Moon Image: Mission Moon: Lunar Orbit: ઇસરોએ 14 જુલાઇએ ચંદ્રયાન-3 નુ સફળતાપૂર્વક લોંચીંગ કર્યુ હતુ. ચંદ્રયાન તેની નિર્ધારીત ગતિ મુજબ ચંદ્ર તરફ આગળ વધી રહ્યુ છે અને 23 ઓગષ્ટે ચંદ્ર પર સોફટ લેન્ડીંગ કરવાની સાથે ભારત અને ઇસરો ઇતિહાસ રચનાર છે. ચંદ્ર પર પોતાનુ યાન સ્થાપિત કરનાર ભારત વિશ્વમા 4 થો દેશ બનશે. ભારત સહિત સમગ્ર વિશ્વની નજર આ મિશન મૂન એટલે કે ચદ્રયાન-3 પર છે. ભારતના ઇસરોના વૈજ્ઞાનીકોએ સપૂર્ણ વસ્તુઓથી બનાવેલ આ ચંદ્રયાન ચંદ્ર પર સ્થાપિત થવાની સાથે ભારત અવકાશ સંશોધન મા ઘણુ આગળ વધશે.
Moon Image
ચંદ્ર ની ભ્રમણકક્ષા મા પહોંચતાની સાથે જ ચંદ્રયાનમા રહેલા અતિઆધુનીક કેમેરાથી લીધેલા વિડીયો અને ઈમેજ ઇસરો એ થોડાદિવસો પહેલા શેર કર્યા હતા. ત્યારે ફરી એક વખત ચંદ્રની નજીક પહોંચતા જ ચંદ્રયાનના અતિઆધુનીક કેમેરાથી વિડીયો અને ઈમેજ કેપ્ચર કર્યા છે. ઇસરો એ આ નવા વિડીયો અને ઈમેજ સોશીયલ મીડીયા ટવીટર પર શેર કર્યા છે. જેને અત્યાર સુધીમા લાખો લોકો જોઇ ચૂક્યા છે.
આ પણ વાંચો: ચંદ્રયાન લેન્ડીંગ: આ તારીખે ચંદ્રયાન સોફટ લેંડીંગ કરશે ચંદ્ર પર, કેટલે પહોંચ્યુ ચંદ્રયાન
- ચંદ્રયાન-3 મિશન હવે ચંદ્રની ખૂબ નજીક પહોંચી ગયુ છે.
- ISRO દ્વારા આ અદભુત વીડિયો અને ઈમેજ શેર કરવામાં આવ્યા છે.
- લેન્ડરમાં રહેલા અત્યાધુનિક કેમેરા દ્વારા લેવામા આવેલા આ અદભુત વિડીયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
Chandrayaan-3 Mission:
The Lander Module (LM) health is normal.LM successfully underwent a deboosting operation that reduced its orbit to 113 km x 157 km.
The second deboosting operation is scheduled for August 20, 2023, around 0200 Hrs. IST #Chandrayaan_3#Ch3 pic.twitter.com/0PVxV8Gw5z
— ISRO (@isro) August 18, 2023
Mission Moon
સમગ્ર ભારત દેશ માટે ગર્વ ગણાતું ચંદ્રયાન-3 મિશન હવે ચંદ્રની માત્ર 30 કિમી જ દૂર હોવાનું વૈજ્ઞાનીકો દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને ૨૩ ઓગસ્ટે ભારતીય સમય મુજબ સાંજે 5 થી 6:00 વાગ્યાના સમયગાળા ચંદ્રયાનનુ લેન્ડીંગ થાય તેવું અનુમાન લગાવાઇ રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે ISRO દ્વારા ચદ્રયાનના અતિઆધુનિક કેમેરાથી ચંદ્રની નજીકથી લીધેલ અદભુત વીડિયો અને ઈમેજ શેર કરવામાં આવ્યો છે. જેમાં લેન્ડરમાં રહેલા અત્યાધુનિક કેમેરા દ્વારા ચંદ્રની તસવીરો અને વીડિયો ચંદ્રયાન દ્વારા લેવામા આવ્યા છે જેને ઈસરો દ્વારા તેના ઓફીસીયલ ટવીટર પર શેર કરવામાં આવ્યા છે.
Chandrayaan-3 Mission:
🌖 as captured by the
Lander Position Detection Camera (LPDC)
on August 15, 2023#Chandrayaan_3#Ch3 pic.twitter.com/nGgayU1QUS— ISRO (@isro) August 18, 2023
Lunar Orbit
ચંદ્રયાન-3 ના સફલ લોંચીંગ બાદ ઇસરો મિશન ચંદ્રયાન બાબતે એક પછી એક સફઍળ્તાઓ મેળૅવતુ જાય છે. ઇસરો શુક્રવારે એક મોટી સફળતા મેળવી છે. લેંડર મોડ્યૂલ, પ્રોપલ્શન મોડ્યૂલથી બપોરે 1.15 મિનિટ પર સફળતાપૂર્વક અલગ થઈ ગયું છે. આ બાદ હવે લેંડર એકલુ ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. લેંડર હાલમાં 113 x157 કિ.મી ચંદ્રની કક્ષામાં પ્રદક્ષિણા કરી રહ્યું છે. ઈસરોએ કહ્યું છે કે શુક્રવારે સાંજે 4 વાગ્યે લેંડરને ડિબૂસ્ટ કરવામાં આવનાર છે.
અગત્યની લીંક
ચંદ્રયાન-3 ચંદ્ર પર ક્યારે સોફટ લેન્ડીંગ કરનાર છે ?
ચંદ્રયાન-3 ક્યારે લોન્ચ કરવામા આવ્યુ હતુ ?
Post Views: 608