સરકાર જલ્દી જાહેર કરશે મોંઘવારી ભથ્થામા વધારો, આટલો વધી જશે પગાર

7th Pay Commission: મોંઘવારી ભથ્થામા વધારો: DA HIKE: કર્મચારીઓનુ મોંઘવારી ભથ્થુ: સરકારના ર્ક્મચારીઓ અને પેન્શનરોને તેમને મળતા બેઝીક પગાર ઉપર મોંઘવારી ભથ્થુ આપવામા આવે છે. સરકાર દ્વારા દર વર્ષે વર્ષમા 2 વખત મોંઘવારી ભથ્થામા વધારો કરવામા આવે છે. હાલ 7th Pay Commission મુજબ કર્મચારીઓને પગાર આપવામા આવે છે. અને તેના પર કેન્દ્ર સરકાર તથા રાજય સરકારના કર્મચારીઓને 42 % મોંઘવારી ભથ્થુ આપવામા આવે છે.

7th Pay Commission

હાલ કર્મચારીઓને તેમના બેઝીક પગાર ઉપરાંત 42 % મોંઘવારી ભથ્થુ એટલે કે DA આપવામા આવે છે. આ મોંઘવારી ભથ્થામા દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઇ ની અસરથી વધારો એટલે કે DA HIKE કરવામા આવે છે. ત્યારે 1 જુલાઇ ગયા બાદ હવે કર્મચારીઓ મોંઘવારી ભથ્થામા વધારો જાહેર કરવામા આવે તેની રાહ જોઇ રહ્યા છે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓને પગાર બાબત જલદી સારા સમાચાર મળી શકે છે. મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર આ મહિને સપ્ટેમ્બર, 2023માં મોંઘવારી ભથ્થામા વધારાની જાહેરાત કરી શકે છે. કર્મચારીઓના ડીએમાં વધારો 1 જુલાઈ 2023 થી લાગૂ થશે. આ વખતે મોંઘવારી ભથ્થામાં 3 થી 4 ટકાનો વધારો થાય તેવી શક્યતાઓ છે અને તે 42 ટકાથી વધી 45 થી 46 ટકા થઇ જશે.

આ પણ વાંચો: Team India For world cup: વર્લ્ડ કપ માટે ભારતની ટીમ જાહેર, કોને મળ્યુ સ્થાન ?કોના પતા કપાયા ?

કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થાનો વધારો દર મહિને લેબર બ્યૂરો દ્વારા જાહેર કરવામાં આવતા ઔદ્યોગિક શ્રમિકોના નવા ઉપભોક્તા મૂલ્ય સૂચકાંકના આધારે નક્કી કરવામાં આવે છે. લેબર બ્યૂરો લેબર મિનિસ્ટ્રીની એક વિંગ છે. નવા આંકડા અનુસાર જુલાઈ 2023 માટે અખિલ ભારતીય સીપીઆઈ-આઈડબ્લ્યૂ 3.3 પોઈન્ટ વધી 139.7 જેટલો થયો છે. 1 મહિનાના ટકાવારી બદલાવ પર પાછલા મહિનાની તુલનામાં તેમાં 2.42 ટકાનો વધારો નોંધાયો છે. એક વર્ષ પહેલા આ મહિના વચ્ચે 0.90 ટકાનો વધારો નોંધાયો હતો.

કર્મચારીઓનુ મોંઘવારી ભથ્થુ

છેલ્લે ડીએમાં વધારો માર્ચ 2023માં કરવામાં આવ્યો હતો. ત્યારે ડીએમાં 4 ટકાનો વધારો કરી 42 ટકા કરી દેવામાં આવ્યું હતું. આ વધારો 1 જાન્યુઆરી 2023થી લાગૂ છે. હવે મોંઘવારીને જોતા તહેવારો પહેલા ડીએમાં 3 ટકાના વધારાની જાહેરાત કરવામાં આવી શકે છે. વર્તમાન મોંઘવારી દર જોતા કર્મચારીઓના ડીએમાં ત્રણ ટકાનો વધારો થઈ શકે છે. રિપોર્ટ પ્રમાણે દેશમાં રિટેલ મોંઘવારી દર જુલાઈમાં 15 મહિનાના ઉપલા સ્તરે પહોંચી ગયો છે, તેવામાં સરકાર મોંઘવારી ભથ્થું 3 થી 4 ટકા વધારી 45-46 ટકા કરી શકે છે. ડીએમાં આ વધારો 1 જુલાઈ 2023થી લાગૂ માનવામાં આવશે.

અગત્યની લીંક

7th Pay Commission
7th Pay Commission


Post Views: 5

Leave a Comment