Gold Price: આજના સોના ના ભાવ: સોના ચાંદિને સલામત રોકાન ગણવામા આવે છે. લોકો લગ્ન જેવા પ્રસંગોમા સોના ના ઘરેણા ખરીદવાનો વધુ આગ્રહ રાખતા હોય છે. સોના ચાંદિના ભાવ દરરોજ બદલતા રહે છે. હાલ સોનાના ભાવમા થોડી નરમાઇ ચાલી રહિ છે. સોનુ ખરીદવાનુ આયોજન કરી રહ્યા હોય તો આ સારી તક છે. ચાલો જાણીએ આજે સોનાના ભાવ શું ચાલી રહ્યા છે.
Gold Price
અઠવાડિયાના પહેલા દિવસે 10 જુલાઈના રોજ બુલિયન માર્કેટમાં જોરદાર એક્શન જોવા મળી રહ્યુ છે. MCX પર સોના અને ચાંદી ના ભાવમાં નરમાઈ છે. 10 ગ્રામ સોનાનો ભાવ 142 રૂપિયા જેટલો ઘટીને 58640 રૂપિયા જેટલો છે. જ્યારે એ જ રીતે ચાંદીનો ભાવ પણ ઘટી રહ્યો છે. MCX પર ચાંદીનો ભાવ જોઇએ તો 209 રૂપિયા ઘટીને 71101 રૂપિયા પ્રતિ કિલો જેટલો નોંધાયો છે. જો કે શરાફા બજારમાં ભાવ વધેલો જોવા મળી રહ્યો છે. આજે બે દિવસ બાદ સોનાના જે નવા ભાવ જાહેર થયા તેમાં 62 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને હાલ ભાવ 58648 રૂપિયા 10 ગ્રામ ના જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: Gold Price in 1963: 60 વર્ષ મા એટલો વધ્યો સોનાનો ભાવ, તમે પણ કહેશો મારા દાદાએ સોનુ ખરીદ્યુ હોત તો કરોડપતિ હોત
ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો ભાવ
ઈન્ટરનેશનલ માર્કેટમાં સોના અને ચાંદીનો ભાવ જોઇએ તો તેમા સામાન્ય ઘટાડો નોંધાયો છે. કોમેક્સ પર સોનાનો ભાવ 1927 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 23.23 ડોલર પ્રતિ ઔંસ જેટલો છે. જેની પાછળનું કારણ ડોલરમાં તેજી, બોન્ડ યીલ્ડમાં ઘટાડો અને અમેરિકી જોબ ડેટાની અસર કહિ શકાય.
દિવાળી સુધીમાં સોનુ કેટલે પહોંચવાની ધારણા છે ?
ઝી બિઝનેસના રિપોર્ટમાં LKP સિક્યુરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ ના મત મુજબ જોઇએ તો વર્તમાન રેટ પર સોનામાં ખરીદી વધવાની શકયતા છે. દિવાળી સુધીમાં ફરી મોટી તેજી આવવાની આશા છે. દિવાળી સુધીમાં સોનું 62500 સુધી પહોંચવાની સંભાવના રહેલી છે. આ ઓલ ટાઈમ હાઈની નજીક નો ભાવ છે. જો ફેડરલ રિઝર્વનું વલણ થોડું ઢીલું જોવા મળશે તો ડોલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં નરમાઈ આવવાની સંભાવના છે. પરિણામે સોનું 64500 રૂપિયા સુધી પણ પહોંચવાની સંભાવના છે.
આ પણ વાંચો: Pan Card Status: 1 જુલાઇ બાદ તમારૂ પાન કાર્ડ વેલીડ છે કે કેમ ? ચેક કરો આસાન સ્ટેપથી
મિસ્ડ કોલથી જાણો સોના ના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે સોના ચાંદિના રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 નંબર પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને મેસેજ દ્વારા સોના ચાંદિના લેટેસ્ટ ભાવ મોકલવામા આવશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.co વેબસાઇટ પન ચેક કરી શકો છો.
- Gold Price Today in ahmedabad
- Gold Price Today in Rajkot
- Gold Price Today in Surat
- Gold Price Today in Baroda
- Gold Price Today in Bhavnagar
- Gold Price Today in Junagadh
- Gold silver Price Today in Jamnagar
આજના સોનાના ભાવ
Ibja.co પર આજના સોનાના લેટેસ્ટ ભાવ નીચે મુજબ છે.
- 22 કેરેટ ના 1 ગ્રામના રૂ. 5759
- 20 કેરેટ ના 1 ગ્રામના રૂ. 5252
- 18 કેરેટ ના 1 ગ્રામના રૂ. 4780
અગત્યની લીંક
મિસ્ડ કોલથી સોના ચાંદિના દરરોજના ભાવ જાણવા માટે નંબર શું છે ?
સોના ચાંદિના લેટેસ્ટ ભાવ જાણવા માટે વેબસાઇટ કઇ છે ?
Post Views: 2,930