NIA Ahmedabad Recruitment 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે રાષ્ટ્રીય તપાસ એજન્સીની અમદાવાદ તથા અન્ય શહેરોમાં બમ્પર ભરતી જાહેર થઈ ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
NIA Ahmedabad Recruitment 2023
સંસ્થાનું નામ | રાષ્ટ્રીય તપાસ એજન્સી |
પોસ્ટ | વિવિધ |
નોકરીનું સ્થળ | અમદાવાદ તથા અન્ય શહેર |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઇન |
નોટિફિકેશનની તારીખ | 25 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 28 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 10 સપ્ટેમ્બર 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.nia.gov.in/ |
પોસ્ટનુ નામ
- આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર
- ઇન્સ્પેક્ટર
- સબ ઇન્સ્પેક્ટર
કુલ ખાલી જગ્યા
જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની આ ભરતીમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરની 25, ઇન્સ્પેક્ટરની 33 તથા સબ ઇન્સ્પેક્ટરની 39 આમ કુલ 97 જગ્યાઓ ખાલી છે.
પગારધોરણ
રાષ્ટ્રીય તપાસ એજન્સીની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.
પોસ્ટનુ નામ | પગારધોરણ |
આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર | રૂપિયા 29,200 થી 92,300 સુધી |
ઇન્સ્પેક્ટર | રૂપિયા 9,300 થી 34,800 સુધી |
સબ ઇન્સ્પેકટર | રૂપિયા 35,400 થી 1,12,400 સુધી |
લાયકાત
મિત્રો, NIAની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોમર્સ/આર્ટસ કે સાયન્સ કોઈપણ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.
પસંદગી પ્રક્રિયા
- લેખિત પરીક્ષા
- શારીરિક કસોટી
- ઇન્ટરવ્યૂ
- પુરાવાઓની ચકાસણી
- અરજી કરવા માટે
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
- અભ્યાસની માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું પ્રમાણપત્ર
- તથા અન્ય જરૂરી દસ્તાવેજો
અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં અરજી ફોર્મ ઓફલાઈન માધ્યમથી ભરવાનું રહેશે.
- તમે અરજી ફોર્મ NIAની સત્તાવાર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી કરી શકો છો.
- આ અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી તેમાં તમામ વિગતો ભરી તેની સાથે જરૂરી પુરાવાઓ જોડી દો.
- હવે આ અરજી ફોર્મ ને ઇન્ડિયા પોસ્ટ દ્વારા “SP (Adm.).NIA HQ, CGO કોમ્પ્લેક્સની સામે, લોધી રોડ, નવી દિલ્હી-110003” મોકલી દો.
- આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.