આ રીતે બનાવો ગામડા જેવો ટેસ્ટી રીંગણનો ઓળો, બનશે એવો કે પાડોશી પણ રેસિપી પૂછવા આવશે

રીંગણ ઓળો બનાવવાની રેસિપી: Ringal Oro Recipes: રીંગણ ભડથુ રેસિપી: શિયાળો આવે એટલે રીંગણનો ઓળો એટલે કે રીંગણનુ ભડથુ અને બાજરાના રોટલા અચૂક યાદ આવે. એમા પણ ગામડામા દેશી ચૂલા પર બનાવેલા રીંગણના ઓળા અને બાજરીના રોટલાની કયક અલગ જ જમાવટ હોય છે. ઘણી વખત આપણે ખઊબ જ ટ્રાય કરવા છતા ગામડા જેવો ટેસ્ટી રીંગણનો ઓળો બનતો નથી. આજે આ પોસ્ટમા આપણે ટેસ્ટી રીંગણનો ઓળો બનાવવાની રેસિપી જાણીશુ.

રીંગણ ઓળો બનાવવાની રેસિપી

Baingan Bharta Video Recipe: રીંગણનું ભડથું કે રીંગણનો ઓળો ખાવાના શોખીન લોકો ઘણીવાર લંચ કે ડીનરમાં રીંગણનું ભડથું ખાવાનું ખૂબ જ પસંદ કરતા હોય છે. જો કે ઘણા પ્રયાસો છતાં રીંગણના ભડથામાં ગામડા જેવો દેશી ટેસ્ટ નથી આવતો. તેવામાં રીંગણનું ભડથું બનાવવાની દેશી રીત અપનાવીને તમે બિલકુલ ગામડા જેવુ સ્વાદિષ્ટ રીંગણનું ભડથું કે જેને રીંગણનો ઓળો પણ કહેવામા આવે છે તે તૈયાર કરી શકો છો.

આ પણ વાંચો: ખેડૂતો માટે મોબાઇલ યોજના: ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે મળશે રૂ.6000 સહાય, જાણો અરજી કરવાની પ્રોસેસ અને ડોકયુમેન્ટ લીસ્ટ

રીંગણનું ભડથું બનાવવાની સામગ્રી

ગામડા જેવો જ દેશી રીંગણનો ઓળો કે રીંગણનુ ભડથુ બનાવવા માટે જરૂરી સામગ્રી નીચે મુજબ છે. ગામડા જેવું રીંગણનું ભડથું બનાવવા માટે સૌથી અગત્યનુ સારા રીંગણ ગોતવા એ છે.

  • સૌથી વધુ અગત્યનુ સારા દેશી 4-5 કે જરૂરીયાત મુજબ મોટા રીંગણ લેવા.
  • આ ઉપરાંત અન્ય સામગ્રીમા એક લીલુ મરચુ, 1 લીલી ડુંગળી, 2 લસણની કળી. 5-6 મીઠા લીમડાના પાન અને સ્વાદ અનુસાર મીઠુ લો અને લાલ મરચુ લો. ચાલો હવે જાણીએ રીંગણનું ભડથું બનાવવાની રીત.

આ પણ વાંચો: Splendor New Model: હિરો Splendor plus આકર્ષક કલરમા નવા મોડેલ, કેટલી છે કિંમત; જુઓ નવા મોડેલ ના ફોટો

રીંગણનું ભડથું બનાવવાની રેસિપી

રીંગણનુ ભડથ્ય બનાવવા માટે સૌ પ્રથમ સારા રીંગણ લો. તેને વ્યવસ્થિત રીતે ધોઇ લો. ત્યારબાદ આ રીંગણને જો દેશી ચૂલો હોય તો તેમા તાપની અંદર નાખી ને અથવા ગેસ સ્ટવ ઉપર મૂકીને શેકી લો. રીંગણ આખુ વ્યવસ્થિત રીતે શેકાઇ જાય તે રીતે શેકી લો.

ત્યારબાદ 1 લીલી ડુંગળી, ટામેટુ, લીલુ મરચુ અને લસણ ક્રસ કરી ને આ બધો મસાલો તૈયાર કરી લો.

ત્યારબાદ જરૂરિયાત મુજબનુ તેલ મૂકીને તેને ધીમા તાપે ગરમ થવા દો. તેલ બરોબર આવી જાય એટલે તૈયાર કરેલો મસાલો તેમા નાખી દો. અને તેને ધીમા તાપે પાકવા દો.

મસાલો વ્યવસ્થિત પાકી જાય એટલે તેમા શેકેલા રીંગણને ક્રશ કરીને નાખી દો અને તેમા સ્વાદ મુજબ મીઠુ અને લાલ મરચુ ઉમેરો.

ત્યારબાદ તેને ધીમા તાપે પકાવો અને છેલ્લે કોથમીર નાખો ઉપર.

આ રીંગણના ભડથાને બાજરીના રોટલા સાથે જમવામા આવે તો વધુ ટેસ્ટી રહેશે.

અગત્યની લીંક

રીંગણ ઓળો બનાવવાની રેસિપી
રીંગણ ઓળો બનાવવાની રેસિપી


Post Views: 15

Leave a Comment