ભારતના વડાપ્રધાનોની યાદી અને ભારતના વડાપ્રધાનો વિશે ટૂંકમાં પરિચય જવાહરલાલ નેહરુ ગુલઝારીલાલ નંદા (કાર્યકારી) લાલ બહાદુર શાસ્ત્રી ઈન્દિરા ગાંધી
ભારતના વડાપ્રધાનોની યાદી
ક્રમ | વર્ષ | નામ |
1 | 1947-1964 | જવાહરલાલ નેહરુ |
2 | 1964-1964 | ગુલઝારીલાલ નંદા (કાર્યકારી) |
3 | 1964-1966 | લાલ બહાદુર શાસ્ત્રી |
4 | 1966-1966 | ગુલઝારીલાલ નંદા (કાર્યકારી) |
5 | 1966-1977 | ઈન્દિરા ગાંધી |
6 | 1977-1979 | મોરારજી દેસાઈ |
7 | 1979-1980 | ચૌધરી ચારણ સિંહ |
8 | 1980-1984 | ઈન્દિરા ગાંધી |
9 | 1984-1989 | રાજીવ ગાંધી |
10 | 1989-1990 | વિશ્વનાથ પ્રતાપ સિંઘ |
11 | 1990-1991 | ચંદ્ર શેખર |
12 | 1991-1996 | પામુલપાર્થી વેકંટ નરસિંહા રાવ |
13 | 1996-1996 | અટલ બિહારી વાજપેયી |
14 | 1996-1997 | એચ. ડી. દેવે ગોવડા |
15 | 1997-1998 | ઇન્દ્ર કુમાર ગુજરાલ |
16 | 1998-1999 | અટલ બિહારી વાજપેયી |
17 | 1999-2004 | અટલ બિહારી વાજપેયી |
18 | 2004-2014 | મનમોહન સિંહ |
19 | 26 મે 2014 થી…. | નરેન્દ્ર મોદી |
ભારતના વડાપ્રધાનો વિશે ટૂંકમાં પરિચય
જવાહરલાલ નહેરુ
- ભારતના પ્રથમ વડાપ્રધાન અને હોદ્દાની રૂએ આયોજન પંચના પ્રથમ અધ્યક્ષ હતા.
- સૌથી વધુ સમય સુધી વડાપ્રધાન પદે રહ્યા હતા.
- હોદ્દા પર અવસાન થયું હોય તેવા પ્રથમ વડાપ્રધાન હતા.
- તેમના સમયગાળામાં ભારતમાં પંચાયતી રાજની શરૂઆત
- વિશ્વના દેશો સમક્ષ સૌપ્રથમ બિનજોડાણવાદી નીતિ રજુ કરી હતી.
- તેમના જન્મદિવસ ૧૪ નવેમ્બરને ‘બાલ દિન’ તરીકે મનાવવામાં આવે છે.
- યમુના નદીના કિનારે ‘શાંતિવન’ તેમનું સમાધિસ્થળ છે.
- તેમને ‘આરામ હરામ હૈ’ નું સૂત્ર આપ્યું હતું.
ગુલઝારીલાલ નંદા (કાર્યકારી)
- જવાહરલાલ નેહરુનું અવસાન થતા સૌપ્રથમ કાર્યકારી વડાપ્રધાન બન્યા.
- ઈ.સ.૧૯૬૬માં લાલબહાદુર શાસ્ત્રીનું અવસાન થતા બીજી વખત કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા. ‘ભારત રત્ર’ મેળવનાર સૌથી મોટી ઉંમરના વડાપ્રધાન હતા.
લાલબહાદુર શાસ્ત્રી
- મરણોપરાંત ‘ભારત રત્ન’ મેળવનાર પ્રથમ વડાપ્રધાન હતા.
- લાલબહાદુર શાસ્ત્રીના સમયગાળા દરમિયાન ભારત અને એશિયા વચ્ચે ‘તાસ્કંદ કરાર’ થયા હતા.
- લાલબહાદુર શાસ્ત્રી ક્રિકેટ સ્ટેડિયમ હૈદરાબાદમાં આવેલું છે.
- લાલબહાદુર શાસ્ત્રી એરપોર્ટ વારાણસીમાં આવેલું છે.
- તેમના કાર્યકાળ દરમિયાન એન.ડી.ડી.બી.ની સ્થાપના થઇ હતી.
- તેમણે ‘જય જવાન, જય કિસાન’નો નારો આપ્યો હતો.
- લાલબહાદુર શાસ્ત્રી આઈ.એ.એસ. ટ્રેનિંગ સેન્ટર મસૂરી (ઉતરાખંડ)માં આવેલું છે.
- તેમનું સમાધિ સ્થળ ‘વિજયઘાટ’ તરીકે ઓળખાય છે જે દિલ્લીમાં આવેલું છે.
ઇન્દિરા ગાંધી
- ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા.
- તેમણે દેશમાં સૌપ્રથમ વખત કટોકટી લાદી હતી.
- સૌપ્રથમ ‘ભારત રત્ન’ મેળવનાર સ્ત્રી વડાપ્રધાન હતા.
- ભારતમાં પ્રથમ વખત હત્યા થઇ હોય તેવા વડાપ્રધાન હતા.
- તેમણે ‘ભારત રત્ન’ પુરસ્કાર પર પ્રતિબંધ લગાવ્યો હતો.
- તેમના શાસનકાળમાં બંધારણમાં સૌથી વધારે સુધારા કરવામાં આવ્યા હતા.
- ઈ.સ.૧૯૭૧માં બાંગ્લાદેશની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
- ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ નવી દિલ્લીમાં આવેલું છે.
- ઈ.સ.૧૯૬૯માં ૧૪ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.
- ભારત અને પાકિસ્તાન વચ્ચે ‘શિમલા કરાર’ થયા હતા.
- ઈ.સ.૧૯૮૪માં પંજાબના સુવર્ણમંદિરમાં ઘુસેલા આતંકવાદીઓનો ખાત્મો કરવા ઓપરેશન બ્લ્યુ સ્ટાર’ચલાવ્યું હતું.
- દિલ્લી ખાતે આવેલ ‘શક્તિ સ્થળ’ તેનું સમાધિ સ્થળ છે.
મોરારજી દેસાઈ
- પોતાની હોદ્દાની મુદત પૂરી થતા પહેલા રાજીનામું આપ્યું હતું.
- દેશના પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન હતા.
- તેમનો જન્મ વલસાડ જિલ્લાના માડેલી ગામમાં થયો હતો.
- મોરારજી દેસાઈના શાસનકાળમાં લોકસભાની મુદત ૬ વર્ષમાંથી ઘટાડીને ૫ વર્ષ કરવામાં આવી હતી.’અભય બનો, નીડર બનો’નું સૂત્ર આપ્યું હતું.
- ‘નિશાન એ પાકિસ્તાન’ એવોર્ડ મળ્યો હતો.
- ‘ભારત રત્ન’ પુરસ્કાર મળ્યો હતો.
- અમદાવાદ ખાતે ‘અભયઘાટ’ તેમનું સમાધિ સ્થળ છે.
ચૌધરી ચરણસિંહ
- ભારતમાં લઘુમતી સરકારના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા.
- ચૌધરી ચરણસિંહે સંસદનો એકપણ વખત સામનો કર્યો ન હતો.
- ચૌધરી ચરણસિંહે લોકસભાનું સત્ર પૂરું થાય તે પહેલા રાજીનામું આપ્યું હતું.
- ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લખનૌમાં આવેલું છે.
- તેમના જન્મ દિવસ ૨૩ ડીસેમ્બરને ‘રાષ્ટ્રીય ખેડૂત દિવસ’ તરીકે મનાવવામાં આવે છે.
રાજીવ ગાંધી
- તેઓ સૌથી નાની ઉમરે વડાપ્રધાન બન્યા હતા.
- તેમના સમયમાં મતદારની ઉંમર ૨૧ વર્ષમાંથી ઘટાડીને ૧૮ વર્ષની કરવામાં આવી હતી. પક્ષપલટા વિરોધી ધારો – ૧૯૮૫ તેમના સમયમાં ઘડાયો હતો.
- ઈ.સ.૧૯૯૧માં ‘ભારત રત’ એનાયત થયો હતો.
- ‘વીરભૂમિ’ તેમનું સમાધિસ્થળ છે.
વિશ્વનાથ પ્રતાપસિંહ
- ભારતીય સંસદમાં સૌપ્રથમ વિશ્વાસનો મત ન મેળવી શકનાર વડાપ્રધાન હતા.
ચંદ્રશેખર
- સમાજવાદી જનતા પાર્ટીના પ્રથમ વડાપ્રધાન હતા.
પી.વી.નરસિંહરાવ (પામુલપાર્થી વેકંટ નરસિંહા રાવ)
- ભારતીય અર્થતંત્ર સુધારાના પિતા તરીકે ઓળખાય છે.
- ઈ.સ.૧૯૯૨માં બાબરી મસ્જિદ ધ્વંસ સમયે વડાપ્રધાન હતા.
- તેમના સમયગાળામાં ઈ.સ.૧૯૯૨માં ઉદારીકર૪, ખાનગીકરણ અને વૈશ્વિકાની નીતિ લાગુ કરાઈ.
અટલ બિહારી વાજપેયી
- તેઓ ‘કવિ હૃદયી’ નેતા હતા.
- સૌથી ઓછા સમય ૧૩ દિવસ સુધી વડાપ્રધાનપદે રહી ચૂકયા હતા.
- ફક્ત એક જ મતથી વિશ્વાસનો મત હારી ગયા હતા.
- તેમણે જનસંઘનું નામ બદલીને ‘ભાજપ’ કરી નાખ્યું હતું.
- ૧૯૯૮માં રાજસ્થાનના પોખરણમાં અણુધડાકા કરાયા હતા.
- ઈ.સ.૧૯૯૯માં પાકિસ્તાન સામેના કારગિલ યુદ્ધમાં ‘ઓપરેશન વિજય’ ચલાવી જીત મેળવી.
- ૨૦૦૧માં સંસદ પર હુમલો અને ૨૦૦૨માં ગોધરાકાંડ વખતે તેઓ વડાપ્રધાન પદે હતા.
- ૨૦૦૧માં ‘સર્વશિક્ષા અભિયાન’ની શરૂઆત કરી હતી.
- સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હિન્દીમાં ભાષણ કરનાર પ્રથમ વડાપ્રધાન હતા.
એચ. ડી. દેવે ગોવડા
- કર્ણાટકના મુખ્યમંત્રી પદે રહી ચુક્યા હતા. ‘ધરતીપુત્ર’ તરીકે ઓળખાય છે.
ઇન્દ્ર કુમાર ગુજરાલ (આઈ.કે.ગુજરાલ )
- ૧૯૮૦માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી જનસંઘમાં જોડાયા હતા.
- પાડોશી દેશો સાથે સારો વ્યવહાર કરવા ‘ડોક્ટાઇન થિયરી’ આપી હતી.
ડો.મનમોહનસિંહ
- ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર રહી ચુક્યા છે.
- આયોજન પંચના ઉપાધ્યક્ષ રહી ગયા છે .
- પી.વી.નરસિંહરાવની સરકારમાં નાણામંત્રી રહી ચૂકયા છે.
- રાજ્યસભામાં આસામથી ચૂંટાય છે. ઈ.સ.૨૦૦૫માં સેલ્સ ટેક્સના સ્થાને વેલ્યુ એડેટ ટેક્સ – VAT ની શરૂઆત કરી.
- તેમના સમયગાળામાં જ આધાર કાર્ડ યોજના દાખલ થઇ હતી. વિશ્વમાં સૌથી મોટી યોજના ‘ખાદ્ય સુરક્ષા ધારો’ પસાર કર્યો હતો.
- કોલસા કૌભાંડ, ટુ-જી, કોમનવેલ્થ તેમના સમયગાળામાં થયું હતું.
નરેન્દ્ર દામોદરદાસ મોદી
- તેમનો જન્મ વડનગરમાં થયો હતો. ત્રીજા ગુજરાતી વડાપ્રધાન બન્યા હતા. તેમના શાસનકાળમાં બ્રિકસ બેક’ની સ્થાપનાની જાહેરાત થઇ હતી.
- ૧ લાખ કરોડ રૂ.ના કાર્યક્રમ’ડીજીટલ ઇન્ડિયા’ને મંજૂરી આપી હતી.
- ૩૦ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ ‘જન ધન યોજના’નો પ્રારંભ કર્યો.