રક્ષાબંધનની જાહેર રજા, 30 તારીખે તમામ કચેરીઓ બંધ રહેશે; રક્ષાબંધન ના શુભ મુહુર્ત

RakshaBandhan 2023: રક્ષાબંધન 2023: શ્રાવણ માસમા ઘણા તહેવારો આવે છે. આ પૈકી એક મુખ્ય તહેવાર એટલે રક્ષાબંધન. રક્ષાબંધન એ ભાઇ-બહેનના સ્નેહનુ પ્રતિક છે. આ દિવસે બહેન તેના ભાઇની લાંબી ઉમર અને રક્ષા માટી રાખડી બાંધે છે. આ વર્ષે રક્ષાબંધન ના શુભ મુહુર્ત સવારને બદલી રાતે રહેશે. રક્ષાબંધન ના દિવસે ગુજરાત સરકારે જાહેર રજા ડીકલેર કરી છે. આ દિવસે તમામ સરકારી કચેરીઓ અને બેંકો બંધ રહેશે.

RakshaBandhan 2023

  • રાજ્ય સરકારે રક્ષાબંધનના દિવસે જાહેર રજા ડીકલેર કરી છે.
  • સરકારે 30 મી ઓગસ્ટે રજા જાહેર કરી છે.
  • તમામ સરકારી કચેરીઓ રક્ષાબંધનને દિવસે જાહેર રજા હોવાથી બંધ રહેશે.

ભાઈ-બહેનનાં પવિત્ર સ્નેહનો તહેવાર એટલે કે રક્ષાબંધન નજીક આવી રહ્યો છે. રક્ષાબંધનમાં બહેન પોતાના ભાઈ ની રક્ષા માટે રાખડી બાંધે છે. આ તહેવાર શ્રાવણ શુક્લ પૂર્ણિમાનાં દિવસે ઊજવવામાં આવે છે. 2023 એટલે કે આ વર્ષે રક્ષાબંધન 2 દિવસ ઊજવવામાં આવનાર છે. ત્યારે આ વખતે રાજ્ય સરકાર તરફથી રક્ષાબંધનનાં દિવસે રજા જાહેર કરવામા આવી છે. જેથી 30 મી ઓગસ્ટે રાજ્ય સરકાર દ્વારા રક્ષાબંધનની રજા જાહેર કરી છે. તા. 30 નાં રોજ તમામ સરકારી કચેરીઓ રક્ષાબંધન હોવાથી બંધ રહેશે.

આ પણ વાંચો: Raksha Bandhan Date 2023: ક્યારે છે રક્ષાબંધન 30 તારીખે કે 31 તારીખે ? રક્ષાબંધન ના શુભ મુહુર્ત

રક્ષાબંધનના શુભ મુહુર્ત

આ વખતે રક્ષાબંંધનના શુભ મુહુર્ત 30 ઓગસ્ટના રોજ સવારે 10:58 વાગ્યાથી ભદ્રા શરૂ થશે અને 30 ઓગસ્ટના રોજ રાત્રે 09:01 વાગ્યે પૂર્ણ થશે. જેથી 30 ઓગસ્ટના રોજ રાત્રે 09:01 વાગ્યાથી 31 ઓગસ્ટના રોજ સવારે 07:05 વાગ્યા સુધી રાખડી બાંધવાના શુભ મુહુર્ત રહેશે.
જો તમે 30 ઓગસ્ટ બુધવારના નાં રોજ ભદ્ર કાળ દરમિયાન રાખડી બાંધવા ઈચ્છો હોય તો તમને માત્ર 4 મિનિટનો શુભ સમય મળી શકશે. 30 ઓગસ્ટનાં સવારે રાખડી બાંધવા માટેનો પ્રદોષ કાળ મૂહુર્ત રાત્રે 9.01થી રાત્રે 9.05 એટલે કે 4 મિનિટનો જ સમય રહેશે.

ધર્મ શાસ્ત્રમાં ભદ્રકાળમાં શુભ કામ કરી શકાતા નથી. ભદ્રકાળમાં જે શુભ કામ કરવામાં આવે છે, તેનું અશુભ ફળ પ્રાપ્ત થતુ હોય છે. ભદ્રકાળમાં રાખડી બિલ્કુલ પણ બાંધવામાં આવતી નથી. એવુ માનવામા આવે છે કે રાવણની બહેને ભદ્રકાળમાં રાખડી બાંધી હતી અને તે જ વર્ષે પ્રભુ શ્રી રામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. જેથી રાવણના સમગ્ર કુળનો નાશ થયો હતો. આ કારણોસર એવી માન્યતા પ્રવર્તે છે કે, ભદ્રકાળમાં રાખડી બાંધવાથી ભાઈની ઉંમર ઓછી થઈ જાય છે.

આ પણ વાંચો: રક્ષાબંધન 2023: રક્ષાબંધન પર તમારી રાશી અનુસાર બહેનને આપો ગીફટ, રક્ષાબંધનના રાખડી બાંધવાના શુભ મુહુર્ત

રક્ષાબંધન મા શું ધ્યાન રાખશો ?

  • રક્ષાબંધનનાં દિવસે રાખડી બાંધતા સમયે શુભ મુહુર્ત જોઇને જ ભાઇને રાખડી બાંધવી જોઇએ.
  • રાખડી બાંધતા સમયે ભાઈ કે બહેનનું મોઢું દક્ષિણ દિશાની તરફ રાખવુ ન જોઇએ તેવી પણ માન્યતા છે. દક્ષિણ દિશાને યમ એટલે કે મૃત્યુની દિશા માનવામાં આવે છે.
  • રાખડીનાં દિવસે ભાઈને તિલક લગાવવા માટે ચંદનનો ઉપયોગ કરવો. સિંદૂરનો ઉપયોગ ન કરવો જોઇએ.
  • રાખડીથી પહેલાં ભાઈઓનું પૂજન કરતાં સમયે ધ્યાન રાખવું કે અક્ષત એટલે કે ચોખાનાં ટૂકડા તૂટેલા ન હોવા જોઇએ..
  • ભાઈની આરતી ઉતારતા સમયે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આરતીની થાળીમાં રાખવામાં આવેલ દીવો તૂટેલો ન હોવો જોઇએ.

અગત્યની લીંક

RakshaBandhan 2023
RakshaBandhan 2023


Post Views: 2

Leave a Comment