GCERT ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તકો: ગુજરાત ધોરણ 1 થી 12 પાઠ્ય પુસ્તક | ધોરણ 1 થી 12 ની નવી પાઠયપુસ્તક ગુજરાતમાં શિક્ષણના ધોરણોને વધારવાના પ્રયાસરૂપે, રાજ્યના શિક્ષણ વિભાગે શૈક્ષણિક વર્ષ 2023-24 ગુજરાત સ્ટેટ બોર્ડ ઓફ સ્કૂલ પાઠ્યપુસ્તકે ગુજરાત ઓનલાઈન પાઠ્યપુસ્તક ઇન્ડેન્ટ સિસ્ટમ પર ઓનલાઈન પાઠ્યપુસ્તકો બહાર પાડી છે, http://gujarat-education.gov.in/TextBook/textbook/index.htm પર સત્તાવાર વેબસાઇટ પરથી પાઠયપુસ્તક PDF ડાઉનલોડ કરી શકે છે. ધોરણ 1 થી ધોરણ 12 માટે વિષય મુજબ પાઠ્યપુસ્તક PDF ડાઉનલોડ 2023
GCERT ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તકો
વિભાગનું નામ | શિક્ષણ વિભાગ, ગુજરાત |
પોસ્ટનું નામ | GCERT ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તકો |
ધોરણ | ધોરણ 1 થી 12 |
લેખ શ્રેણી | ધોરણ 1 થી 12 ના પુસ્તકો ડાઉનલોડ કરો |
વેબસાઇટ | gujarat-education.gov.in |
ધોરણ 1 થી 12 ના પુસ્તકો ડાઉનલોડ કરો
ધોરણ 1 થી 12 પાઠયપુસ્તકો નુ પ્રકાશન ગુજરાત રાજય શાળા પાઠયપુસ્તક મંડળ દ્વારા કરવામા આવે છે. જેમા સરકારી શાળાઓમા વિદ્યાર્થીઓને ફ્રી મા Textbook આપવામા આવે છે. જ્યારે ખાનગી શાળાના વિદ્યાર્થીઓને આ Textbook બજારમાથી વેચાતી લેવાની હોય છે. આ પોસ્ટમા ધોરણ 1 થી 12 ની Textbook આપેલી છે. જે તમે ફ્રી મા PDF ડાઉનલોડ કરી શકસો. અને વેકેશનથી જ અભ્યાસ શરૂ કરી શકસો. ઘણા વિદ્યાર્થીઓને તેના આગળના ધોરણમા કયા કયા પાઠ આવશે ભણવાના તે જોવાની ઉત્સુકતા હોય છે.
ધોરણ 1 થી 12 માટે GCERT પાઠ્ય પુસ્તકો ઑનલાઇન કેવી રીતે ડાઉનલોડ કરવી ?
- પગલું 1: GCERT ની અધિકૃત વેબસાઇટ http://gujarat-education.gov.in/ ની મુલાકાત લો
- પગલું 2: ઑનલાઇન પાઠ્યપુસ્તક Textbooksની લિંક ખોલો.
- પગલું 3: આપેલ લિંકમાંથી વર્ગ 1 થી 12 પસંદ કરો.
- પગલું 4: વિષયનું નામ પસંદ કરો અને પુસ્તક PDF ડાઉનલોડ કરો
મંડળની સંશોધન અંગેની કામગીરી
પાઠયપુસ્તક મંડળ પાઠયપુસ્તકોનું પ્રકાશનકાર્ય કરીને જ સંતોષ માનતું નથી. પાઠયપુસ્તકોની ગુણવત્તા સતત સુધરતી રહે તે માટે સંશોધન અંગેની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે. પ્રાથમિક શિક્ષકોથી માંડીને યુનિવર્સિટીના અધ્યાપકો સુધીની પ્રતિભાશાળી વ્યક્તિઓને મૂલ્યાંકન કાર્યક્રમ તથા અન્ય શૈક્ષણિક કાર્યક્રમોમાં જોડવામાં આવે છે. પાઠયપુસ્તક સંપાદન તાલીમ શિબિર અને પાઠયપુસ્તકોના લેખકો, પરામર્શકો, અનુવાદકો વગેરે માટેનો પ્રતિભાશોધ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યાં છે.
ધો. 6 થી 8 સ્વાધ્યાય પોથી Std 6 to 8 Swadhyay Pothi
જયારે વિદ્યાર્થી નવા શૈક્ષણિક વર્ષમાં આવે છે ત્યારે તેમના આગળના શૈક્ષણિક વર્ષના પ્રારંભે તેમને ગયા વર્ષના ધોરણના અભ્યાસક્રમનો બ્રીજ કોર્સ થાય તે હેતુસર તેમજ આ વર્ષના અભ્યાસક્રમની સમજણ માટે આગલા ધોરણની જે – જે અધ્યયન નિષ્પત્તિની સમજની જરૂર પડે તે દરેક અધ્યયન નિષ્પત્તિની સમજ માટે આ “ જ્ઞાનસેતુ બ્રીજ કોર્સ ક્લાસરેડીનેસ ‘ પુસ્તિકાનું નિર્માણ થયેલ છે .
વેકેશનમાં અભ્યાસ કરવા કામ લાગશે
વેકેશનમાં અભ્યાસ કરવા કામ લાગશે: શિક્ષણ વિભાગ દ્વારા જયારે પાઠ્યપુસ્તક અપડેટ કરવામાં આવશે ત્યારે નવી જ ફાઈલ અપડેટ થઇ જશે. આપણે દેશની વર્તમાન પરિસ્થિતિ જાણીએ છીએ હવે યુગ બદલાયો છે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ માટે પુસ્તકો ક્યાં અને વિદ્યાર્થીઓની ભણવાની રીત પણ બદલાઈ છે. આજનો વિદ્યાર્થી Online શિક્ષણથી ટેવાયો છે અને તે Online માધ્યમ 24 ક્લાક અને ગમે ત્યારે ગમે તે સમયે ઉપલબ્ધ હોય તે મેળવી શકે છે. આથી જ અમે GCERT Textbook પાઠયપુસ્તકની પીડીએફ મૂકી છે.
ધોરણ 1 થી 12 ના પાઠયપુસ્તકો કઈ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવી ?
http://gujarat-education.gov.in/TextBook/textbook/index.htm