ગુજરાતના લોક્સંગીતકારો, ગુજરાતની સ્થાપત્ય કલા

ગુજરાતની સ્થાપત્ય કલા:- સ્થાપત્ય કલા એટલે ભવનો અને ઈમારતો બાંધવાની કલા. ભારતના મંદિરોને શિલ્પશાસ્ત્રીઓ મુખ્યત્વે ત્રણ ભાગો કે શૈલીઓમાં વિભાજિત કરે છે –

ગુજરાતના લોક્સંગીતકારો

દિવાળીબહેન ભીલ

જન્મ- ઈ.સ.૧૯૪૯માં અમરેલી જિલ્લાના લદખાણિયા ગામમાં. એક પ્રોગ્રામ દરમિયાન હેમુ ગઢવીએ તેમને સાંભળ્યા અને બીજા દિવસે આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પર

ગીતોના રેકોર્ડિંગ માટે આમંત્રણ આપ્યું. સૌપ્રથમ આકાશવાણી પર ‘ફૂલે ઉતાર્યાં ફૂલવાડીએ રે લોલ’’ ગાઈને બધાને મંત્રમુગ્ધ કરી દીધા. દિલ્હીના એક આયોજિત લોકસંગીત મહોત્સવમાં ગુજરાતનું લોકગીત “મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે” રજૂ કર્યું. વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ‘‘મા પાવા તે ગઢથી ઉતર્યા’’ ગરબો ગવડાવ્યો. કલ્યાણજી-આણંદજીની બેલડીએ ‘જેસલ તોરલ’ ફિલ્મમાં ગીત ગવડાવ્યું – પાપ તારું પરકાશ જાડેજા, ધરમ તારો સંભાળ રે’, આ ગીત હજુ સુધી લોકોની જીભે ચઢેલું જોવા મળે છે.

દુલા ભાયા કાગ

જન્મ- ઈ.સ.૧૯૦૨માં સૌરાષ્ટ્રના સોડવદર ગામમાં મૂળ વતન – ભાવનગર પાસેનું મજાદર ગામ ‘કાગબાપુ’ તરીકે પ્રખ્યાત હતા.

સંત મુક્તાનંદની કૃપાથી એમનામાં કવિતાની પ્રથમ સરવાણી ફૂટી અને અલૌકિક કવિતાનો દરિયા ધૂધવતો થયો. એમની વાણી ‘કાગવાણી’ નામના ગ્રંથમાં મળે છે જે ૮ (આઠ) ભાગમાં પ્રકાશિત થઈ છે. કાગબાપુમાં ‘કંઠ, કહેણી અને કવિતા’ ત્રણેય સમન્વય જોવા મળે છે.

વિનોબા ભાવેની ભૂદાન પ્રવૃત્તિમાં ૩૫૦ વીઘા જમીન, ૧૨ બળદ, ૧૨ હળ અને ૧૨ કૂવા તથા ૫૦૦૦ રૂપિયાનું દાન પ્રવૃત્તિમાં આપ્યું હતું.

હેમુ ગઢવી

જન્મ- ઈ.સ.૧૯૨૯માં સુરેન્દ્રનગરના પડધરીમાં

કસુંબલ ડાયરાને દરબારમાંથી પ્રજાની વચ્ચે લાવવાનો શ્રેય હેમુ ગઢવીને જાય છે. તમે એમને સાંભળો તો લાગે કે ભૂલોકમાં ભૂલો પડેલો કોઈ દિવ્ય ગાયક છે. ઝવેરચંદ મેઘાણીના લોકસાહિત્યને પોતાની અદ્ભુત ગાયકી દ્વારા ધરધર પહોંચાડવાનો શ્રેય હેમુભાઈને જાય છે.

ગુજરાતની સ્થાપત્ય કલા

ગુજરાતની સ્થાપત્ય કલા:- એટલે ભવનો અને ઈમારતો બાંધવાની કલા. ભારતના મંદિરોને શિલ્પશાસ્ત્રીઓ મુખ્યત્વે ત્રણ ભાગો કે શૈલીઓમાં વિભાજિત કરે છે –

(૧) નાગર શૈલી (ઉત્તર ભારતીય શૈલી)

(૨) દ્રાવિડ (દ્રવિડ) શૈલી (દક્ષિણ ભારતીય શૈલી)

(૩) બેસર રીલી (મિશ્રિત શૈલી)

(૧) નાગર રીલી નાગર શૈલી ને ‘ઉત્તર ભારતીય શૈલી’ પણ કહેવાય છે. નાગર રીલી ઉત્તર ભારતમાં હિમાલય અને વિંધ્યની વચ્ચેના પ્રદેશમાં પ્રચલિત હોવાનું મનાય છે.બીજા શબ્દોમાં કહીએ તો નાગર શૈલીમાં મંદિર ઉત્તરમાં હિમાલયથી દક્ષિણમાં બીજાપુર જિલ્લા સુધી અને પશ્ચિમમાં પંજાબથી પૂર્વમાં બંગાળ સુધી, ભારતના મોટા ભાગ પર પથરાયેલાં છે. નાગર શૈલીના મંદિરનું તલમાન મુખ્યત્વે ચોરસ હોવા છતાં દરેક બાજુએ નાના નાના પ્રોધ (ખાંચા) કાઢવાને લઈને તારાના જેવા આકારનું બનતું. આ તારાકારને ઉર્ધ્વમાનમાં ગર્ભગૃહ પરના શિખરમાં ફેલાવવામાં આવતો. શિખર ઉપર જતાં ધીમે-ધીમે સાંકડું થતું અને એની ઊભી રેખાઓ સળંગ અને અખંડિત રીતે અંદર વળતી. નાગર શૈલીના મંદિરો જે પ્રદેશમાં નિર્માણ પામ્યા તેને તે પ્રદેશની રીલી તરીકે પણ નામ આપવામાં આવ્યું, જેમકે –

ઓરિસ્સા શૈલી, ગુજરાતમાં ચાલુક્ય શૈલી વગેરે. નાગર શૈલીના મંદિરોને પ્રાદેશિક વિભાજનના આધારે જોઈએ –

ગુજરાત- ઓરિસ્સા અને મધ્યપ્રદેશના નાગરીલીના મંદિરોમાં ગુજરાતના નાગર શૈલીના મંદિરો એક અલગ બીજી ફાંટો પાડે છે. ગુજરાતમાં ચાલુક્ય રાજાઓનું શાસન હોવાથી અહીં બનેલા નાગર શૈલીના મંદિરો ‘ચાલુક્ય શૈલી’ ના નામે ઓળખવામાં આળે છે. ગુજરાતમાં મંદિર સ્થાપત્યને ક્ષેત્રે નાગરશૈલીનું રેખાન્વિત શિખર શૈલીનું પૂર્ણ સ્વરૂપ

વિસ્યું હતું. અહીંનું સહુથી પ્રાચીન અને સહુથી મુખ્ય મંદિર બરડા ડુંગરમાના ગોપમાંનું છે, જેમાં રમળીય ઘૂમટદાર

અણિયાળી ટોચવાળા બે પગથીદાર સ્તરોના છાવણ સાથેના સમચોરસ ગર્ભગૃહને, આસપાસ લાકડાનો પ્રદક્ષિણા પથ

હતો.

સાંધારપ્રસાદ – ચાલુક્ય કાળનાં મંદિરોમાં પ્રદક્ષિણાપય મંદિરની અંદર હોય એટલે કે પ્રદક્ષિણાપથ સહિતનો મહામંડપ હોય તો તે ‘સાંધાર પ્રસાદ’કહેવાય છે. નિરંધાર પ્રસાદ – ચાલુક્ય કાળના મંદિરોમાં પ્રદક્ષિણાપથ બહાર ખુલ્લો હોય તો તે મંદિર ‘નિરંધાર પ્રસાદ’કહેવાય છે.

કીર્તિતોરણ મંદિરની આગળ મોટા દરવાજા ઊભા કરવામાં આવે તેને તોરણ કે ‘કીર્તિતોરણ’ કહેવાય છે. આ શૈલીના મંદિરના મુખ્ય ત્રણ અંગો છે –

(૧) પીઠ – મંદિરો મુખ્યત્વે ઊંચી મજબૂત પીઠ (ઓટલો કે જગતી) પર બાંધેલાં હોય છે. (૨) મંડોવર – મંદિરની દીવાલના બહારના ભાગને મંડોવર કહે છે.

(૩) શિખર – મંડોવરની ટોચે ગર્ભગૃહ પર શિખર હોય છે.

આ મુખ્ય શિખરને ફરતાં નાના શિખરોની પ્રતિકૃતિ (શંગ) અને એના પેટાળમાંથી અડધાં પડથાં બહાર નીકળતા ઉર:શૃંગની રચના કરવામાં આવે છે. શિખરની આ વિશિષ્ટ રચનાને કારણે ચાલુક્ય શૈલીના મંદિર અલગ તરી આવે છે. ચાલુક્ય શૈલી એ બંધાયેલાં લગભગ ૭૦ થી ૭૫ મંદિરોના અવશેષ મળે છે તેમાં રોડા, પાસ્થર, સુત્રાપાડા, સંડેર, મિયાણી, સુણક, રુહાવી, દેલમાલ, સરા, ધિણોજ, વાલમ, અસોડા, ખંડોસણ, પરબડી, ચૌબારી, કોટાઈથી મંદિરો મળે છે.

ગુજરાતને પ્રસિદ્ધિ અપાવનાર મંદિરોમાં મોઢેરાનું સૂર્યમંદિર, સિદ્ધપુરનો રુદ્રમાળ, દેલવાડાનાં વિમલ વસંહ અને

લૂણ વસહિ, સોમનાથ મંદિર, ધૂમલી (દેવભૂમિ દ્વારકા)નું નવલખા મંદિર અને સેજકપુર (સુરેન્દ્રનગર)નું નવલખા

મંદિર વગેરેનો સમાવેશ થાય છે.

ગુજરાતી શૈલી: ગુજરાત પ્રાંતમાં ઉદ્ભવેલી આ શૈલી ‘ગુજરાતી શૈલી’ તરીકે પ્રખ્યાત છે. ગુજરાતની મુસ્લિમ સ્થાપત્ય શૈલીમાં બૌદ્ધ, હિંદુ અને જૈન કલાના સુંદર તત્વોનો સમન્વય થયેલો છે. નિષ્ણાંત મુસ્લિમ ઈજનેરોની દેખરેખ નીચે બંધાયેલી આ ઈમારતોમાં ગુજરાતના સોમપુરા શિલ્પીઓએ અદ્ભુત રચના-કૌસલ અને શિલ્પ-કસબ દર્શાવ્યા છે. તેથી પ્રાદેશિક મુસ્લિમ સ્થાપત્ય શૈલીઓમાં ગુજરાતની શૈલી સર્વોત્તમ બની છે.

આ શૈલીના સ્થાપત્ય કલાના નમૂના નીચે મુજબ છે – (૧) અહમદાવાદ નગરની સ્થાપના (૨) જામા મસ્જિદ (અમદાવાદ) (૩) ઝૂલતા મિનારા (૪) સીદી સૈયદની જાળી

(૫) હઠીસિંહના જૈન દેરાસરો (૬) સરખેજનો રોજો

(૭) વિવિધ મસ્જિદો જેમકે રાણી સિપ્રીની મસ્જિદ, રાણી રૂપમતીની મસ્જિદ, બીબી અચુતકુકીની મસ્જિદ વગેરે (૮) વિવિધ વાવો જેમકે અડાલજની વાવ, નવલખી વાવ, દાદા દરની વાવ વગેરે
(૯) વિવિધ કિલ્લાઓ જેમકે અમદાવાદનો ભદ્રનો કિલ્લો, ચાંપાનેરનો કિલ્લો વગેરે.

અમદાવાદમાં સારંગપુર દરવાજા બહાર અને રાજપુર-ગોમતીપુરમાં આવેલા ‘ઝૂલતા મિનારા’ વિશ્વભરમાં આ પ્રકારના એકમાત્ર મિનારા છે. આ દરેક મિનારાની ત્રણ માળની બાલ્કનીમાં બારીક નકશીકામ કરવામાં આવ્યું છે.

ગુજરાતના લોક્સંગીતકારો, ગુજરાતની સ્થાપત્ય કલા

Leave a Comment