Healthy Blood Pressure: જાણો ઉંમર અનુસાર બ્લડ પ્રેશરનું પ્રમાણ કેટલું હોવું જોઇએ, ચાર્ટથી જુઓ માહિતી

Healthy Blood Pressure: આજકાલ લોકોમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા સામાન્ય બની ગઈ છે. બ્લડ પ્રેશર હાઈ હોય કે લો હોય બંને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. બ્લડ પ્રેશર હંમેશાં વધતું-ઘટતું રહે છે. પરંતુ લોકોને ખબર નથી હોતી કે તેમના માટે કેટલું બ્લડ પ્રેશર કેટલું સામાન્ય છે. દરેક વ્યક્તિએ તેમની ઉંમર અનુસાર બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રાખવું જોઇએ. તો ચાલો આજે જાણીએ ઉંમર અનુસાર તમારું બ્લડ પ્રેશર કેટલું હોવું જોઇએ અને તેને નિયંત્રણમાં કેવી રીતે રાખી શકાય.

આપણા શરીરના બ્લડ પ્રેશર જેને આપણે ટૂંકમા બી.પી. કહિએ છીએ તે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. બ્લડ પ્રેશરના આદર્શ માપ અક્રતા તે ઓછુ હોય તો પણ નુકશાનકારક છે અને વધુ હોય તો પણ શરીર માટે નુકશાનકારક છે. આજકાલ લોકોમા હાઇલ બ્લડ પ્રેશર કે લો બ્લડ પ્રેશર ની ખૂબ જ તકલીફો જોવા મળે છે ? ચાલો જાણીએ બ્લડ પ્રેશર શું છે અને તેનુ માપ ઉંમર મુજબ ખરેખર કેટલુ હોવુ જોઇએ તે માહિતી Healthy Blood Pressure માથી મેળવીએ.

બ્લડ પ્રેશર શું છે?

રક્તવાહિનીઓ પર પડતાં લોહીનાં દબાણને બ્લડ પ્રેશર કહેવાય છે. હાઈ બ્લડ પ્રેશરમાં લોહીનું દબાણ વધુ અને લોમાં ઓછું થઈ જાય છે. હાઈ અથવા લો બંને પ્રકારના બ્લડ પ્રેશરમાં તરત જ સારવાર કરાવવી જરૂરી બની જાય છે.

જાણો ઉંમર અનુસાર બ્લડ પ્રેશરનું પ્રમાણ કેટલું હોવું જોઇએ

Healthy Blood Pressure સામાન્ય બ્લડ પ્રેશર 120/80 સુધી માનવામાં આવે છે. પરંતુ બાળકોમાં નોર્મલ બ્લડ પ્રેશરની સ્થિતિ હંમેશાં બદલાતી રહે છે કારણ કે, જેમ-જેમ તેમની ઉંમર વધતી જાય છે તેમ-તેમ તેમનું બ્લડ પ્રેશર વધવા-ઘટવા લાગે છે.

Healthy Blood Pressure

  • 15થી 24 વર્ષ સુધી: 15થી 18 વર્ષની ઉંમરમાં પુરુષોમાં 117-77mmHg અને મહિલાઓમાં 120-85mmHg સુધીનું બ્લડ પ્રેશર હોવું જોઇએ. જો તમારી ઉંમર 19થી 24 વર્ષ છે તો પુરુષોમાં 120-79mmHg અને મહિલાઓમાં 120-79mmHg સુધીનું બ્લડ પ્રેશર હોવું જોઇએ. (Healthy Blood Pressure)
  • 25થી 29 વર્ષ સુધી: 25થી 29 વર્ષની ઉંમરમાં પુરુષોનું બ્લડ પ્રેશર 120-80mmHg અને મહિલાઓનું બ્લડ પ્રેશર 120-80mmHg સુધી હોવું જોઇએ.
  • 30થી 39 વર્ષ સુધી: આ ઉંમરમાં હાઈ અને લો બ્લડ પ્રેશરની સમસ્યા સૌથી વધારે હોય છે. તેથી તમારે સૌથી વધુ કાળજી લેવી જોઇએ. 30થી 39 વર્ષની ઉંમરમાં પુરુષોનું બ્લડ પ્રશર 122-81mmHg અને મહિલાઓનું બ્લડ પ્રેશર 123-82mmHg સુધી હોવું જોઇએ. જ્યારે 36થી 39 વર્ષના પુરુષોમાં બ્લડ પ્રેશર 123-82mmHg અને મહિલાઓમાં 124-83mmHg સુધી હોવું જોઇએ.
  • 40થી 49 વર્ષ સુધી: જો તમારી ઉંમર 40થી 45 વર્ષની વચ્ચે છે તો પુરુષોમાં સામાન્ય બ્લડ પ્રેશર 124-83mmHg અને મહિલાઓમાં 125-83mmHg સુધી હોવું જોઇએ. 46થી 49 વર્ષની ઉંમરમાં પુરુષોનું બ્લ્ડ પ્રેશર 126-84mmHg અને મહિલાઓનું બલ્ડ પ્રેશર 127-84mmHg સુધી હોવું જોઇએ.
  • 50થી 55 વર્ષ સુધી: આ ઉંમરે પણ તમારે હાઈ અને લો બવ્ડ પ્રેશરનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. 50થી 55 વર્ષની ઉંમરમાં પુરુષોમાં બ્લડ પ્રેશર 128-85mmHg અને મહિલાઓમાં 129-85mmHg સુધી નોર્મલ બ્લડ પ્રેશર હોવું જરૂરી છે.
  • 56થી 59 વર્ષ સુધી: 56થી 59 વર્ષની ઉંમરમાં પુરુષોનું નોર્મલ બ્લડ પ્રેશર 131-37mmHg સુધી હોય છે. જ્યારે આ ઉંમરમાં મહિલાઓનું નોર્મલ બ્લડ પ્રેશર 130-86mmHg સુધી હોવું જોઇએ.
  • 60 વર્ષથી વધુ ઉંમર : ધરાવતા લોકો માટે 60 કે તેથી વધુ ઉંમર ધરાવતા પુરુષોમાં બ્લડ પ્રેશર 135-88mmHg અને મહિલાઓમાં 134-84mmHg સુધી હોવું જોઇએ.
Healthy Blood Pressure

બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવાની ટિપ્સ

  • પ્રોસેસ્ડ ફૂડની જગ્યાએ આખા અનાજનો ખોરાક લો. પરંતુ બજારમાં તે ખરીદતી વખતે તેનું ન્યૂટ્રિશન લેબલ અને સોડિયમની માત્રા ચોક્કસ તપાસી લેવી.
  • આહારમાં દૂધ, દહીં, ઘરેલુ વસ્તુઓ અને અન્ય લો ફેટ ફૂડ્સ સામેલ કરો.
  • દૈનિક આહારમાં ઓછામાં ઓછાં 2 ફળો અને શાકભાજી ખાઓ. પાંદડાવાળાં શાકભાજી, બ્રોકોલી, બ્લુબેરી, તરબૂચ, કેળું વગેરે લો. લસણ હૃદય માટે બહુ લાભદાયક હોય છે. તે ખાવાથી રક્ત પરિભ્રમણ યોગ્ય થાય છે અને હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે.
  • જો તમારું બ્લડ પ્રેશર સવારે વધી જાય તો તરત જ 1 ગ્લાસ ગાજરનો જૂસ પી લો.
  • હાઈ બ્લડ પ્રેશરને કન્ટ્રોલમાં કરવા અડધા ગ્લાસ પાણીમાં લીંબુનો રસ નિચોવી દર 2 કલાકે પીઓ.

Healthy Blood Pressure; બ્લડ પ્રેશરની બીમારી એ આજકાલ સામાન્ય બીમારી બની ગઇ છે. જો તમારૂ બ્લડ પ્ર્શર પણ ઉપર આપેલા Healthy Blood Pressure કરતા વધુ કે ઓછુ રહેતુ હોય એટલે કે High Blood pressure કે Low Blood Pressure રહેતુ હોય તો ડોકટરની સલાહ ઉજબ સારવાર કરવી જોઇએ.

Leave a Comment