How to get an easy gold loan Apply

 Gold Loan 2023 : સોના ઉપર લોન : નમસ્કાર મિત્રો, દેશની બધી સરકારી બેંક આકર્ષક દરો પર ગોલ્ડ લોન (Gold Loan) ઓફર કરે છે. જેના હેઠળ 20 લાખ રૂપિયા સુધીની રકમ મેળવી શકાય છે. 18 વર્ષથી વધુ વય ધરાવતો કોઈપણ વ્યકિત આ લોન લઈ શકે છે. તેની એક બીજી સારી વાત એ છે કે આ લોન લેવા માટે તમારે કોઈ પ્રકારના આવકના પુરાવા આપવાની જરૂર નથી પડતી. સામાન્ય રીતે બેંક ગોલ્ડની વેલ્યૂના આધારે 75 ટકા સુધી લોન આપતી હોય છે. સોનું કેટલા કેરેટનું છે તેના પર પણ લોનની રકમ નક્કી થાય છે. આ આર્ટિકલના માધ્યમ દ્વારા જાણો Gold Loan કેવી રીતે મેળવવી, તેના પર કેટલો વ્યાજદર લાગે છે?, શું-શું ડોક્યુમેન્‍ટ જોઈએ વગેરે તેની માહિતી મેળવીશું.

Gold Loan 2023 | સોના ઉપર લોન વિગત

લોનનો પ્રકાર માર્જિનની
ટકાવારી
ગોલ્ડ લોન 25 %
લિક્વિડગોલ્ડ લોન 25 %
બુલેટ રિપેમેન્ટ
ગોલ્ડ લોન
35 %

સોના ઉપર લોન મેળવવા માટેની પાત્રતા

18 વર્ષથી વધુ વય ધરાવતી કોઈપણ વ્યક્તિ ગોલ્ડ લોન લઈ શકે છે. કોઈ વ્યક્તિ માત્ર પોતાના નામ પર કે પછી સંયુક્તરૂપે પણ ગોલ્ડ લોન લેવા માટે પાત્ર છે. તેમાં બેંકના કર્મચારી, પેન્શનર્સ સહિત નિયમિત આવકનો સ્ત્રોત ધરાવતા લોકો સામેલ છે. Gold Loan માટે આવકના પુરાવાની જરૂર નથી.

વ્યાજ દર

દરેક બેકોમાં અલગ-અલગ પ્રકારની લોન આપવામાં આવે છે. ગોલ્ડ લોન માટે વ્યાજદર પણ અલગ-અલગ હોય છે. જેમાં સામાન્ય રીતે Gold Loan માટે લોનની રકમ માટે એક વર્ષના MCLR થી 0.50 ટકા વધુ વ્યાજદર હોઈ શકે છે. લોન લેનારે ગોલ્ડ અપ્રેઝર ચાર્જ પણ આપવો પડશે.

પ્રોસેસ ફી

Gold Loan માટે લોનની રકમના 0.25 ટકા + ઓછામાં ઓછા 250 રૂપિયા GST તેના માટે પ્રોસેસિંગ ફી તરીકે ચાર્જ કરવામાં આવે છે. જોકે, તમે બેંકના ખાતેદાર હો તો તમે બેંકની એપ દ્વારા પણ આ લોન માટે એપ્લાય કરી શકો છો, અને તેના માટે તમારે કોઈ પ્રોસેસિંગ ફી પણ નહીં આપવી પડે.

સોના ઉપર લોન મેળવવા માટે જરૂરી દસ્તાવેજો

  1. અરજી સાથે બે પાસપોર્ટ સાઈઝ ફોટા
  2. આધારકાર્ડ
  3. પાસપોર્ટની નકલ
  4. ડ્રાઈવીંગ લાઈસન્‍સ અથવા ચૂંટણીકાર્ડ
  5. Government-issued photo ID card
  6. Defense ID card
  7. ગ્રાહક જો અભણ હોય તો સાક્ષીનો પત્ર

રી-પેમેન્ટના ઓપ્શન

  • ગોલ્ડ લોન – ડિસ્બર્સમેન્ટના બીજા મહિનાથી જ મુદ્દલ (પ્રિન્સિપલ અમાઉન્ટ) અને વ્યાજનું રિપેમેન્ટ શરૂ થઈ જશે.
  • લિક્વિડગોલ્ડ લોન – ટ્રાન્ઝેકશન ફેસિલિટી સાથે ઓવરડ્રાફ્ટ અકાઉન્ટ અને માસિક વ્યાજ પણ આપવાનો રહેશે.
  • બુલેટ રિપેમેન્ટ ગોલ્ડ લોન – લોન બંધ થવા કે તએના શરૂ થવા પહેલા.

રી-પેમેન્ટનો સમયગાળો

લોનનો પ્રકાર રી-પેમેન્‍ટનો
સમયગાળો
ગોલ્ડ લોન 36 મહિના
લિક્વિડગોલ્ડ લોન 36 મહિના
બુલેટ રિપેમેન્ટ ગોલ્ડ લોન 12 મહિના

ગોલ્ડ લોન આપતી સૌથી શ્રેષ્ઠ 10 બેંકો

Gold Loan આપનાર વ્યાજદર લોનની રકમ Official Website Link
Muthoot Finance 12% P.A. Onwards Rs 1,500 – No Limit Click Here
IIFL 9.24% P.A. Onwards Rs.3,000 Onwards Click Here
HDFC Bank 9.90% Onwards Rs.25,000 Onwards (Rs.10,000 for Rural areas) Click Here
ICICI Bank 11% P.A. Onwards Rs.10,000 to Rs.1 crore Click Here
Canara Bank 7.65% P.A. Onwards Rs.5,000 to Rs.20 lakh Click Here
Axis Bank 12.50% P.A. Onwards Rs.25,001 to Rs.25 lakh Click Here
Manappuram Finance 9.90% P.A. Onwards Rs.1,000 to Rs.1.5 crore Click Here
Federal Bank 8.50% Onwards Rs.1,000 to Rs.1.5 crore Click Here
Bank of Baroda 8.75% P.A. Up to Rs.25 lakh Click Here
SBI 7.50% P.A. Onwards Rs.20,000 to Rs.50 lakh

Leave a Comment