પાલક માતા પિતા યોજના: પાલક માતા પિતા યોજના ફોર્મ: Palak Mata pita Yojana: ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ અને બાળકો માટે ઘણી કલ્યાણકારી સહાય યોજનાઓ ચલાવવામા આવે છે. બાળકો માટે શિક્ષણની અને સહાયની ઘણી યોજનાઓ અમલમા છે. બાળકો માટે આવી જ એક કલ્યાણકારી યોજના એટલે પાલક માતા પિતા યોજના. આ યોજનામા બાળકને દર મહિને રૂ. 3000 ની સહાય સરકાર તરફથી આપવામા આવે છે. પાલક માતા પિતા સહાય ફોર્મ, પાલક માતા પિતા ડોકયુમેન્ટ, પાલક માતા પિતા અરજી વગેરે બાબતોની માહિતી મેળવીશુ.
પાલક માતા પિતા યોજના
યોજના | પાલક માતા પિતા યોજના |
યોજનાનો ઉદ્દેશ્ય | ગુજરાતના અનાથ બાળકોને દર મહિને આર્થિક સહાય |
લાભાર્થી જુથ | ગુજરાતના નિરાધાર તથા અનાથ બાળકો |
સહાય ની રકમ | દર મહિને 3000 રૂપિયા |
અમલીકરણ | નિયામક,સમાજ સુરક્ષા ખાતું |
વિભાગનું નામ | સામાજિક ન્યાય અને અધિકારીતી વિભાગ |
અધિકૃત વેબસાઈટ | https://sje.gujarat.gov.in/ |
ઓનલાઈન માટેની વેબસાઈટ | Palak Mata Yojana Direct Link |
આ પણ વાંચો: E Nagar: નગરપાલિકાને લગતા 52 થી વધુ કામ કરો ઘરે બેઠા ઓનલાઇન, નહિ જવુ પડે ઓફીસો સુધી
પાત્રતા ધોરણો
આ યોજના અન્વયે સહાય આપવા માટે નીચે મુજબની પાત્રતા ધરાવતા બાળકોને સહાય મળવા પાત્ર છે.
- જે બાળકોના માતા-પિતા હયાત ન હોય અથવા પિતા મૃત્યું પામ્યા હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તેવા 0 થી 18 વર્ષની ઉંમરના બાળકોને આ યોજના અંતર્ગત સહાય મળવાપાત્ર છે.
- પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૨૭,૦૦૦/- થી વધારે તથા શહેરી વિસ્તારમાં રૂ.૩૬,૦૦૦/- થી વધારે હોવાનો મામલતરદારશ્રીનો દાખલો અરજી સાથે રજુ કરવાનો રહે છે.
- પાલક માતા-પિતાએ ઉછેર માટે લીધેલ ૦૩ થી ૦૬ વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાવવાનો હોય છે અને ૦૬ વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત શાળાનું શિક્ષણ મળી રહે તે જોવાનુ હોય છે.
- દર વર્ષે અભ્યાસ ચાલું હોવાનું શાળા/સંસ્થાનું પ્રમાણપત્ર અરજદાર વાલીએ રજુ કરવુ ફરજીયાત છે.
આવક મર્યાદા
આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે આવક મર્યાદા નીચે મુજબ નિયત કરવામા આવેલી છે.
- ગ્રામ્ય વિસ્તાર માટે પાલક માતા પિતાની આવક રૂ. 27000 થી વધુ હોવી જોઇએ.
- શહેરી વિસ્તાર માટે પાલક માતા પિતાની આવક રૂ. 36000 થી વધુ હોવી જોઇએ.
- આવક અંગે મામલતદારશ્રીનો આવકનો દાખલો રજુ કરવાનો રહેશે.
સહાય ની રકમ
પાલક માતા પિતા યોજના મા સહાયની રકમ અને તેની ચુકવણી નીચે મુજબ હોય છે.
- આ યોજના મા બાળકની સંભાળ રાખતા પાલક માતા પિતાને દર મહિને રૂ.3000 ની સહાય ચૂકવવામા આવે છે.
- આ સહાય DBT માધ્યમથી સીધી બેંકખાતામા ચુકવવામાં આવે છે.
આ પણ વાંચો: વૃદ્ધ પેન્શન યોજના: વૃદ્ધો ને મળશે રૂ. 1250 ની દર મહિને સહાય, વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ 2023
પાલક માતા પિતા યોજના ડોકયુમેન્ટ લીસ્ટ
આ યોજનાનો લાભ લેવા માટે નિયત નમુનાનુ અરજી ફોર્મ ભરી તેની સાથે નીચે મુજબના ડોકયુમેન્ટ જોડી ફોર્મ સમાજ સુરક્ષા ખાતાની કચેરીએ રજુ કરવનૌ હોય છે.
- બાળકનુ જન્મ પ્રમાણપત્ર/લીવીંગ સર્ટીની નકલ
- બાળકના માતા-પીતાની મરણના દાખલાની પ્રમાણીત નકલ
- જો બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુન: લગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુન:લગ્ન કરેલ તે અંગેનું સોગંદનામું / લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર / તલાટી કમ મંત્રીનો દાખલો પૈકી કોઈ પણ એક ડોકયુમેન્ટ જોડવુ.
- માતાનો પુન:લગ્ન કર્યા બાબતનો પુરાવો
- આવકના દાખલાની નકલ (ગ્રામીણ વિસ્તાર માટે ૨૭,૦૦૦ થી વધુ અને શહેરી વિસ્તાર માટે ૩૬,૦૦૦ થી વધુની આવક હોવી જરૂરી છે.)
- બાળક અને પાલક માતાપિતાના સયુંક્ત બેંક ખાતાની પાસબુકની નકલ
- બાળકના આધારકાર્ડની નકલ
- પાલક માતાપિતાના રેશનકાડ ની પ્રમાણિત નકલ
- બાળકનો હાલ અભ્યાસ ચાલુ છે તે બાબતનુ શાળાનુ પ્રમાણપત્ર
- પાલક પિતા/માતાના આધારકાર્ડની નકલ પૈકી કોઈ પણ એક
પાલક માતા પિતા યોજના ફોર્મ
ગુજરાત રાજ્ય કક્ષાએ નિયામક સમાજ સુરક્ષા દ્વારા આ યોજનાનું અમલીકરણ કરવામા આવે છે. પરંતુ જિલ્લા કક્ષાએ ‘જિલ્લા બાળ સુરક્ષા એકમ હેઠળ આ યોજના ની સમગ્ર કામગીરી થાય છે. જે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી” હેઠળ આવેલી છે.
Palak Mata Pita Yojana Details ને ધ્યાનમાં લઈને સહાય મંજુર કરવાની પ્રક્રિયા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની અધ્યક્ષ સ્થાને થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે અરજી ફોર્મ ભરી તેમા જરૂરી ડોકયુમેન્ટ જોડી સમાજ સુરક્ષા ક્ચેરીએ જમા કરાવવાનુ હોય છે. આ યોજનાની વધુ માહિતી માટે તમારા જિલ્લાની સમાજ સુરક્ષા અધિકારીશ્રી કચેરીનો સંપર્ક કરવો.
અગત્યની લીંક
પાલક માતા પિતા યોજના મા કેટલી સહાય આપવામા આવે છે ?
દર મહિને રૂ.3000
પાલક માતા પિતા યોજના અરજી ફોર્મ ભરીને ક્યા આપવાનુ હોય છે ?
સમાજ સુરક્ષા કચેરી
આ યોજનામા કોને સહાય મળે છે ?
નિરાધાર/અનાથ બાળકને
Post Views: 1,971