કુલીંગ ઓછુ મળે કે વધુ, જાણવા જેવી માહિતી

કૂલર અને પંખો એકસાથે ચાલુ રાખી શકાય: હાલ રાજયમા કાળઝાળ ગરમી પડી રહિ છે અને ગરમી થી બચવા લોકો અવનવા કુલીંગ ગેજેટનો ઉપયોગ કરતા હોય છે. એવામા ઘણી વખત કૂલર ઠંડક આપવા માટે સક્ષમ હોતુ નથી ત્યારે મોટાભાગના લોકો કૂલર સાથે પંખો ચાલુ રાખતા હોય છે. કૂલર અને પંખો એકસાથે ચાલુ રાખીયે તો કુલીંગ ઓછુ મળે કે વધુ ? બીલ મા શું ફરક પડે તેની માહિતી મેળવીશુ.

કૂલર અને પંખો એકસાથે ચાલુ રાખી શકાય ?

જો તમે આવી ગરમી થી રાહત મેળવવા માટે કુલરનો ઉપયોગ કરો છો અને વધુ ઠંડક માટે કુલર અને પંખો એકસાથે ચલાવો છો, તો આ માહિતી તમારા માટે ઉપયોગી બની રહેશે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે કુલર સાથે સીલિંગ ફેન એકસાથે ચાલુર આખીએ તો ફાયદો થાય કે નુકશાન થાય…. ?

આ પણ વાંચો: Under Water Metro Train: ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રો ટ્રેન, જાણો શું છે ખાસ.

ગરમી ઘટવાનુ નામ નથી લઈ રહી. જ્યારે થોડો વરસાદ પડે છે, ત્યારે વધુ ગરમી થતી હોય છે. થોડીવાર માટે અહીં-ત્યાં ફર્યા પછી પણ પરસેવો ટપકવા લાગે છે. ત્યારે કૂલરની ઠંડી હવા કામમાં આવે છે. કુલર નો ઉપયોગ લોકો ગરમી ઘટાડવા અને ઘર અને રૂમને ઠંડુ રાખવા માટે કરતા હોય છે.

પરંતુ ઘણી વખત આપણે નોંધ્યું છે કે વધુ ગરમી હોવાથી કુલરમાંથી પુરતી ઠંડક આવતી નથી આ ઘણા કારણોસર થઈ શકે છે, જેના કારણે કૂલર રૂમને કુલીંગ કરવા માટે સક્ષમ હોતુ નથી.

જો કુલરમાંથી વધુ ઠંડી હવાની જરૂર હોય તો તેની ટાંકીમાં ઠંડુ પાણી નાખવુ જોઈએ અથવા શક્ય હોય તો તેમાં થોડો બરફ નાખવો જોઈએ, જેથી કુલર વધુ ઠંડક આપી શકે. પરંતુ કૂલરને લઈને એક પ્રશ્ન એવો પણ થાય છે કે કૂલરની સાથે પંખો બંધ રાખવો જોઈએ કે તેને ચાલુ રાખવાથી સારી હવા મળશે?

રૂમનુ કુલીંગ

કુલર સાથે સીલિંગ ફેન ચલાવવો કેટલો ફાયદામા છે? આ અંગે વાસ્તવિકતા જોઇએ તો કુલરની સાથે સીલિંગ ફેન ચલાવવાથી બંનેની હવા એકબીજા સાથે અથડાય છે અને કૂલરની બરાબર સામે બેઠેલા વ્યક્તિને પણ પુરતી ઠંડી હવા મળતી નથી.

આ પણ વાંચો: Cooling Gadgets: 500 રૂ. થી ઓછી કિંમતમા આવે છે આ ડીવાઇસ, ઉનાળામા એ.સી. જેવી ઠંડક આપશે

જો તમારો રૂમ મોટો છે, તો કુલરની સાથે પંખો ચલાવવામાં કોઈ મોટી સમસ્યા નથી, પરંતુ જો તમારો રૂમ નાનો છે, અને તમે કુલર અને પ6ખો એકસાથે ચાલુ રાખો છો તો તમને કૂલરની હવા પુરતા પ્રમાણમા નહિ મળે.

તેથી જો રૂમમાં કુલર ચાલુ હોય તો સીલિંગ ફેન શકય હોય ત્યા સુધી ચાલુ કરવાનું ટાળૅવુ જોઇએ.. જો કે, જો તમે ઓછા નંબર પર ધીમે ધીમે સીલિંગ ફેન ચલાવો છો, તો હવાનું પરિભ્રમણ વધુ સારું રહેશે અને કુલરનુ કુલીંગ પન સારૂ રહેશે.

સાથે એ પણ ધ્યાનમાં રાખો કે જો ખુબજ તડકો હોય, અને તમારી છત ગરમ હોય છે, તો તમારો પંખો પણ ગરમ હવા આપશે, અને પછી તે કૂલર ની ઠડી હવા નહિ મળે. આવી સ્થિતિમાં, જો તમે કૂલરની બરાબર સામે બેઠા છો, તો તમને ઠંડી ઠંડી હવા મળશે, પરંતુ તેનાથી તમારા શરીર પર માત્ર ઠંડી હવા મળશે, અને રૂમ નુ તાપમાન ઘટશે નહિ.

અગત્યની લીંક

કૂલર અને પંખો એકસાથે ચાલુ રાખી શકાય
કૂલર અને પંખો એકસાથે ચાલુ રાખી શકાય


Post Views: 1,671

Leave a Comment