લોકસભામા મહિલા અનામત બીલ બહુમતી થી થયુ પસાર, વસ્તી ગણતરી બાદ થશે લાગૂ

મહિલા અનામત બીલ: મહિલા અનામત બિલ એટલે કે નારી શક્તિ વંદન અધિનિયમ બિલ આજે લોકસભામા રજુ કરવામા આવ્યુ હતુ અને લોકસભા દ્વારા તે બહુમતી થી મંજૂર કરવામાં આવ્યું છે. બિલ પર સ્લિપ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. બિલની તરફેણમાં 454 વોટ પડ્યા હતા જ્યારે તેની વિરુદ્ધ બે વોટ પડ્યા હતા. વોટિંગ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. હવે આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવનાર છે. બુધવારે (20 સપ્ટેમ્બર) સંસદના વિશેષ સત્રમાં લગભગ 60 સાંસદોએ મહિલા અનામત બિલ પર ચર્ચા કરી હતી.

મહિલા અનામત બીલ

  • મહિલા અનામત બિલ લોકસભામાં થયુ બહુમતી થી પસાર
  • બીલની તરફેણમાં 454 મત પડ્યા હતા
  • 2/3 બહુમત સાથે નારી શક્તિ વંદન બીલ લોકસભામાં પસાર કરવામા આવ્યુ

આ બીલની રજુઆત દરમિયાન મોટા ભાગની વિપક્ષી પાર્ટીઓ પણ આ બીલનુ સમર્થન કરી રહી હતી. સાથે તેને જલ્દી લાગૂ કરવા અને ઓબીસી ક્વોટા સામેલ કરવાની માંગ પણ કરી હતી. તો સરકારે તેને મોટું પગલું જણાવતા કહ્યું કે આ અંગે વસ્તી ગણતરી અને પરિસીમન જરૂરી છે.

આ પણ વાંચો: મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન: મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2023 હેઠળ નવી તથા રિન્યુઅલ અરજી શરૂ, https://mysy.guj.nic.in

વસ્તીગણતરી બાદ થશે લાગુ

ગૃહમંત્રી અમિત શાહે આ મુદે જવાબ આપતાં કહ્યું હતુ કે આ આરક્ષણ કેવી રીતે આપવું એ કોણ નક્કી કરશે? અમે નક્કી કરશું તો તમે કહેશો કે આ પોલિટીકલ આરક્ષણ છે. તેથી આ બિલનાં અમલીકરણમાં પારદર્શકતા જળવાઈ રહે તે માટે વસ્તીગણતરી અને પરિસીમન થવું જરૂરી માનવામા આવે છે. 2024 ની ચૂંટણી બાદ વસ્તી ગણતરી અને પરિસીમન કરવામાં આવનાર છે જે બાદ મહિલાઓને 33% આરક્ષણ લાગુ કરવામા આવશે.

અમિત શાહે આ અંગે એમ પણ કહ્યું હતુ કે મહિલા ક્વોટા બિલ લાવવાનો આ પાંચમી વખત પ્રયાસ છે. દેવગૌડાજીથી મનમોહનસિંહ સુધી આ બિલ લઈ આવવાનાં 4 પ્રયાસો થયા હતા. શા માટે આ બીલ પાસ ન થઈ શક્યું? સદનને મારી અપીલ છે કે હવે આ બિલને સર્વસમ્મતિથી પાસ કરવામાં આવે.

નવા સંસદ ભવનમા મંગળવારે સરકાર દ્વારા મહિલા અનામત બિલ રજૂ કરવામા આવ્યુ હતું. જે લોકસભામાં બહુમતી થી પાસ થયું છે. આજે મતદાન ચાલ્યા બાદ આ બીલની તરફેણમાં 454 મત પડયા હતા. જ્યારે આ બીલના વિરુદ્ધમાં માત્ર 2 જ મત પડ્યા હતા. આમ 2/3 બહુમત સાથે નારી શક્તિ વંદન બીલ લોકસભામાં પસાર કરવામા આવ્યુ છે. આ બિલ આવતીકાલે રાજ્યસભામાં રજૂ કરવામા આવશે અને ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી બાદ તે કાયદો બનશે.

અગત્યની લીંક

મહિલા અનામત બીલ
મહિલા અનામત બીલ


Post Views: 7

Leave a Comment