તલાટી પરિણામ 2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા ૦૯-૦૪-૨૦૨૩ ના રોજ યોજાયેલ હતી. અને જાહેરાત ક્રમાંક ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સચિવ (તલાટી કમ મંત્રી) (વર્ગ-3) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા ૦૭-૦૫-૨૦૨૩ ના રોજ યોજાયેલ હતી.
રાજ્યના 3000 પરીક્ષા કેન્દ્રો પર બપોરે 12-30 વાગ્યાથી 1-30 વાગ્યાની વચ્ચે 8 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઘણા લાંબા સમયથી પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો ભાગ્યશાળી બન્યા હતા.
તલાટી રિઝલ્ટ અને પરિણામ જાહેર
તારીખ 07-05-2023ને રવિવારના રોજ તલાટી પરીક્ષા 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું. GPSSB બોર્ડના અધ્યક્ષે ટ્વીટ માધ્યમ દ્વારા લોકોને માહિતી આપી હતી કે તલાટી પરિણામ અને મેરીટ લિસ્ટ જાહેર કરાવ્યું છે.
આન્સર કી 2023
આજે સત્તાવાર વેબસાઈટ પર પ્રોવિઝનલ આન્સર કી મુકવામાં આવશે. આન્સર કી માં ભૂલ હશે તો તે સુધારવા માટે સમય પણ આપવામાં આવશે. ઉમેદવારોએ માન્ય પ્રૂફ સાથે પ્રશ્નના જવાબ જમા કરવાના રહેશે જે ઓનલાઈન અથવા ઓફલાઈન સુવિધા જે બોર્ડ નક્કી કરે તે મુજબ રહેશે.
તલાટી પરિણામ કઈ રીતે ડાઉનલોડ કરશો?
- – સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ gpssb.gujarat.gov.in પર જાઓ.
- – જમણી બાજુ આપેલ મેનુમાં આપેલ RESULT ઓપ્શન પર ક્લિક કરો.
- – જાહેરાત ક્રમાંક અને જાહેરાત નામ જુઓ.
- – Talati લખ્યું હશે તેની સામે લિંક હશે તે ડાઉનલોડ કરો