શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મંદિરે વહેલી સવારથી જ મંદિર બહાર બે કિ.મી. જેટલી લાંબી શિવ ભક્તોની કતાર લાગી હતી અને હર હર મહાદેવ …..જય જય સોમનાથના નાદથી સમગ્ર મંદિર પરિસર શિવમય બન્યું હતું. આ વર્ષે શ્રાવણ માસ નિમિતે મંદિર પરિસરમાં એક મોટી એલ.ઈ.ડી. સ્ક્રિન ફીટ કરવામાં આવેલ છે જેમાં મંદિરે આવતા યાત્રિકો પરિસરમાં ઊભીને પણ સોમનાથ મહાદેવના લિંગના લાઇવ દર્શન કરી શકાય.
આજે સવારના સોમનાથ મહાદેવને મહાપુજા, આરતી કરવામાં આવી હતી. આજે પ્રથમ સોમવારે ઘણા શિવ ભક્તો પગપાળા વેહલી સવારે સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા. તમે પણ ઘરે બેઠા કરો લાઈવ દર્શન…તસવીરો આગળ બદલતા જાવ…
સોમનાથ લાઈવ દર્શન
સોમનાથ મંદિર ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લા મા આવેલુ છે. ભારતમા આવેલા 12 જ્યોતિર્લીંગ પૈકી સોમનાથ નુ વિશેષ મહત રહેલુ છે. શ્રધ્ધાળુ ઓ સમગ્ર દેશમાથી સોમનાથ મહાદેવના દર્શન કરવા આવતા હોય છે. આજના આ આર્ટીકલમા આપણે Somnath Live Darshan, સોમનાથ લાઇવ આરતી ઘરેબેઠા લાઇવ દર્શન કેમ કરી શકાય તેની માહિતી મેળવીશુ.
Somnath Live Darshan Today
પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ચૂકી છે. આ વખતે અધિક માસ પણ હોવાથી 2 શ્રાવણ માસ રહેશે. શ્રાવણ માસના સોમવારે શિવ મંદિરોમા લોકોની ભીડ ઉમટી પડતી હોય છે. આ વખતે 2 શ્રાવણ માસ હોવાથી શિવભક્તોને શ્રાવણ માસ ના 8 સોમવારનો લાભ મળશે.
પ્રાચીન ભારતીય શાસ્ત્રીય ગ્રંથો પર આધારિત સંશોધન દર્શાવે છે કે સૌપ્રથમ સોમનાથ જ્યોતિર્લિંગ પ્રાણ-પ્રતિષ્ઠા વૈવસ્વત મન્વંતરના દસમા ત્રેતાયુગ દરમિયાન શ્રાવણ મહિનાના ઉજ્જવળ ત્રીજા દિવસે કરવામાં આવી હતી. શ્રીમદ આરાધ્ય જગદગુરુ શંકરાચાર્ય વૈદિક શોધ સંસ્થાન, વારાણસીના અધ્યક્ષ સ્વામી શ્રી ગજાનંદ સરસ્વતીજીએ સૂચવ્યું હતું કે સ્કંદ પુરાણના પ્રભાસ ખંડની પરંપરાઓ પરથી ઉતરી આવેલા આ પ્રથમ મંદિરનું નિર્માણ 7,99,25,105 વર્ષ પહેલાં થયું હતું. આમ, આ મંદિર અનાદિ કાળથી લાખો હિંદુઓ માટે પ્રેરણાનો એક સ્ત્રોત રહ્યુ છે.
Somnath Live Darshan Today: ચંદ્ર ભગવાન સોમનાથ મહાદેવના આશીર્વાદથી તેમના સસરા દક્ષ પ્રજાપતિના શ્રાપમાંથી મુક્ત થયા હોવાનું કહેવાય છે. શિવ પુરાણ અને નંદી ઉપપુરાણમાં, શિવે કહ્યું, ”હું હંમેશા દરેક જગ્યાએ હાજર છું પરંતુ ખાસ કરીને જ્યોતિર્લિંગના રૂપમાં 12 સ્વરૂપો અને સ્થાનોમાં છું. સોમનાથ આ 12 પવિત્ર સ્થળોમાંથી એક છે. આ બાર પવિત્ર શિવ જ્યોતિર્લિંગોમાં પ્રથમ છે.
સોમનાથ જોવાલાયક સ્થળો
Somnath Live Darshan Today સોમનાથ મહાદેવ ના મંદિરની આજુ બાજુ મા ઘણા જોવાલાયક સ્થળો આવેલા છે.
- ભાલકા તીર્થ
- ગીતા મંદિર
- મહાપ્રભુજી બેઠક
- શ્રી રામ મંદિર
- અહલ્યાબાઇ ટેમ્પલ
- અવધુતેશ્વર ટેમ્પલ
- પ્રાચી તીર્થ
- ગૌરી કુંડ
- સોમનાથ મ્યુઝીયમ
- સૂર્ય મંદિર
- જુની ગુફાઓ
- વેરાવળ ગેટ
શ્રાવણ માસમા કરો સોમનાથ મહાદેવના લાઇવ દર્શન
હાલના ટેકનોલોજીના યુગમા સોમનાથ મહાદેવના દર્શન ઘરેબેઠા લાઇવ કરી ભક્તો રૂબરૂ દર્શન કરવા જેવી ધન્યતા અનુભવે છે. હાલ Youtube, Somnath official website ઉપરથી તમે દરરોજ સોમનાથ મહાદેવના લાઇવ દર્શન કરી શકો છો. ઉપરાંત Instagram અને facebook ઉપર પણ ઘણા પેજ એવા છે, Somnath Live Darshan જે દરરોજ સોમનાથ મહાદેવની આરતી અને અન્ય દર્શન ના ફોટો અને શોર્ટ વિડીયો મુકતા હોય છે.
- સોમનાથ લાઇવ દર્શન કરવા માટે સોમનાથ મંદિર ટૃસ્ટ ની ઓફીસીયલ યુ ટ્યુબ ચેનલ Somnath Temple – Official Channel પરથી તમે દરરોજ લાઇવ દર્શન કરી શકો છો.
- સોમનાથ મંદિર ટૃસ્ટની ઓફીસીયલ વેબસાઇટ https://somnath.org/ ઉપરથી પણ તમે દરરોજ લાઇવ દર્શન કરી શકો છો.
Somnath Mandir Darshan time
સોમનાથ મંદિરનો દર્શન સમય નીચે મુજબ હોય છે.
- દર્શન સમય: સવારના 6:00 વાગ્યાથી રાતના 10:00 વાગ્યા સુધી
- સોમનાથ આરતી સમય: સવારે 7:00 વાગ્યે, બપોરે 12:00 વાગ્યે અને સાંજે 7;00 વાગ્યે
- લાઇટ અને સાઉન્ડ શો; સાંજે 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી