રક્ષાબંધન 2023: રક્ષાબંધન શુભ મુહુર્ત: હાલ અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે. થોડા દિવસો બાદ શ્રાવણ માસની શરૂઆત થશે. શ્રાવણ માસ શરૂ થતા જ તહેવારો ચાલુ થઇ જાય છે. જેમા શ્રાવણ માસની પૂનમે રક્ષાબંધન નો તહેવાર આવે છે. જેને બળેવ ના નામથી પણ ઓળખવામા આવે છે. રક્ષાબંધનનુ ધાર્મિક દ્રષ્ટીએ પણ ઘણુ મહત્વ રહેલુ છે. આ દિવસે દરેક બહેન તેના ભાઇની રક્ષા માટે તેને રાખડી બાંધે છે. આજની આ પોસ્ટમા આપણે રક્ષાબંધન પર રાશી અનુસાર બહેનને શું ગીફટ આપવી જોઇએ અને રક્ષાબંધન ના આ વર્ષે શુભ મુહુર્ત ક્યારે છે તે જોઇશુ.
રક્ષાબંધન 2023
- થોડા દિવસ પછી રક્ષાબંધન નો પવિત્ર તહેવાર આવશે.
- આ વખતે 30 ઓગસ્ટના રોજ રક્ષાબંધન ઉજવાશે.
- બહેનોને રાશિ અનુસાર આપો રક્ષાબંધનની ભેટ આપવી જોઇએ.
થોડા દિવસ બાદ રક્ષાબંધન નો પવિત્ર તહેવાર છે. બહેનોએ ભાઈને રાખડી બાંધવાની તૈયારીઓ પણ કરી લીઘી હશે. ભાઈ તેમની બહેનને શાનદાર ગિફ્ટ આપવાનું વિચારી રહ્યા હશે. ભાઈઓ તેમની બહેનોને રાશિ અનુસાર ગિફ્ટ આપે તો તે વધુ ફળદાયી રહેશે. આ વખતે 30 ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે, પરંતુ રાખડી બાંધવાના મુહુર્ત રાત્રે 09:08 વાગ્યા પછી છે.
રાશી અનુસાર શું ગીફટ આપશો ?
- મેષ રાશી: આ રાશીની બહેનોને એક્ટિવ વિયર, ખેલ ઉપકરણ અથવા એમ્યૂઝમેન્ટ પાર્કની ટિકીટ ગીફટ તરીકે આપવી વધુ યોગ્ય રહેશે.
- વૃષભ રાશી: આ રાશી બહેનોને તેને ભાવતી સારી ચોકલેટ, હાઈ ક્વોલિટીવાળા કપડા અથવા સુંદર આભૂષણની ગિફ્ટ આપવી વધુ યોગ્ય રહેશે.
- મિથુન રાશી: આ રાશિની બહેનોને પુસ્તક, ક્વિઝ ગેમ અથવા અન્ય ભાષા શીખવાનો કોર્સ ગિફ્ટમાં આપવામા આવે તો તે વધુ યોગ્ય રહેશે.
- કર્ક રાશી: આ રાશિની બહેનોને ઘરના ડેકોરેશન માટેનો સામાન, કુકબુક અથવા ભોજન પકવવા માટે વાસણ ગિફ્ટમાં આપવા જોઇએ.
- સિંહ રાશી: આ રાશિની બહેનોને થિએટરની ટિકીટ, કલા સામગ્રી અથવા આર્ટિસ્ટિક સ્ટાઈલિશ કપડા ગિફ્ટમાં આપવા જોઇએ.
- કન્યા રાશી: આ રાશિની બહેનોને ગીફટ તરીકે ફિટનેસ ઉપકરણ, સારા પકવાન બનાવવાના પુસ્તક અથવા હેલ્થ ડિસીપ્લીનનું પેકેટ ગિફ્ટમાં આપવુ વધુ યોગ્ય રહેશે.
- તુલા રાશી: આ રાશિની બહેનોને તેમના ભાઇએ કળા, સૌંદર્ય પ્રસાધન સામગ્રી અથવા સારા ઘરેણા ગિફ્ટમાં આપવા જોઇએ.
- વૃશ્વિક રાશી: આ રાશિની બહેનોને મનોરંજક નોવેલ, મિસ્ટરી મૂવી અથવા રમત ગમત સાથે જોડાયેલ ગિફ્ટ આપવી તેના ભાઇ માટે વધુ ફળદાયી રહેશે.
- ધન રાશી: આ રાશિની બહેનોને ટ્રાવેલ બેગ, સારા પુસ્તક ગિફ્ટમાં આપવા જોઈએ અથવા એડવેન્ચર પ્લેસ માટે આકસ્મિક મુલાકાત ગોઠવવી વધુ યોગ્ય રહેશે.
- મકર રાશી: આ રાશિની બહેનોને હેલ્પિંગ સામાન, પ્રોફેશનલ પ્રોસ્પેક્ટ્સ અથવા ઈંસ્પિરેશનવાળી બુક ગિફ્ટમાં આપવી તેના ભાઇ માટે વધુ યોગ્ય રહેશે.
- કુંભ રાશી: આ રાશિની બહેનોને ટેકનિકલ ઉપકરણ, વિજ્ઞાન કથા પુસ્તક અથવા તેમને મનગમતી વસ્તુ આપી શકાય છે.
- મીન રાશી: આ રાશિની બહેનોને હાથથી બનાવેલ કળાત્મક વસ્તુ અથવા ડિસિપ્લીન સંબંધિત કોઈ વસ્તુ ગિફ્ટમાં આપવી વધુ યોગ્ય રહેશે.
અગત્યની લીંક
Post Views: 673