મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની સાથે સરકાર એરિયર્સ પણ બહાર પાડશે, આટલો વધી જશે કર્મચારીઓનો પગાર

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીના સમાચાર છે.. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થા એટલે કે DAમાં વધારો કરીને ગુડ ન્યુઝ આપવા જઈ રહી છે.. મોંઘવારી ભથ્થામાં વધારાને કારણે કર્મચારીઓના પગારમાં વધારો થશે. આ સાથે તેમને એકસ્ટ્રા એરિયર્સ પણ મળશે. જેથી કર્મચારીઓને મોટી રકમ મળી શકે છે.. કેન્દ્ર સરકારના 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનધારકોને મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ મળવા જઈ રહ્યો છે.

સપ્ટેમ્બરના અંતમાં વધી શકે છે પગાર

કેન્દ્ર સરકાર સપ્ટેમ્બરના અંત સુધીમાં મોંઘવારી ભથ્થા એટલે કે DAમાં વધારાની જાહેરાત કરી શકે છે. ડીએ વધારો જે હાલમાં લાગુ છે તે 1 જાન્યુઆરી 2023થી અમલી બનાવવામાં આવ્યો હતો.. જેના વધારાની જાહેરાત 24 માર્ચ 2023ના રોજ કરવામાં આવી હતી. ગયા વર્ષે જુલાઈ 2022થી લાગુ કરવામાં આવેલા મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત 28 સપ્ટેમ્બર 2022 રોજ કરવામાં આવી હતી. જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર સપ્ટેમ્બર 2023ના અંત સુધીમાં જુલાઈ 2023થી લાગુ કરવામાં આવનાર મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી શકે છે.

મોંઘવારી ભથ્થામાં 3%નો અંદાજિત વધારો થઈ શકે છે

ઓલ ઈન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના જનરલ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું કે મોંઘવારી ભથ્થામાં 3 ટકા સુધીનો વધારો થશે… DAમાં 3 ટકાનો વધારો કર્યા પછી, કુલ DA 45% થઈ જશે. હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 42 ટકા મોંઘવારી ભથ્થું મળે છે.

મોંઘવારી ભથ્થું વધશે તો પગાર કેટલો વધશે?

દાખલા તરીકે સમજીએ તો જો કેન્દ્ર સરકારના કર્મચારીને દર મહિને રૂ. 36,500નો મૂળ પગાર મળે છે… તો મૂળ પગાર પર 42% DAના હિસાબે તે દર મહિને રૂ. 15,330 થાય છે… જો જુલાઈ 2023થી ડીએ 3% વધે છે, તો કર્મચારીઓની વધેલી ડીએ રકમ 1,095 રૂપિયા થશે… હવે જો આપણે રૂ. 15,330+1,095 કરીએ તો કુલ DAની રકમ રૂ. 16,425 થશે. આ રીતે માસિક પગારમાં 1,095 રૂપિયાનો વધારો થશે…

કેવી રીતે કરવામાં આવે છે મૂલ્યાંકન

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે DAની ગણતરી ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંક (CPI-IW)ના આધારે કરવામાં આવે છે. આ માટે એક નિશ્ચિત ફોર્મ્યુલા છે. છેલ્લા 12 મહિનાની સરેરાશ CPI-IW 382.32 છે. આ ફોર્મ્યુલા મુજબ DA 46.24 ટકા રહેશે… ગયા વખતે તે 42.37 ટકા હતો. આ મુજબ 1 જુલાઈ, 2023ના રોજ DAમાં 3.87 ટકાનો વધારો થઈ શકે છે. સરકાર DAમાં દશાંશ બિંદુથી વધુ વધારો કરવાનું વિચારતી નથી. આમ DA 3 ટકા વધીને 45 ટકા થવાની શક્યતા છે. ગત વર્ષે 28 સપ્ટેમ્બરે DAમાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો…

Leave a Comment