જ્ઞાનસહાયક ભરતી 2023: Gyansahayak bharti: રાજયની પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા પ્રવાસી શિક્ષકોને બદલે 11 માસના કરાર આધારીત જ્ઞાનસહાયક શિક્ષકોની ભરતી કરવાની યોજના અમલમા આવેલી છે. જે અંતર્ગત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનીત ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમા જ્ઞાનસહાયક શિક્ષકોની નિમણૂંક કરવા માટે જાહેરાત આવેલી છે. આ ભરતીની તમામ માહિતી મેળવીએ.
- માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયકની ભરતી માટે આવી જાહેરાત
- સરકારી તથા બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળા માટે જાહેરાત કરવામા આવી છે.
- ઉમેદવારોએ 26 ઓગસ્ટથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- 11 મહિના કરાર આધારિત જ્ઞાનસહાયકની કરવામા આવશે ભરતી.
જ્ઞાનસહાયક ભરતી 2023
ભરતી સંસ્થા | એસ.એસ.એ. ગુજરાત |
કાર્યક્ષેત્ર | માધ્યમિક શાળા ભરતી |
જગ્યાનુ નામ | જ્ઞાનસહાયક |
વર્ષ | 2023 |
અરજી મોડ | ઓનલાઇન |
નોકરીનું સ્થળ | ગુજરાત |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 26-8-2023 થી 4-9-2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | gyansahayak.ssagujarat.org |
આ પણ વાંચો: આશ્રમશાળા શિક્ષક ભરતી: આશ્રમશાળાઓમા TET-TAT પાસ માટે શિક્ષકોની મોટી ભરતી, આ રીતે કરો અરજી
Gyansahayak bharti
શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક)’ માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (માધ્યમિક)”ની જગ્યાના કરાર બાબત ભરવા માટે ભરતી જાહેરાત આવેલી છે.
માસિક ફિકસ મહેનતાણું રૂ.૨૪,૦૦૦|-
વય મર્યાદા: 40 વર્ષથી વધુ ન હોવી જોઇએ.
gyansahayak.ssagujarat.org
જ્ઞાન સહાયક (માધ્યમિક) ૪૦ વર્ષ શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ‘જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક)” માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત ‘‘જ્ઞાન સહાયક (માધ્યમિક)”ની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
ઉપ૨ોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. ઉમેદવારે ઓન-લાઈન અરજી http://gyansahayak.ssgujarat.org વેબસાઈટ પર જઈ કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબ સાઈટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહી. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહી.
ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફસ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.
ઓન-લાઈન અરજી કરવાની તારીખઃ ૨૬/૦૮/૨૦૨૩ (૧૪:૦૦ કલાક થી શરૂ) ઓન-લાઈન અરજી કરવાની છેલ્લી તારીખઃ ૦૪/૦૯/૨૦૨૩ (૨૩:૫૯ કલાક સુધી) સહી/-
અગત્યની લીંક
જ્ઞાનસહાયક ભરતી 2023 માટે ઓનલાઇન અરજી કરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
gyansahayak.ssagujarat.org
Post Views: 17