Asia Cup Super 4 Match: એશીયા કપ શીડયુલ : ભારત-પાકિસ્તાન મેચ: હાલ શ્રીલંકા મા એશીયા કપ રમાઇ રહ્યો છે. જેમા લીગ કક્ષાની મેચ બધી પુરી થઇ ગઇ છે. અને બન્ને ગૃપ માથી 2-2 એમ કુલ 4 ટીમ સુપર 4 રાઉન્ડ માટે સીલેકટ થઇ છે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ આ 4 ટીમો એ સુપર 4 રાઉન્ડ મા પ્રવેશ મેળવ્યો છે. હવે આ 4 ટીમો વચ્ચે Asia Cup Super 4 Match રમાનાર છે. જેનુ શીડયુલ જાહેર થયુ છે.
ભારત-પાકિસ્તાન મેચ
હાલ ચાલી રહેલા એશીયા કપમા લીગ રાઉન્ડ મા ભારત અને પાકિસ્તાનની ટક્કર થઇ હતી. જો કે આ મેચ વરસાદ ને કારણે ધોવાઇ ગઇ હતી. હવે સુપર 4 રાઉન્ડ મા બન્ને ટીમોએ પ્રવેશ મેળ્વ્યો છે. જેમા ભારત ની ટીમ પાકિસ્તાન સહિત અન્ય 3 ટીમો સામે 1-1 મેચ રમનાર છે. ક્રિકેટ ચાહકો આવી મોટી ટુર્નામેન્ટ હોય એટલે ભારત પાકિસ્તાનની મેચ ની હંમેશા રાહ જોતા હોય છે. એશીયા કપમા ભારત પાકિસ્તાનની મેચ 10 સપ્ટેમ્બરે રમાનાર છે. એશીય કપ મા ભારત અને પાકિસ્તાન ફાઇનલમા પ્રવેશ કરશે તો હજુ 1 વધુ મેચ ક્રિકેટ ફેન્સ ને જોવા મળશે.
આ પણ વાંચો: World Cup India squad: વર્લ્ડ કપ 2023 માટે ટિમ ઈન્ડિયાની જાહેર, જુઓ કોને સ્થાન મળ્યું.
ઉલ્લેખનીય છે કે આવતા મહિને થી ભારતમા ક્રિકેટ વન ડે વર્લ્ડ કપ શરૂ થનાર છે. જેમા ભારત પાકિસ્તાનની મેચ 14 ઓકટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમા રમાનારી છે. વર્લ્ડ કપની આ મેચ ને લઇને ક્રિકેટ ચાહકોમા ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચની તમામ ટીકીતો ઓનલાઇન વેચાઇ ગઇ છે. અને 14-15 ઓકટોબરે અમદાવાદમા હોટેલો ના ભાડા રૂ.50000 થી 3 લાખ સુધીના જોવા મળી રહ્યા છે.
Asia Cup Super 4 Match Schedule
તારીખ | મેચ | સ્થળ |
6 સપ્ટેમ્બર | પાકિસ્તાન V/S બાંગ્લાદેશ | પાકિસ્તાન |
9 સપ્ટેમ્બર | શ્રીલંકા V/S બાંગ્લાદેશ | શ્રીલંકા |
10 સપ્ટેમ્બર | ભારત V/S પાકિસ્તાન | શ્રીલંકા |
12 સપ્ટેમ્બર | ભારત V/S શ્રીલંકા | શ્રીલંકા |
14 સપ્ટેમ્બર | પાકિસ્તાન V/S શ્રીલંકા | શ્રીલંકા |
15 સપ્ટેમ્બર | ભારત V/S બાંગ્લાદેશ | શ્રીલંકા |
આ પણ વાંચો: ખેડૂતો માટે રાહતની આગાહી: આગામી 5 દિવસ માટે મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાય, જન્માષ્ટમી માં ગુજરાતને તરબોળ કરે તેવી આગાહી.
વર્લ્ડ કપ માટે ભારતની ટીમ જાહેર
હાલ રમાઇ રહેલા એશીયા કપની વચ્ચે ટીમ મેનેજમેન્ટે વર્લ્ડ કપ માટે ભારતની 15 ખેલાડીની ટીમ જાહેર કરી છે. જે નીચે મુજબ છે.
- રોહીત શર્મા (કેપ્ટન)
- શુભમન ગિલ
- વિરાટ કોહલી
- શ્રેયશ ઐયર
- ઈશાન કિશન
- KL રાહુલ
- હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન)
- સૂર્યકુમાર યાદવ
- રવિન્દ્ર જાડેજા
- અક્ષર પટેલ
- શાર્દૂલ ઠાકુર
- જસપ્રિત બૂમરાહ
- મોહમ્મદ શમી
- મોહમ્મદ સિરાજ
- કુલદીપ યાદવ
અગત્યની લીંક
સુપર 4 રાઉન્ડમા ભારત પાકિસ્તાનની મેચ ક્યારે રમાશે ?
10 સપ્ટેમ્બર 2023
એશીયા કપની ફાઇનલ ક્યારે રમાનાર છે ?
19 સપ્ટેમ્બર 2023
Post Views: 5