ગુજરાતમાં ભાદરવો ભરપૂર: જૂનાગઢમાં સૌરાષ્ટ્રની નદીઓ બની ગાંડીતૂર, અંકલેશ્વર-ભરૂચમાં પુરની સ્થિતિ….

લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા ભાદરવામાં ભરપૂર વરસી રહ્યાં છે.. છેલ્લા 2 દિવસથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે.. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા દે ધનાધન વરસી રહ્યાં છેજેથી ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળી રહી છે.. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ 3થી 4 દિવસ સુધી વરસાદી માહોલ જામશે… ક્યાંય છુટોછવાયો તો ક્યાંય અનરાધાર વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.. સૌરાષ્ટ્રમાં તો છેલ્લા 2 દિવસથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે..ગુજરાતમાં ભાદરવો ભરપૂર, જૂનાગઢમાં સૌરાષ્ટ્રની નદીઓ બની ગાંડીતૂર, અંકલેશ્વર-ભરૂચમાં પુરની સ્થિતિ….

રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ઘણા ડેમો છલકાઈ ગયા છે.. જેને લઈને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.. આ સાથે જ નદીઓ પણ ગાંડીતૂર બની છે.. કેટલીક નદીઓ તો બેકાંઠે વહી રહી છે.. આ સાથે જ રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે… વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે..

જૂનાગઢમાં દે ધનાધન…


જૂનાગઢમાં મેઘરાજાનું આગમન વહેલી સવારથી જ થઈ ગયું હતું.. જૂનાગઢના વિસાવદરમાં માત્ર 4 કલાકમાં 7 ઈંચ વરસાદ પડ્યો હતો.. જ્યારે મેંદરડામાં 5 ઈંચ વરસાદ પડ્યો છે.. જૂનાગઢ જિલ્લા અને આસપાસના વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદને લઈને ઓઝત-2 ડેમ ઓવરફ્લો થઈ ગયો છે.. આ સાથે જ સોનરખી નદી ગાંડીતૂર બનતા બેકાંઠે વહી રહી છે..

રાજકોટમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ….


રાજકોટમાં આજે વહેલી સવારથી મેઘરાજાએ મન મુકીને વરસવાનું શરૂ કર્યું હતું… રાજકોટના યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડતા રસ્તા પર પાણી ફરી વળ્યાં છે.. આ સાથે જ વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી..

અંકલેશ્વર અને ભરૂચમાં પૂરની સ્થિતિ

નર્મદા નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં અંકલેશ્વરમાં ઘરોમાં પાણી ધુસ્યા છે.. નર્મદા ડેમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે અંકલેશ્વર સહિત આપાસના ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.. આજે સવારે નર્મદા નદી 40 ફૂટથી વધારે સપાટીએ વહી રહી છે. ત્યારે અંકલેશ્વર-હાંસોટ, દીવા રોડ પર આવેલી અનેક સોસાયટીમાં પહેલા માળ સુધી નર્મદા નદીના પાણી ફરી વળ્યાં છે. જેના કારણે લોકોના જનજીવનને ભારે અસર પહોંચી છે.

બનાસકાંઠામાં મેઘરાજા અવિરત

બનાસકાંઠામાં પણ મેઘરાજા દે ધનાધન વરસી રહ્યાં છે.. બનાસકાંઠાના ભાબરમાં માત્ર 4-5 કલાકમાં 5થી 6 ઈંચ વરસાદ પડ્યો હતો. જેને લઈને ચારે તરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે.. આ સાથે જ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે.. ઘણા વિસ્તારોમાં 4થી 5 ફુટ પાણી ભરાઈ ગયા હતા.. જેને લઈને લોકોના જનજીવન પર અસર થઈ રહી છે..

મહેસાણામાં મેઘો મહેરબાન

મહેસાણામાં સતત પડી રહેલા વરસાદના પગલે મુખ્ય પોર્ટ પર પાણી ભરાઈ ગયું છે.. જેને લઈને વાહન વ્યવહાર અને બસ સેવા પર અસર જોવા મળી રહી છે.. મહેસાણા-અમદાવાદ હાઈવે પર પાણી ભરાઈ ગયું છે.. આ રોડ પર 2-3 ફુટ જેટલુ પાણી ભરાઈ ગયું છે..

જામનગરમાં હળવો વરસાદ

જામનગરમાં ગઈકાલે સાંજથી જ મેઘરાજા ધીમે ધારે વરસી રહ્યાં છે.. ભાદરવા મહિનામાં મેઘરાજા વરસતા ખેડૂતોમાં ખુશીની હેલી જોવા મળી રહી છે..

જો કે હવામાન વિભાગની આગાહીના પગલે અત્યારથી જ ગુજરાતના છુટછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.. વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે.. હવામાન વિભાગ અનુસાર હજુ 20 તારીખ સુધી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે..

Leave a Comment