Shradh list 2023: 2023 Pitru Paksha (Shradh)

Shradh list 2023: હાલ પવિત્ર શ્રાવણ માસ પુરો થયો છે અને ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે. હવે થોડા દિવસો મા Shradhપક્ષ શરૂ થશે. શ્રાદ્ધ મા દરેક લોકો પોતાના પિતૃઓને ખુશ કરવા માટે પીપળે પાણી રેળવા અને Shradh સહિતના કાર્યો કરતા હોય છે. હિંદુ સંસ્કૃતિ મા શ્રાદ્ધ તિથી અનુસાર કરવામા આવે છે. એટલે કે પિતૃની જે તીથી હોય તે દિવસે શ્રાદ્ધ કાર્ય કરવામા આવે છે. થોડા દિવસોમા જ શ્રાદ્ધ પક્ષ શરૂ થનાર છે.

કયુ શ્રાદ્ધ કઇ તારીખે છે તે માહિતી આ પોસ્ટમા જાણીએ. વર્ષ 2023માં Shradh મહિનો ક્યારે છે એટલે કે પિતૃ ભક્તિનો પાવન સમય ક્યારે શરૂ થનાર છે તે જાણીએ. વર્ષે યોજાનાર શ્રાદ્ધની સંપૂર્ણ યાદી. પિતૃપક્ષમાં પિતૃઓના શ્રાદ્ધ પિંડનું શું છે મહત્વ છે તે પણ જાણીએ.

Shradh list 2023

પિતૃઓને સમર્પિત મહિનો એટલે કે પિતૃ પક્ષ મહિનો ભાદરવા મહિનાની પૂર્ણિમા થી શરૂ થાય છે અને અમાસના દિવસે સમાપ્ત થાય છે. આ મહિનો પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ વિધિ કરવામા આવે છે. Shradh કાર્ય એટલે શ્રદ્ધાથી થયેલી ભક્તિ. જ્યારે પિતૃ પક્ષ શરૂ થાય છે, ત્યારે પિતૃઓ પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવે છે. પિતૃપક્ષમાં પિતૃઓના આશીર્વાદ મેળવવામા આવે છે.

આપની સંસ્કૃતિમા એવી માન્યતા છે કે શ્રાદ્ધ કાર્ય કરવામા ન આવે તો પૂર્વજોની આત્માઓને શાંતિ નથી મળતી અને તમારા ઘરમાં સુખ શાંતિ રહેતી નથી. આવો, ચાલો જાણીએ કે વર્ષ 2023 માં શ્રાદ્ધ ક્યારે શરૂ થશે અને શ્રાદ્ધ કાર્યનુ મહત્વ શું છે.

કયુ શ્રાદ્ધ કયા દિવસે

તારીખ વાર શ્રાદ્ધ
29 સપ્ટેમ્બર 2023 શુક્રવાર પૂર્ણિમા શ્રાદ્ધ
29 સપ્ટેમ્બર 2023 શુક્રવાર એકમ શ્રાદ્ધ
30 સપ્ટેમ્બર 2023 શનિવાર દ્વિતિયા શ્રાધ
01 ઓક્ટોબર 2023 રવિવાર તૃતીયા શ્રાદ્ધ
02 ઓક્ટોબર 2023 સોમવાર ચતુર્થી શ્રાદ્ધ
03 ઓક્ટોબર 2023 મંગળવાર પંચમી શ્રાદ્ધ
04 ઓક્ટોબર 2023 બુધવાર ષષ્ઠી શ્રાદ્ધ
05 ઓક્ટોબર 2023 ગુરૂવાર સપ્તમી શ્રાદ્ધ
06 ઓક્ટોબર 2023 શુક્રવાર અષ્ટમી શ્રાદ્ધ
07 ઓક્ટોબર 2023 શનિવાર નવમી શ્રાદ્ધ
08 ઓક્ટોબર 2023 રવિવાર દશમી શ્રાદ્ધ
09 ઓક્ટોબર 2023 સોમવાર એકાદશી શ્રાદ્ધ
11 ઓક્ટોબર 2023 બુધવાર દ્વાદશી શ્રાદ્ધ
12 ઓક્ટોબર 2023 ગુરુવાર ત્રયોદશી શ્રાદ્ધ
13 ઓક્ટોબર 2023 ચતુર્દશી શ્રાદ્ધ શુક્રવાર
14 ઓક્ટોબર 2023 શનિવાર સર્વ પિતૃ અમાવસ્યા

શ્રાદ્ધ લીસ્ટ 2023

હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે આપણે પૂર્વજોનું શ્રાદ્ધ સંસ્કાર અને પિંડ દાન કરવું જોઈએ, તેનાથી પિતૃઓને આત્માને શાંતિ મળે છે. જે લોકોને તેમના પિતૃઓની શ્રાદ્ધ તિથી કઇ છે તે ખબર નથી તે લોકો છેલ્લુ શ્રાદ્ધ એટલે જે સર્વપિતૃ અમાસ ને દિવસે શ્રાદ્ધ કાર્ય કરી શકે છે. પૂર્વજોના આત્માની સદગતિ અને શાંતિ માટે તેમજ પિતૃના આશિષ મેળવવા માટે શ્રાદ્ધ તર્પણ કરવું જરૂરી છે. આપણે ત્યા એવી માન્યતા પ્રવર્તે છે કે પિતૃના આશિષથી જીવનમાં આવતી સુખ શાંતિ જળવાઇ રહે છે અને જીવનમા આવતી અણધારી મુશ્કેલીઓ મા થી પન યોગ્ય માર્ગ મળી રહે છે.

Shradh list 2023 2023 Pitru Paksha (Shradh) - Pitru Paksha month is the holy month of Hindus
Shradh list 2023: કયુ શ્રાદ્ધ ક્યા દિવસે અને કઈ તારીખે છે, જુઓ સંપૂર્ણ લીસ્ટ 2

Leave a Comment