ફોનમાથી ડીલીટ થઇ ગયા છે અગત્યના ફોટો અને વિડીયો, ટેન્શન નોટ; આ રીતે થશે રીકવર

Delete Photo Recover: ડીલીટ ફોટો રીકવર: DiskDigger Photo Recovery app: હાલ સ્માર્ટફોનના યુગમા લોકો પોતાનો અગત્યનો ડેટા ફોનમા જ રાખતા હોય છે. ક્યારેક આપણા અગત્યના ફોટો અને વિડીયો ભુલમા અથવા કોઇ કારણસર ડીલીટ થઇ જતા હોય છે. ફોનમાથી ડીલીટ થયેલા ફોટો અને વિડીયો પણ હવે સરળતાથી પાછા રીકવર કરી શકાય છે. આ પોસ્ટમા આપણે Delete Photo Recover કેમ કરવા તેની માહિતી મેળવીશુ.

Delete Photo Recover

શું તમારે પણ ક્યારેક એવુ બનતુ હશે કે તમે ફોનમાથી અગત્યના ફોટો અને વિડીયો ભુલમા ડીલીટ કરી દેતા હશો. આવી સ્થિતી મા ડીલીટ થયેલા ફોટો અને વિડીયો પાછા મેળવી શકાતા નથી તેવુ માની ને લોકો જતા કરી દે છે. પરંતુ ફોનમાથી ડીલીટ થયેલા ફોટો અને વિડીયો પણ સરળતાથી રીકવર કરી શકાય છે. અમે તમને જણાવી દઈએ કે અમુક એવી એપ્સ. અને ફોનની ટ્રીક છે જેનાથી તમે ડિલીટ થયેલા વીડિયો અને ફોટો સરળતાથી મેળવી શકશો. તમને જણાવી દઈએ કે તમે આ ડીલીટ થયેલો ડેટા તમે અમુક સમયની અંદર જ પરત મેળવી શકો છો.

ઘણા લોકો સ્માર્ટફોનના અમુક ઉપયોગી ફીચર નથી જાણતા. એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ગેલેરી એપ મા એક સ્પેસિફિક ફોલ્ડ આપેલુ હોય છે. તેમાં તે તમામ ફોટો-વિડિયો સ્ટોર થયેલા હોય છે જે ફોનમાંથી ડિલીટ થઈ જાય છે. આમાં છેલ્લા 30 દિવસમાં ફોનમાથી જે પણ ફોટા અથવા વીડિયો ડિલીટ કરવામાં આવ્યા હોય , તે બધા ઉપલબ્ધ હોય છે. અહીં આ ડેટા માત્ર 30 દિવસ માટે જ રહે છે. આવી સ્થિતિમાં, જો તમે તમારા ફોનમાંથી ડેટા કાઢી નાખો છો, તો પણ તમે તેને 30 દિવસ સુધી રિકવર કરી શકો છો.

આ પણ વાંચો: ચંદ્ર પરથી પૃથ્વી ના ફોટો: ચંદ્ર પરથી આવી સુંદર દેખાય છે આપણી પૃથ્વી, ચંદ્રયાને મોકલ્યા ફોટો

ડીલીટ ફોટો રીકવર સ્ટેપ

નીચેના સ્ટેપ ફોલો કરીને તમે ફોનમાથી ડિલિટ કરેલા ફોટો અને વિડિયો સરળતાથી ફરી રિકવર કરી શકો છો.

  • સૌથી પહેલા ફોનમાં રહેલી ગેલેરી એપ મા જાઓ.
  • આ એપ.મા નીચે Albums નામની ટેબ આપવામા આવેલી છે.
  • આ ફોલ્ડરમા નીચે Recently Deleted વિકલ્પ પર ટેપ કરો.
  • આ ફોલ્ડરમાથી તમે તે તમામ વીડિયો અને ફોટા રિકવર કરવા માંગો છો જે તમે રિટ્રીવ કરી શકો છો. ડિલિટ થયેલા ફોટોગ્રાફ અને વિડિયો પહેલા જે લોકેશન ફોલ્ડરમા સેવ હશે ત્યા પરત આવી જશે.

Google Photos

તમારા અગત્યના ફોટો અને વિડીયો Google Photos દ્વારા પણ રીકવર કરી શકાય છે. આ માટે તમારે ગૂગલ એપ ઓપન કરવાની રહેશે. આ એપ.મા Trash ફોલ્ડરમાં જવું પડશે. ડિલિટ કરેલા ફોટો ડોકયુમેન્ટસ વગેરે Google Photos ના આ ફોલ્ડરમાં 60 દિવસ સુધી સેવ રહે છે. આ ફોલ્ડરમાં જઈને, તમે રિકવર કરવા માંગો છો તે તમામ ફોટા અને વીડિયો ને સીલેકટ કરો. પછી રીસ્ટોર બટન પર ટેપ કરતા તે ફરી રીકવર થઇ જશે.

આ પણ વાંચો: PM Kisan Yojana list: પીએમ કિસાન યોજનાનુ લીસ્ટ, ચેક કરો તમારુ નામ છે કે જેમ; ન હોય તો જલ્દી કરો e-kyc અપડેટ

DiskDigger Photo Recovery app

ફોનમાથી ડીલીટ થયેલા ફોટો રીકવર કરવા માટે સૌથી વધુ વપરાતી એપ DiskDigger Photo Recovery app છે. આ એપ દ્વારા ફોનમાથી ડીલીટ થયેલા ફોટો સરળતાથી રીકવર કરી શકાય છે. તમારો ફોન જો રીસ્ટોર અને ફેકટરી ફોરમેટ કરેલો ન હોય તો ડીલીત થયેલા ફોટો સરળતાથી રીકવર કરી શકાય છે.

અગત્યની લીંક

Delete Photo Recover
Delete Photo Recover

ડીલીત થયેલા ફોટો રીકવર કરવા માટે કઇ એપ છે ?

DiskDigger Photo Recovery app


Post Views: 12

Leave a Comment