Chandrayaan 3 Soft Landing: આજે ચંદ્રયાન-3 સોફ્ટ લેન્ડિંગ કરી રચશે ઈતિહાસ, આ રીતે લાઈવ જોઈ શકશો

આજે ભારતીય સમય અનુસાર સાંજે 6.04 કલાકે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે, આ ઉપરાંત, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બનશે. આ મિશન પર 600 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે

આજે ચંદ્રયાન-3 સોફ્ટ લેન્ડિંગ કરી રચશે ઈતિહાસ
Chandrayaan 3 Soft Landing: આજે ચંદ્રયાન-3 સોફ્ટ લેન્ડિંગ કરી રચશે ઈતિહાસ, આ રીતે લાઈવ જોઈ શકશો 2

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) તેના સૌથી મહત્વપૂર્ણ મિશન મૂન માટે ચંદ્રયાન-3ની ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટે તૈયાર છે. આખો દેશ ચંદ્રયાન-3 માટે ઉત્સાહથી ભરેલો છે. 140 કરોડ ભારતીયો સહિત સમગ્ર વિશ્વની નજર મૂન મિશન (ISRO મિશન મૂન) પર ટકેલી છે. આજે ભારતીય સમય અનુસાર સાંજે 6.04 કલાકે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે.

ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બનશે

આ ઉપરાંત, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બનશે. આ મિશન પર 600 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. ઈસરો સાંજે 5:20 વાગ્યે તેના કેન્દ્ર પરથી ઈવેન્ટનું જીવંત પ્રસારણ કરશે. ચાલો જાણીએ કે તમે ચંદ્રયાન-3 મિશનના લાઈવ અપડેટ્સ ક્યાં અને કેવી રીતે જોઈ શકશો.

Chandrayaan 3 Live આર રીતે જોઈ શકાશે

ઈવેન્ટ ઈસરોની સત્તાવાર વેબસાઈટ isro.gov.in પર લાઈવ-સ્ટ્રીમ થશે. ચંદ્રયાન-3નું લાઈવ પ્રસારણ દૂરદર્શનની રાષ્ટ્રીય ચેનલ સાથે ઈસરોની વેબસાઈટ, યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ પર ઉપલબ્ધ રહેશે.

લેન્ડિંગમાં વિલંબ થઈ શકે

ઈસરોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ચંદ્રયાન મિશનમાં સફળતા નક્કી હાથ લાગશે. જો કોઈ ટેકનિકલ સમસ્યા હશે તો લેન્ડિંગ 27 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવી શકે છે. રશિયા, અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાન જેવા દેશો હવે ચંદ્ર પર પહોંચવાની અને ત્યાં બેઝ બનાવવાની હોડમાં છે. આની પાછળ મૂન ઈકોનોમી છે. જેમાં અવકાશમાં વેપારની નવી તકો છે.

લેન્ડિંગની 17 મિનિટ પહેલા ખૂબ જ ખાસ

ચંદ્રયાન-3નો ઉદ્દેશ્ય સુરક્ષિત-સોફ્ટ લેન્ડિંગ છે. લેન્ડિંગની પહેલી 17 મિનિટ ખૂબ જ ખાસ હશે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે છેલ્લી 17 મિનિટમાં શું થશે.

કેટલા વાગ્યે શરૂ થશે લાઇવ પ્રસારણ ?

ઇસરોએ જણાવ્યું કે MOX/ISTRAC થી ચંદ્રયાન-3 ચંદ્ર લેન્ડિંગનું જીવંત પ્રસારણ બુધવારે (23 ઓગસ્ટ) સાંજે 5.20 વાગ્યાથી શરૂ થશે. લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન)ને વહન કરતું લેન્ડર મોડ્યુલ બુધવારે (23 ઓગસ્ટ) સાંજે 6.4 કલાકે ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રની નજીક સોફ્ટ-લેન્ડ થવાનો અંદાજ છે.

ચંદ્રયાન 3ના સોફ્ટ-લેન્ડિંગ’નું લાઈવ ટેલિકાસ્ટ ISROની વેબસાઈટ, તેની યુટ્યુબ ચેનલ, ઈસરોના ફેસબુક પેજ અને DD નેશનલ ટીવી ચેનલ સહિત બહુવિધ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ થશે.

ઈસરોએ કહ્યું કે ચંદ્રયાન-3નું ‘સોફ્ટ લેન્ડિંગ’ એક યાદગાર ક્ષણ હશે. આ માત્ર ભારતીયોની જિજ્ઞાસાને ઉત્તેજિત કરતું નથી, પરંતુ ચંદ્ર વિશે વધુ જાણવા માટે આપણા યુવાનોમાં ઝનૂન પણ પેદા કરે છે. આ મહત્વપૂર્ણ ઘટનાનું જીવંત પ્રસારણ 23 ઓગસ્ટ, 2023 ના રોજ IST સાંજે 17:27 વાગ્યે શરૂ થશે.ભારતીય અવકાશ એજન્સીએ કહ્યું કે અહીં ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક (ISTRAC) ખાતે સ્થિત મિશન ઓપરેશન કોમ્પ્લેક્સમાં ઉત્સાહનું વાતાવરણ છે.

Leave a Comment