તાલુકાઓમા સારો વરસાદ વરસી રહ્યો છે. અગાઉ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આપેલી આગાહિ મુજબ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. એવામા હજુ 3 દિવસ ભારે વરસાદની આગાહિ આપવામા આવી છે.

Rain Forecaste 3 days

રાજયમા 2 મહિનાના લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર રિ-એન્ટ્રી કરી છે. જેમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમા સારો વરસાદ પડયો છે. ત્યારે ભરૂચ જિલ્લા મા તો તારાજી સર્જે તેવો ધોધમાર વરસાદ પડયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક મા 248 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢના વિસાવદરમાં 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. હજુ આવનારા દિવસો માટે આગાહીની વાત કરીએ તો, ગુજરાતમાં હજી વરસાદ નો રાઉન્ડ બાકી છે. ગુજરાતમાં હજુ પણ 2 દિવસ ભારે વરસાદની આગાહી આપવામા આવી છે.

આ પણ વાંચો: Diwali Rangoli Design 2023: આ દિવાળી પર બનાવો આકર્ષક રંગોળી, 2023 ની નવી સરળ અને આકર્ષક ડીઝાઇન

આજે કચ્છ, પાટણ, મોરબીમાં અતિભારે વરસાદ પડવાની આગાહી આપવામા આવી છે. તો બનાસકાંઠા, આણંદ, ભરૂચ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. આ ઉપરાંત સુરત, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં જિલ્લાઓમા ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 102 ટકા જેટલોવરસાદ પડી ગયો છે.

આજની વરસાદની આગાહિ

આજે 19 સપ્ટેમ્બર ના રોજ હવામાન વિભાગ બુલેટીન અનુસાર જિલ્લાવાઇઝ વરસાદની આગાહિ નીચે મુજબ છે.

  • બનાસકાંઠા,સાબરકાંઠા, આણંદ,ભરુચ,સુરત, પોરબંદર,જુનાગઢ,દેવભુમિ દ્વારકા અને ભાવનગર જિલ્લાઓમા યલ્લો એલર્ટ આપવામા આવ્યુ છે. આ જિલ્લાઓમા છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.
  • પાટણ, મોરબી અને કચ્છ જિલ્લાઓમા ઓરેન્જ એલર્ટ આપવામા આવ્યુ છે. આ જિલ્લાઓમા કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.
  • બાકીના જિલ્લાઓમા હવામાન વિભાગ તરફથી ગ્રીન એલર્ટ આપવામા આવ્યુ છે. આ જિલ્લાઓમા ઘણી જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.

આ પણ વાંચો: વરસાદ નો ચાર્ટ: 18 થી 21 જુલાઇનો વરસાદનો ચાર્ટ, આટલા જિલ્લાઓમા તૂટી પડશે વરસાદ

કયા કેટલો પડયો વરસાદ

છેલ્લા 24 કલાકમા ગુજરાતના મોટાભાગના તાલુકાઓમા નોંધપાત્ર વરસાદ પડયો છે. જે નીચે મુજબ છે.

  • સૌથી વધુ જૂનાગઢના વીસાવદર તાલુકામાં 12 ઈંચ વરસાદ નોંધાયો છે.
  • મેંદરડા અને રાધનપુરમાં 7.7 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
  • બેચરાજી અને ભાભર તાલુકામાં 6.8 ઈંચ, મહેસાણામાં 6.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
  • જુનાગઢ ના વંથલીમાં 6 ઈંચ, દિયોદર અને ડીસામાં 4.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
  • જૂનાગઢ, બગસરા અને વીસનગર તાલુકાઓમાં 4.2 ઈંચ વરસાદ વરસ્યો છે.
  • રાપર, વીજાપુર, થરાદ અને વડગામ તાલુકાઓમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.
  • ઈડર, ધ્રાંગધ્રા અને સતલાસણામાં 3.6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
  • કોડિનાર, માળિયા હાટીના, ચાણસ્મા તાલુકાઓમાં 3.5 ઈંચ વરસાદ પડયો હતો.
  • દાંતીવાડામાં 3.4 ઈંચ, ખેરાલુ, દાંતા, અને હળવદમાં 3.2 ઈંચ વરસાદ વરસ્યો છે.
  • સમી, પલસાણા, સોજીત્રા અને હારીજ તાલુકાઓમાં 3.2 ઈંચ વરસાદ પડયો છે.
  • તાલાલા, વડનગર અને પોશીના તાલુકાઓમાં 3 ઈંચ વરસાદ વરસ્યો હતો.
  • ભેસાણ, ચીખલી, જોટાણા અને અમીરગઢ તાલુકાઓમાં 2.6 ઈંચ વરસાદ વરસ્યો હતો.
  • સાંતલપુર, ધાનેરા અને વડાલી તાલુકાઓમાં 2.6 ઈંચ વરસાદ પડયો હતો.
  • ઉંઝામાં 2.4 ઈંચ, વલસાડ અને કાંકરેજમાં 2.3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
  • નડિયાદ, પાલનપુર, શંખેશ્વર અને ખેડબ્રહ્મા તાલુકાઓમાં 2.2 ઈંચ વરસાદ પડયો હતો.
  • લખતર, મેઘરજ, માણસા અને માંગરોળ તાલુકામાં 2.1 ઈંચ વરસાદ પડયો છે.
  • કાલાવડ, ટંકારા, રાણાવાવ, ડોલવણ અને કડી તાલુકાઓમાં 2.1 ઈંચ નોંધાયો છે.
  • પોરબંદર, લાખણી, ઉના અને ધારી તાલુકામાં 2-2 ઈંચ વરસાદ પડયો છે.
  • પાટણ, ભુજ, નવસારી અને ચોટીલા તાલુકામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે.
  • જલાલપોર, વિજયનગર, ગીર ગઢડા તાલુકામાં 1.8 ઈંચ વરસાદ પડયો છે.
  • મોડાસા, ઉમરપાડા અને સુઈગામ તાલુકામાં 1.7 ઈંચ વરસાદ વરસ્યો હતો.
  • સુરતના માંડવીમાં 1.6 ઈંચ, ખેરગામ અને સાગબારામાં 1.5 ઈંચ પડયો હતો.
  • વાવ, કુતિયાણા, વાંકાનેર અને અમરેલી તાલુકાઓમાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો હતો.
  • આણંદ, પ્રાંતિજ, તલોદ અને માણાવદર તાલુકાઓમાં 1.4 ઈંચ વરસાદ નોંધાયો છે.
  • ઓલપાડ, મુળી, માતર, બારડોલી અને વાપી તાલુકાઓમાં 1.3 ઈંચ વરસાદ પડયો હતો.

અગત્યની લીંક

Rain Forecaste 3 days
Rain Forecaste 3 days


Post Views: 7

Leave a Comment