પ્રાથમિક શાળાઓમા આવી જ્ઞાનસહાયક શિક્ષકોની મોટી ભરતી, પગાર ધોરણ રૂ.21000;gyansahayak.ssgujarat.org

પ્રાથમિક જ્ઞાનસહાયક ભરતી: જ્ઞાન સહાયક ભરતી: gyansahayak.ssgujarat.org: રાજ્યની પ્રાથમિક શાળાઓમા હાલ પ્રાથમિક શિક્ષકોની મોટાપાયે ઘટ છે. આ ઘટ ને પુરી કરવા માટે અગાઉ શિક્ષણ વિભાગ તરફથી પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરવાની યોજના અમલમા હતી. પ્રવાસી શિક્ષકોને બદલે 11 માસના કરાર આધારીત જ્ઞાનસહાયક શિક્ષકોની નિમણૂંક કરવા માટે શિક્ષણ વિભાગ તરફથી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે.

પ્રાથમિક જ્ઞાનસહાયક ભરતી

ભરતી સંસ્થા શિક્ષણ વિભાગ ગાંધીનગર
કાર્યક્ષેત્ર રાજયની પ્રાથમિક શાળાઓ
જગ્યાનુ નામ જ્ઞાન સહાયક
વર્ષ 2023
અરજી મોડ ઓનલાઇન
નોકરીનું સ્થળ ગુજરાત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1-9-2023 થી 11-9-2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક gyansahayak.ssgujarat.org

પ્રાથમિક જ્ઞાનસહાયક ભરતી

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક)’માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (પ્રાથમિક)’ ની જગ્યાના કરાર બાબત.

માસિક ફિક્સ મહેનતાણું:: રૂ. ૨૧,૦૦૦/-

વય મર્યાદા

૧ જ્ઞાન સહાયક (પ્રાથમિક) ૪૦ વર્ષ ગુજરાત રાજયની સરકાર અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ‘‘જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક)’ માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત ‘જ્ઞાન સહાયક (પ્રાથમિક)” ની જગ્યાઓની ભરતી માટે પસંદગીયાદી તૈયા૨ ક૨વા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે.

ઉમેદવારે ઓન-લાઈન અરજી http://gyansahayak.ssgujarat.org વેબસાઈટ પર જઈ ક૨વાની ૨હેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબ સાઈટ પર મૂકેલ ઉકત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.

ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફસ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.

  • ઓન-લાઈન અરજી કરવાની તારીખ : ૦૧/૦૯/૨૦૨૩ (૧૪:૦૦ કલાકથી શરૂ)
  • ઓન-લાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૧૧/૦૯/૨૦૨૩ (૨૩:૫૯ કલાક સુધી)

આ ભરતી માટે ની ડીટેઇલ જાહેરાત ની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની પ્રક્રિયા, સીલેકશન પ્રોસેસ વગેરે બાબતો ઓફીસીયલ વેબસાઇટ પર ડીટેઇલ ભરતી જાહેરાત અપલોડ કરવામા આવશે.

અગત્યની લીંક

પ્રાથમિક જ્ઞાનસહાયક ભરતી
પ્રાથમિક જ્ઞાનસહાયક ભરતી


Post Views: 2

Leave a Comment