SSA Recruitment 2023: સમગ્ર શિક્ષા અભિયાન ભરતી: SSA Gujarat: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાત અંતર્ગત વિવિધ પોસ્ટ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. 23 સપ્ટેમ્બર 2023 સુધી પોતાની અરજી ઓનલાઈન માધ્યમથી કરી શકે છે. આ SSA Recruitment 2023 માટે ઉમેદવારો 14 સપ્ટેમ્બરથી પોતાની અરજી કરવાની શરૂઆત કરી શકશે. તો આવો જોઈએ વધુ માહિતી આ ભરતી વિશેની.
SSA Recruitment 2023
આર્ટિકલનું નામ | SSA Recruitment 2023 |
સંસ્થા | સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાત |
જગ્યાનું નામ | વિવિધ |
વર્ષ | 2023 |
અરજી મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 23 સપ્ટેમ્બર 2023 |
ઓફિશિયલ વેબસાઇટ | https://ssagujarat.org |
આ પણ વાંચો: આયુષ્યમાન ભારત યોજના: આયુષ્યમાન ભારત યોજના વિષેની સંપૂર્ણ માહિતી, કેવી રીતે બનાવવું આયુષ્યમાન કાર્ડ; જુઓ વિગતવાર માહિતી.
અગત્યની તારીખ
આ SSA Recruitment 2023 માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 12 સપ્ટેમ્બર 2023
- ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 14 સપ્ટેમ્બર 2023
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 23 સપ્ટેમ્બર 2023
જગ્યાનું નામ
આ SSA Recruitment 2023 માટેની નીચે મુજબ દર્શાવવામાં આવેલી જગ્યા પર ભરતી કરવામાં આવશે.
- પ્રોજેકટ કો-ઓર્ડિનેટર સેકન્ડરી એજ્યુકેશન
- મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : ક્વોલીટી એજ્યુકેશન એન્ડ મોનીટરીંગ (ટીચર્સ ટ્રેનીંગ)
- મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : ગર્લ્સ એજ્યુકેશન
- મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : જિલ્લા હિસાબી અધિકારી
- મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : એમ.આઈ.એસ.
- મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : અલ્ટરનેટીવ સ્કૂલીંગ / એક્સેસ, રીટેન્શન એન્ડ વોકેશનલ એજ્યુકેશન
- મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : આઈઈડી કો-ઓર્ડીનેટર
- એડીશ્નલ મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : ગર્લ્સ એજ્યુકેશન (કેજીબીવી)
- હિસાબનીશ (બિન નિવાસી) (કેજીબીવી / બોઇઝ હોસ્ટેલ) (ફક્ત મહિલા અરજી કરી શકે)
આ પણ વાંચો: GSRTC Online Service: GSRTC ની ઓનલાઈન સુવિધા, જાણો બસનું લાઈવ લોકેશન ક્યાં પહોચી છે બસ; તથા અન્ય સર્વિસ.
પોસ્ટની અન્ય માહિતી
પ્રોજેકટ કો-ઓર્ડિનેટર સેકન્ડરી એજ્યુકેશન
- કુલ જગ્યા – 14
- લાયકાત – આ પોસ્ટ માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટી માથી સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ (60%) એ તથા અનુસ્નાતક દ્વિતીય વર્ગ (55%) એ પાસ થયેલા હોવા જોઈએ. તથા b.ed અને m.ed. ની લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. (CCC / CCC + તથા તેની સમકક્ષ) આ સિવાય ઉમેદવારને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી વાંચતાં, લખતા, અને બોલતા આવડવું જોઈએ.
- અનુભવ – આ પોસ્ટ માટે ઉમેદવાર શિક્ષણ ક્ષેત્રમાં ફરજિયાત 5 વર્ષનો સવેતન અનુભવ ફરજિયાત ધરાવતા હોવા જોઈએ.
- પગાર ધોરણ – 20,000/-
મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : ક્વોલીટી એજ્યુકેશન એન્ડ મોનીટરીંગ (ટીચર્સ ટ્રેનીંગ)
- કુલ જગ્યા – 02
- લાયકાત – આ પોસ્ટ માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટી માથી સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ (60%) એ તથા અનુસ્નાતક દ્વિતીય વર્ગ (55%) એ પાસ થયેલા હોવા જોઈએ. તથા B.Ed ની લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર TET/TAT પરીક્ષા ફરજિયાત પાસ કરેલ હોવી જોઈએ.
- અનુભવ – આ પોસ્ટ માટે ઉમેદવાર શિક્ષણ ક્ષેત્રમાં ફરજિયાત 3 વર્ષનો સવેતન અનુભવ ફરજિયાત ધરાવતા હોવા જોઈએ. (સ્નાતક , અનુસ્નાતક અને B.Ed. પછીનો જ અનુભવ માન્ય રહેશે.)
- પગાર ધોરણ – 16,500/-
મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : ગર્લ્સ એજ્યુકેશન
- કુલ જગ્યા – 09
- લાયકાત – આ પોસ્ટ પર ફક્ત મહિલાઓ જ અરજી કરી શકે છે. તેમજ ઉમેદવાર માન્ય યુનિવર્સિટી માથી સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ (60%) એ તથા અનુસ્નાતક દ્વિતીય વર્ગ (55%) એ પાસ થયેલા હોવા જોઈએ. તથા B.Ed ની લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર TET/TAT પરીક્ષા ફરજિયાત પાસ કરેલ હોવી જોઈએ.
- અનુભવ – આ પોસ્ટ માટે ઉમેદવાર કન્યા શિક્ષણના ક્ષેત્રમાં ફરજિયાત 3 વર્ષનો સવેતન અનુભવ ફરજિયાત ધરાવતા હોવા જોઈએ. (સ્નાતક , અનુસ્નાતક અને B.Ed. પછીનો જ અનુભવ માન્ય રહેશે.)
- પગાર ધોરણ – 16,500/-
આ પણ વાંચો: Online Fraud Tips: ઓનલાઇન ફ્રોડ થી બચવા શું કરવુ, સૌથી વધુ ફ્રોડ થતી 9 બાબતો મા શું ધ્યાન રાખશો
મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : જિલ્લા હિસાબી અધિકારી
- કુલ જગ્યા – 00
- લાયકાત – આ પોસ્ટ પર ઉમેદવાર માન્ય યુનિવર્સિટી માથી B.Com ની ડિગ્રી મુખ્ય વિષય એકાઉન્ટશી સાથે અથવા B.B.A. ની ડિગ્રી ફાયનાન્સ સાથે ઓછામાં ઓછા 60%ગુણાંક તથા અનુસ્નાતક કક્ષાએ M.Comની ડિગ્રી મુખ્ય વિષય એકાઉન્ટશી સાથે તથા M.B.A. ની ડિગ્રી મુખ્ય વિષય ફાયનાન્સ માં ફરજિયાત ઓછામાં ઓછા 55% એ પાસ થયેલા હોવા જોઈએ. તથા કોમ્પ્યુટર લાયકાતમા સરકાર માન્ય પ્રમાણપત્ર Tally સોફ્ટવેરનો કોર્ષ કરેલ હોવો જોઈએ.
- ઈચ્છનીય લાયકાત : મરજિયાત : ઉમેદવાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મમાં 3 વર્ષમાં આર્ટીકલશીપ કરેલ હશે તો તેમણે પહેલા પ્રાધાન્ય આપવામાં આવશે.
- અનુભવ : ઉમેદવાર ઓડીટ અંગેની જાણકારી નાણાકીય વ્યવસ્થાપન અંગેની સ્પષ્ટ સૂઝ સાથે હિસાબી ઓડીટીંગ કામકાજના “3 વર્ષનો સવેતન અનુભવ” ફરજીયાત ધરાવતા હોવા જોઈએ. (નોંધ: સ્નાતક, પછીનો જ અનુભવ માન્ય ગણાશે)
- પગાર ધોરણ – 16,500/-
મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : એમ.આઈ.એસ.
આ SSA Recruitment 2023 માં મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : એમ.આઈ.એસ.ની પોસ્ટ માટેની લાયકાત નીચે મુજબ દર્શાવવામાં છે.
- કુલ જગ્યા – 04
- લાયકાત – આ પોસ્ટ પર ઉમેદવાર માન્ય યુનિવર્સિટી માથી સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ (60%) B.E. Computer (60%) / IT (60%) અથવા સ્નાતક (60%) સાથે M.C.A. (55%) અથવા સ્નાતક (60%) સાથે M.Sc. Computer Science (CS) / IT 55% સાથેની લાયકાત ફરજિયાત હોવો જોઈએ.
- ઈચ્છનીય લાયકાત : મરજિયાત : ઉમેદવાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મમાં 3 વર્ષમાં આર્ટીકલશીપ કરેલ હશે તો તેમણે પહેલા પ્રાધાન્ય આપવામાં આવશે.
- અનુભવ : ઉમેદવાર સબંધિત ક્ષેત્રમાં 3 વર્ષનો સવેતન અનુભવ સિસ્ટમ એનાલિસ્ટ અથવા પ્રોગ્રામર તરીકેનો અનુભવ ફરજીયાત રહેશે. (નોંધ: સ્નાતક અને પોસ્ટ ગ્રેજ્યુએશન પછીનો જ અનુભવ માન્ય ગણાશે)
- પગાર ધોરણ – 16,500/-
મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : અલ્ટરનેટીવ સ્કૂલીંગ / એક્સેસ, રીટેન્શન એન્ડ વોકેશનલ એજ્યુકેશન
- કુલ જગ્યા – 01
- લાયકાત – આ પોસ્ટ માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટી માથી સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ (60%) એ તથા અનુસ્નાતક દ્વિતીય વર્ગ (55%) એ પાસ થયેલા હોવા જોઈએ. સાથે B.Ed ની લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર TET/TAT પરીક્ષા ફરજિયાત પાસ કરેલ હોવી જોઈએ.
- અનુભવ – આ પોસ્ટ માટે ઉમેદવાર શિક્ષણ ક્ષેત્રમાં ફરજિયાત 3 વર્ષનો સવેતન અનુભવ ફરજિયાત ધરાવતા હોવા જોઈએ. (સ્નાતક , અનુસ્નાતક અને B.Ed. પછીનો જ અનુભવ માન્ય રહેશે.)
- પગાર ધોરણ – 16,500/-
મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : આઈઈડી કો-ઓર્ડીનેટર
- કુલ જગ્યા – 03
- લાયકાત – આ પોસ્ટ માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટી માથી સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ (60%) એ તથા અનુસ્નાતક દ્વિતીય વર્ગ (55%) એ પાસ થયેલા હોવા જોઈએ. સાથે વિશિષ્ટ શિક્ષણમાં સ્પેશ્યલ B.Ed. કે સ્પેશ્યલ ડિપ્લોમા RCI માન્ય સંસ્થા માથી તેમજ RCI CRRરજીસ્ટ્રેશન ફરજિયાત કરેલ હોવું જોઈએ.
- અનુભવ – વિશિષ્ટ જરૂરીયાત (Special Needs) ધરાવતા બાળકો સાથે કામ કરવાનો RCI માન્ય સંસ્થાનો કે માન્ય શાળાનો 3 વર્ષનો સવેતન અનુભવ ફરજીયાત ધરાવતા હોવા જોઈએ. (સ્નાતક, અનુસ્નાતક અને સ્પેશિયલ ડીપ્લોમાં પછીનો જ અનુભવ માન્ય ગણાશે)
- પગાર ધોરણ – 16,500/-
આ પણ વાંચો: અધ્યાપક સહાયકની ભરતી: બિન સરકારી અનુદાનિત કોલેજોમાં અધ્યાપક સહાયકની મોટી ભરતી, પગારધોરણ 40176 થી શરૂ;https://www.rascheguj.in
એડીશ્નલ મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : ગર્લ્સ એજ્યુકેશન (કેજીબીવી)
- કુલ જગ્યા – 05
- લાયકાત – આ પોસ્ટ પર ફક્ત મહિલાઓ જ અરજી કરી શકે છે. તેમજ ઉમેદવાર માન્ય યુનિવર્સિટી માથી સ્નાતક કક્ષાએ 55% એ તથા અનુસ્નાતક 50% એ પાસ થયેલા હોવા જોઈએ. તથા B.Ed ની લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જોઈએ.
- અનુભવ – આ પોસ્ટ માટે ઉમેદવાર કન્યા શિક્ષણના ક્ષેત્રમાં ફરજિયાત 3 વર્ષનો સવેતન અનુભવ ફરજિયાત ધરાવતા હોવા જોઈએ. (સ્નાતક , અનુસ્નાતક અને B.Ed. પછીનો જ અનુભવ માન્ય રહેશે.)
- પગાર ધોરણ – 13,000/-
હિસાબનીશ (બિન નિવાસી) (કેજીબીવી / બોઇઝ હોસ્ટેલ) (ફક્ત મહિલા અરજી કરી શકે)
આ SSA Recruitment 2023 માં હિસાબનીશની પોસ્ટ માટેની લાયકાત નીચે મુજબ દર્શાવવામાં છે.
- કુલ જગ્યા – 14
- લાયકાત – આ પોસ્ટ પર ફક્ત મહિલાઓ જ અરજી કરી શકે છે. તેમજ ઉમેદવાર માન્ય યુનિવર્સિટી માથી સ્નાતક કક્ષાએ 55% એ B.Com./ B.B.A. માં મુખ્ય વિષય એકાઉન્ટશી સાથેની લાયકાત ફરિજિયાત હોવી જોઈએતેમજ ટેલી કોમ્પ્યુટરનો કોર્ષ સરકાર માન્ય સંસ્થામથી ફરજિયાત કરેલ હોવો જોઈએ
- અનુભવ – આ પોસ્ટ માટે અનુભવ દર્શાવવામાં આવ્યો નથી
- પગાર ધોરણ – 8,500/-
અરજી કરવાનં રીત
- સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
- ત્યાર બાદ https://ssagujarat.org/ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરો.
- હવે તમને મળેલ ID અને Password ની મદદ થી લૉગિન કરો.
- ત્યાર બાદ જરૂરી માહિતી દાખલ કરો.
- હવે ઓનલાઈન અરજી ફી ભરો.
- ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો.
- ભવિષ્યના અનુસંધાને અરજીની પ્રિન્ટ કાઢી લો.
અગત્યની લીંક
Post Views: 2