Rain Forecast: અંબાલાલની આગાહિ: વરસાદની આગાહિ: રાજયમા ઘણા સમયથી વરસાદ ખેંચાવાથી ખેડૂતો મુંઝવણમા મુકાયા છે. પહેલા બિપોરજોય વાવાઝોડાની નુકશાની અને ત્યારબાદ લગભગ દોઢ-બે મહિનાથી વરસાદ આવ્યો નથી તેથી ખેતીમા પાક્ને નુક્શાની જાય તેવી ભીતી સેવાઇ રહિ છે. આમ ખેડૂતોને બેવડો માર પડી રહ્યો છે. ઉપરાંત ઘના સમયથી વરસાદ ન થવાથી જળાશયોમા પણ પાણી ખૂટવા લાગ્યા છે. ત્યારે હાલ તો ખેડૂતમિત્રો વરસાદ કયારે આવશે તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
Rain Forecast
- વરસાદ ખેંચાવાથી ખેડૂતો મુકાયા છે મુશ્કેલીમા
- હાલ કોઇ વરસાદી સીસ્ટમ સક્રિય નથી
- સપ્ટેમ્બર મહિનામા બીજા સપ્તાહમા અંબાલાલ ની વરસાદની આગાહિ
આ પણ વાંંચો: મેરા બિલ મેરા અધીકાર: GST વાળુ બીલ અપલોડ કરવા પર સરકાર આપી રહિ છે રૂ.1 કરોડ સુધીના ઇનામ, કરવુ પડશે માત્ર આ કામ
વરસાદ ખેંચાવાની વચ્ચે તમામ લોકો વરસાદનો ચોથો રાઉન્ડ કયારે શરૂ થાય તેની રાહ જોઇ રહ્યા છે. એવામા હાલ તો તમામ હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ તરફથી કોઇ જિલ્લામા વરસાદ પડે તેવી આગાહિ કરવામા આવી નથી. હાલ કોઇ વરસાદી સીસ્ટમ સક્રિય નથી. અલનીનો ની અસરને લીધે વરસાદ ખેંચાઇ રહ્યો છે તેવુ માનવામા આવી રહ્યુ છે. ત્યારે ઓગષ્ટ મહિનાની તારીખ 27 થી 31 વચ્ચે હળવા વરસાદી ઝાપટા પડે તેવી શકયતા આગાહિ કરવામા આવી છે.
અંબાલાલની આગાહિ
સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં વરસાદ પડે તેવી અંબાલાલ પટેલ ની આગાહિ.
અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે, ચીનના હોંગકોંગ તથા પૂર્વી ભાગમાં ચક્રવતી સીસ્ટમ સર્જાઇ છે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ચક્રવાત તરફ ખેંચાશે. અલનીનોની અસરથી હિંદ મહાસાગરનું હવામાન સાનુકુળ હોવા છતાં વરસાદ આવી રહ્યો નથી. પૂર્વીય દેશોના ચક્રવાતની ગતિવિધિ મંદ પડ્યા બાદ વેલમાર્ક લૉ પ્રેશર બનનાર છે. તેઓએ કહ્યું કે, સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં સારો વરસાદ થવાના સાનુકુળ સંજોગો છે. 13 સપ્ટેમ્બરથી ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી પડવાની શકયતાઓ છે. 25 ઓક્ટોબર સુધી આ ગરમી રહે તેવી શક્યતા છે.
આ પણ વાંંચો: ચંદ્રયાન લેન્ડીંગ વિડીયો: વિક્રમ લેન્ડરે મોકલ્યો લેન્ડીંગ નો ઓરીજનલ 2 મીનીટનો વિડીયો, ઓરીજનલ લેન્ડીંગ પ્રોસેસ નો વિડીયો અદભુત વિડીયો
જુન-જુલાઇમા પડયો હતો શ્રીકાર વરસાદ
ગુજરાતમાં જૂન અને જુલાઈ મહિનામાં ધોધમાર વરસાદ પડયો હતો. આ બે મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજાને ખમૈયા કહેવું પડે તેવી પરિસ્થિતિ ઉદ્દભવી હતી. જોકે, ઓગસ્ટ મહિનામાં મેઘરાજા મૂડમાં જ ન હોય એ રીતે વરસાદ બીલકુલ પડયો જ નથી અને છેલ્લા દોઢ મહિનાથી વરસાદ ખેંચાઇ રહ્યો છે. વરસાદનો ચોથો રાઉન્ડ ક્યારે શરૂ થશે તેની ખેડૂત વર્ગ સહિત તમામ લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. કેમ કે ઓગસ્ટ મહિનામાં શ્રાવણના સરવડાં અને હળવા ઝાપટા ને બાદ કરતા બીલકુલ વરસાદ પડયો જ નથી.
હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે કે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હાલ દેખાઇ નથી રહી. કારણ કે 31 ઓગસ્ટની આસપાસ હોંગકોંગ તરફની ચક્રવાતી સીસ્ટમ બંગાળના ઉપસાગરનો ભેજ ખેંચી લેશે. આનાથી ભારતનું ચોમાસું નબળું પડી રહ્યુ છે. આ સાથે 3 થી 4 સપ્ટેમ્બર બંગાળની ખાડીમાં ચક્રાવાત સર્જાઈને લો પ્રેશર સિસ્ટમ ઉદભવે તેવી શકયતાઓ છે.
અગત્યની લીંક
Post Views: 2