Ambalal Patel predicts: આ તારીખ પછી પડશે ગુજરાતમાં વરસાદ, અંબાલાલે કરી આગાહી

Ambalal Patel predicts: ગુજરાતમાં ચોથા રાઉન્ડના વરસાદની રાહ જોતા ખેડૂતો માટે નિરાશાજનક સમાચાર છે. હજુ સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ ઉદ્દભવી ન હોવાથી આગામી દિવસોમાં પણ મેઘરાજા આરામના મૂડમાં જ રહેવાના છે. રાજ્યમાં વરસાદી ઝાપટા જેવો છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ સિવાય હજુ પણ ક્યાંય ભારે વરસાદની આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી. હવામાન નિષ્ણાંતો દ્વારા પણ રાજ્યમાં હળવા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

અંબાલાલે કરી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ રાજ્યમાં સારા વરસાદની શક્યતા નહીવત છે. 27થી 30 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાં પડશે. પિયત વ્યવસ્થાપન હોય તો ખેડૂતોએ પીયત કરવું જોઈએ. ગરમીની આગાહી કરતા તેઓએ જણાવ્યું છે કે, 28 ઓગસ્ટથી દેશમાં ગરમી વધવાની શક્યતા છે.

સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં વરસાદની શક્યતા

અંબાલાલ પટેલે જણાવ્યું કે, ચીનના હોંગકોંગ તથા પૂર્વી ભાગમાં ચક્રવાત બની રહ્યું છે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ચક્રવાત તરફ ખેંચાશે. અલનીનોની અસરખથી હિંદ મહાસાગરનું હવામાન સાનુકુળ હોવા છતાં વરસાદ થતો નથી. પૂર્વીય દેશોના ચક્રવાતની ગતિવિધિ મંદ પડ્યા બાદ વેલમાર્ક લૉ પ્રેશર બનશે. તેઓએ કહ્યું કે, સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં સારા વરસાદની શક્યતા છે. 13 સપ્ટોમ્બરે ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી પડશે. 25 ઓક્ટોબર સુધી ગરમી રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે કહ્યું છે કે દિલ્હીમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. જો કે દિલ્હીમા વરસાદ પડવાની સંભાવના નથી. જો કે, હિમાચલ પ્રદેશમાં વરસાદ હજુ ચાલું રહેશે. હવામાન વિભાગે કહ્યું કે, સોલન,શિમલા, સિરમોર, મંડી સહિતના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

Rain will fall in Gujarat after this date
Rain will fall in Gujarat after this date: Ambalal Patel predicts

હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ. ઉત્તરાખંડમાં છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. સપ્તાહ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસદાની શક્યતા છે. આગામી સપ્તાહમાં 31 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધીમાં પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી શકે છે.

Leave a Comment