સેકન્ડ હેન્ડ બાઈક લેવી હોય તો ગુજરાતના આ શહેરમાં પહોંચી જાવ, અહીં છે 300થી વધુ ડીલર

Second Hand Bike Gujarat : વડોદરા જિલ્લામાં સેકન્ડ હેન્ડ કાર સહિત સેકન્ડ હેન્ડ ટુ-વ્હીલરનું સૌથી મોટું માર્કેટ આવેલું છે.ફક્ત વડોદરામાં જ સેકન્ડ હેન્ડ કાર અને ટુ-વ્હીલરના 300 જેટલા ડીલરો છે.અટલાદરા, વારસિયા, સલાટવાળા અને નાગરવાડામાં સેકન્ડ હેન્ડ ટુ-વ્હીલર માર્કેટ આવેલા છે.સ્વામિનારાયણ મંદિર પાસે આવેલું  અટલાદરા સેકન્ડ હેન્ડ વાહનોનું સૌથી મોટું માર્કેટ છે.

Second Hand Bike Gujarat

ગુજરાતમાં અન્ય શહેરો કરતા વડોદરા શહેરના વાહનોની ડિમાન્ડ ખૂબ જ હોય છે. અહીંના વાહનો ઓછા કિલોમીટર ચાલતા હોવાથી લોકો તેને ખરીદવાનું વધુ પસંદ કરતા હોય છે.અહીંના વાહનોની ગુણવત્તા અને વાહનો પર ઓછા સ્કેચીસ પડેલા હોવાના કારણે લોકો વડોદરા શહેરમાં ખરીદી કરવા આવે છે. વડોદરામાં એક ડિલરના મહિને 30 થી 35 જેટલા સેકન્ડ હેન્ડ ટુ-વ્હીલર વેચાતા હોય છે.ખાસ કરીને છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, બોડેલી, કરજણ,સહિતના આસપાસના જિલ્લાના ગામડાઓમાંથી લોકો અહીં વાહનો વધુ ખરીદવા આવતા હોય છે.

શું કિંમત માં મળે છે સેકન્ડ હેન્ડ બાઈક

સેકન્ડ હેન્ડ ટુ-વ્હીલર માર્કેટમાં 15,000થી લઈ ને 3 લાખ સુધીના વાહનો મળી રહે છે. અહીં વેચવા આવતા વાહન માલિકો પાસેથી વાહન લેતા પહેલા તમામ વિગતો જેમ કે, કેટલા કિલોમીટર ચાલેલુ છે,એન્જિન બરાબર છે કે નહીં,એકસીડન્ટ થયો છે કે નથી, ટાયર કેવી હાલતમાં છે, વગેરે તમામ બાબતો ચકાસીને જ માર્કેટમાં વાહન લેવામાં આવે છે.

એક્ટિવાનું 110 સીસી મોડલના સેકન્ડ હેન્ડ ભાવ 15 થી 20 હજાર છે, જ્યારે શો રૂમમાં 75 હજારથી લઈ 1 લાખ સુધીનો ભાવ હોય છે. એવી જ રીતે બાઇકમાં સ્પ્લેન્ડર ડિલક્સનો સેકન્ડ હેન્ડ ભાવ 25 હજાર જેટલો જ્યારે શોરૂમ ભાવ 93 હજાર સુધીનો હોય છે.

મારુતિ સુઝુકી સ્વીફ્ટ નું આવ્યું નવું મોડલ, આપે છે 40KM થી વધુ અવરેજ | Maruti Swift New Model 2023

Leave a Comment