ચંદ્ર પરથી પૃથ્વી ના ફોટો: Earth images from moon: 14 જુલાઇએ ઇસરો દ્વારા લોંચ કરવામા આવેલ ચંદ્રયાન-3 તારીખ 23 ઓગષ્ટ ના રોજ ચંદ્ર ના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડીંગ કરવામા આવ્યુ હતુ. લેન્ડીંગ પ્રક્રિયા દરમિયાન ચંદ્રયાન-3 ના અતિઆધુનીક કેમેરા દ્વારા ચંદ્ર અને પૃથ્વીની કેટલીક ઈમેજ ખેંચવામા આવી હતી. જે ઇસરો દ્વારા સોશીયલ મીડીયામા શેર કરવામા આવી છે.
ચંદ્ર પરથી પૃથ્વી ના ફોટો
- ચંદ્રયાન-3 એ ઝડપી હતી પૃથ્વીની ખૂબ જ સુંદર તસવીરો
- 23 ઓગસ્ટના લેન્ડીંગ વખતે ચંદ્રયાને ખેંચેલી પૃથ્વી ની તસવિરો
- પૃથ્વીની આ તસવીરો ખૂબસુરત
ભારતનું ચંદ્રયાન-3 જ્યારે 23 ઓગસ્ટ 2023ના દિવસે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ થયુ હતું ત્યારે તેણે સૌથી પહેલા પૃથ્વીની કેટલીક ખૂબ જ સુંદર તસવીરો ઝડપી હતી જેમાં પૃથ્વીનો ગોળો ચોખ્ખો અને ખૂબ જ સુંદર જોઈ શકાય છે. આ પહેલા પૃથ્વીની આવી તસવીરો ક્યારેય જોવામાં આવી નથી. આપણી પૃથ્વી દૂરથી કેટલી રળિયામણી લાગે છે. પૃથ્વી પર રહેતા આપણને આ સુંદરતા દેખાતી નથી. પરંતુ ચંદ્રયાને ઝડપેલી આ ઈમેજમા પૃથ્વી ખુબ જ સુંદર અને રળીયામણી દેખાય છે. જ્યારથી ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિન ધ્રુવ પર ઉતર્યું ત્યારથી તેણે આપણને આપણા જ ગ્રહનો ખૂબસુરત નજારો દેખાડવાનું શરું કર્યું છે.
આ પણ વાંચો: આધાર પર સીમકાર્ડ: જાણો તમારા નામ પર કેટલા સીમકાર્ડ લીધેલા છે ? જાણો આ રીતે, જો તમે ન વાપરતા હોય તો કરો આ રીતે રીપોર્ટ
Chandrayaan-3 Mission:
🌎 viewed by
Lander Imager (LI) Camera
on the day of the launch
&
🌖 imaged by
Lander Horizontal Velocity Camera (LHVC)
a day after the Lunar Orbit InsertionLI & LHV cameras are developed by SAC & LEOS, respectively https://t.co/tKlKjieQJS… pic.twitter.com/6QISmdsdRS
— ISRO (@isro) August 10, 2023
ચંદ્રયાન-3 એ 23 ઓગસ્ટે લેંડીંગ વખતે તેના અતિઆધુનીક કેમેરાથી પૃથ્વીની કેટલીક ખાસ તસવીરો ઝડપી હતી. જે ખરેખરે ખુબ જ સરસ છે. જેમાં એક તસવીરમાં પૃથ્વી આખી દેખાય છે જ્યારે બીજામાં અડધી પ્રકાશમાન અને અડધી અંધારામાં ઘેરાયેલી જોવા મળે છે.
ચંદ્રયાન 23 ઓગષ્ટે લેન્ડ થયા બાદ તેણે ચંદ્ર દિવસમા વિવિધ અભ્યાસો હાથ ધર્યા હતા. ત્યારબાદ કે 2 સપ્ટેમ્બરના રોજ પ્રજ્ઞાન રોવરને સ્લીપ મોડમાં મૂકી દેવામા આવ્યુ છે. વૈજ્ઞાનિકોને આશા છે કે વિક્રમ લેન્ડર 22 સપ્ટેમ્બર 2023ના રોજ ફરી જાગી શકે છે. સ્લીપ મોડમાં જતા પહેલા લેન્ડરે પેલોડ્સ સાથે ચંદ્ર પર નવી જગ્યાઓની તપાસ કરી હતી. તે પછી જ વિક્રમ લેન્ડરને સ્લીપ મોડમા જવાનો આદેશ આપવામાં આવ્યો છે. હાલમાં તમામ પેલોડ બંધ છે. ફક્ત રીસીવર ચાલુ છે, જેથી તે બેંગલુરુથી આદેશો લીધા પછી ફરીથી કામ શરૂ કરી શકે. ચંદ્રમા પર હાલમાં 14 દિવસ જેટલી લાંબી રાતનો સમય ચાલી રહ્યો છે તેથી લેન્ડર અને રોવર સ્લીપ મોડમા છે.
આ પણ વાંચો: Gold Price: આજના સોના ના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદિ ના લેટેસ્ટ ભાવ
ચંદ્ર પર 14 દિવસની રાત
ચંદ્ર પર 14 દિવસની રાત નો સમય ચાલી રહ્યો છે.
ચંદ્ર પર હાલમાં 14 દિવસની ઠંડી રાત નો સમય ચાલી રહ્યો છે. માઈનસ 280 ડિગ્રી જેટલા ઠંડા તાપમાનમાં લેન્ડર અને રોવર હવે સ્લીપ મોડમા છે. સૂર્યપ્રકાશ ન મળવાને કારણે તેમના સાધનો બંધ પડ્યાં છે હવે 14 દિવસ જ્યારે ચંદ્ર પર ફરી દિવસ આવશે તે ફરીથી એકટીવ બનશે અને કામ કરવાનુ શરૂ કરશે.
અગત્યની લીંક
Post Views: 9