અંબાજી લાઇવ દર્શન: Ambaji Live Darshan: ભાદરવી પૂનમ મા મહામેળા નિમિતે યાત્રાધામ અંબાજી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. ભાદરવી પૂનમ ના આ મેળાનાં પ્રથમ દિવસે જ 2.75 લાખ ભક્તોએ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ 12 હજારથી વધુ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. ત્યારે હજુ વધુ ભક્તો દર્શને આવે તેવી શકયતા છે. અંબાજી મંદિરના લાઇવ દર્શન માટેની લીંક મૂકેલી છે. ઘરેબેઠા અંબાજી મંદિરના દર્શન નિ લાભ લઇ શકસો.
અંબાજી લાઇવ દર્શન
ગુજરાત મા આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તા. 23 થી 29 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો ચાલશે. મેળાનો પ્રારંભ થયો હતો. ત્યારે આ મહામેળાની ગણતરી માત્ર ગુજરાત જ નહી પરંતું દેશભરમાં ભરાતા મોટા મેળાઓમાં કરવામા આવે છે અને લાખો ભક્તો જય જય અંબે ના નાદ સાથે માતાજીના દર્શને જતા હોય છે. તેમજ આ મેળામાં દર વર્ષે લાખો શ્રાદ્ધાળુઓ મા અંબાનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. અરવલ્લીની ગિરિમાળાઓ જય જય અંબેના નાદથી ગુંજી ઊઠે છે.
આ પણ વાંચો: Vande Bharat Train: ગુજરાત મા વન્દે ભારત ટ્રેન ની શરૂઆત, જામનગર થી અમદાવાદ નુ ભાડા નુ લીસ્ટ
આ વર્ષે મેળાનાં પ્રથમ દિવસે જ 2.75 લાખ ભક્તોએ માતાનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. જ્યારે 12 હજારથી વધુ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. આ વર્ષે મુસાફરો ને આવવા જવા મા તકલીફ ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ 1.48 લાખથી વધુ બોક્સ પ્રસાદનું વિતરણ કરવામા આવ્યુ હતુ.
પ્રસાદ વિતરણ માટે ડીઝીટલ વ્યવસ્થા
ભાદરવી પૂનમ ના મેળામા લાખો ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. આ મેળામા મોહનથાળ ના પ્રસાદનુ અનેરૂ મહ્ત્વ હોય છે. ત્યારે ભક્તો ને પ્રસાદ લેવામા અગવડતા ન પડે અને ધક્કામુક્કી ન થાય તે માટે આ વખતે અનેરી વ્યવસ્થા ગોઠવવામા આવી છે. જેમા પ્રસાદ મેળવવા માટે મશીન મૂકવામા આવેલ છે. જેમા પ્રસાદ સીલેકટ કરી તેનુ ડીઝીટલ પેમેન્ટ કરતા તરત પ્રસાદ મળી જાય છે. તેથી ભક્તો ને અગવડતા પડતી નથી અને ધક્કા મુક્કી પણ થતી નથી.
અગત્યની લીંક
Post Views: 3