બદામના ફાયદા:Benefits of almond: બદામ ને આયુર્વેદમા ખૂબ જ ફાયદાકારક માનવામા આવે છે. બદામ મા વિટામિન ઈ, ઓમેગા 3 ફેટી એસિડ અને ફાઇબર એવા તત્વો ભરપૂર હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો ના મત મુજબ બદામનું સેવન કરવું શરીર માટે સુપર ફૂડ ગણી શકાય. કારણ કે તે પ્રોટીનથી ભરપૂર હોય છે અને તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.
આ સિવાય બદામ ખાવાથી બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહે છે. જે લોકોને બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય તેમણે પણ બદામ ખાવી જોઈએ. બદામ ખાવાથી શરીરના સ્નાયુઓ પણ બરાબર રીતે કામ કરતા રહે છે.
ટૂંકમાં કહીએ તો બદામ ખાવી સ્વાસ્થ્ય માટે દરેક રીતે ફાયદાકારક છે પરંતુ મોટાભાગના લોકોના મનમાં કન્ફ્યુઝન એ વાતનું હોય છે કે બદામ ખાવી કઈ રીતે ? એટલે કે બદામને કાચી ખાવી કે તેને પલાળીને તેને ખાવાથી વધારે લાભ થાય છે ? આજે બદામના ફાયદા લેખમા ચર્ચા કરીએ અને જણાવીએ કે કઈ બદામ ખાવાથી સ્વાસ્થ્યને વધુ લાભ થાય છે.
આ પણ વાંચો: માટલાનુ પાણી પીવાના ફાયદાઓ
બદામના ફાયદા
પલાળેલી બદામ ખાવાના ફાયદા
બદામના ફાયદા ની વાત કરીએ તો તેને ખાવાથી ઘણા ફાયદા થાય છે.
- બદામને પલાળીને ખાવાથી પાચનતંત્ર પણ સારું રહે છે. બદામ ને પલાળી રાખવાથી તેમાંથી એન્ઝાઈમ નામનુ તત્વ નીકળે છે જે પાચન માટે ફાયદાકારક છે.
- બદામમાં મોનોસેક્યુરેટેડ ફેટ હોય છે જે ભૂખ ઉપર કંટ્રોલ રાખે છે. પલાળેલી બદામ ખાવાથી લાંબો સમય સુધી પેટ ભરેલું રહે છે અને તેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.
- પલાળેલી બદામ હૃદય માટે પણ ઉપયોગી છે તે બેડ કોલેસ્ટ્રોલ ને ઓછું કરે છે અને ગુડ કોલેસ્ટ્રોલ ને વધારે છે.
- પલાળેલી બદામમાં વિટામિન ઈ એક એન્ટિઓક્સિડન્ટ તરીકે કામ કરે છે જે ત્વચા માટે પણ લાભકારી છે. તેનાથી શરીરના સોજા પણ અટકે છે.
- પલાળેલી બદામ ખાવાથી શરીરમાં ગ્લુકોઝનું લેવલ ઓછું થાય છે અને હાઈ બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.
આ પણ વાંચો રસોડાના મસાલાઓનો ઔષધિય ઉપયોગ
બદામ કઇ રીતે ખાવી જોઇએ ?
બદામના ફાયદા જોયા બાદ હવે આપણે બદામ કઇ રીતે ખાવી જોઇએ તે માહિતી મેળવીશુ. બદામ પલાળીને છાલ ઉતારીને ખાવાની રીત જૂની છે પણ એ જાણવું જરુરી છે કે, સ્વાસ્થ્ય માટે સારું શું છે? બદામ છાલ સાથે ખાવી કે પલાળીને છાલ ઉતારીને ખાવ તે સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. બદામ છાલ સહિત ખાવા કરતા છાલ ઉતારીને પલાળીને ખાવામાં આવે તો શરીર માટે વધુ ફાયદાકારક સાબિત થશે. તે આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે.
પાચન શક્તિમાં સુધારો– બદામમાં એન્ટિ-ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, પલાળેલી બદામના ફાયદા અનેકગણા વધી જાય છે, જે પાચન માટે વધુ સારા છે.
વજન ઘટાડવું– બદામ પલાળીને રાખવાથી કેટલાક ઉત્સેચકો દૂર થાય છે, જે મેટાબોલિઝમને વધારે છે અને વજન ઘટાડે છે.
ફાઈટિક એસિડ દૂર કરે – બદામમાં રહેલું ફાઈટિક એસિડ દૂર થતું નથી, તેથી જો તમે કાચી બદામ ખાતા હોવ તો તેમાં રહેલા ઝિંક અને આયર્નનો શરીરમાં યોગ્ય ઉપયોગ થતો નથી.
બદામને પલાળીને ખાવાની યોગ્ય રીત
એક કપ પાણીમાં એક મુઠ્ઠી બદામ 6 થી 8 કલાક સુધી પલાળી રાખો. બીજા દિવસે પાણી કાઢીને છાલ ઉતારીને તાજી ખાઓ, સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ સારી રહેશે.
બદામ ખાવાથી શરીરને એનર્જી મળે છે- સવારે પલાળેલી બદામ અને કિશમિશ એકસાથે ખાવાથી દિવસભર શરીરમાં એનર્જી રહે છે. જેના કારણે દિવસભર કોઈપણ કામ કરવામાં થાકનો એહસાસ થતો નથી.
બદામથી યાદશક્તિ સારી રહે છે. પલાળેલી બદામ અને પલાળેલી કિશમિશ એકસાથે ખાવાથી મગજનું સ્વાસ્થ્ય સારું જળવાઇ રહે છે. જેના કારણે આપણી યાદશક્તિ સારી રહે છે. દરરોજ રાતે 2-3 બદામ પલાળીને સવારે ખાવાથી ઘણા ફાયદા થાય છે. બદામ નિયમિત ખવાથી ઘણા ફાયદા થાય છે.
અગત્યની લીંક
બદામ કેટલી કલાક પલાળવી જોઇએ ?
બદામ ૬ થી ૮ કલાક માટે પલાળવી જોઇએ.
બદામ ખાવાથી શું ફાયદો થાય છે ?
બદામ ખાવાથી ઘણા ફાયદા થાય છે. યાદશક્તિ વધે છે.
Post Views: 1,813