દોઢ મહિનાના વિરામ બાદ હવે છે 6 દિવસની વરસાદની આગાહિ, અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહિ

વરસાદની મોટી આગાહિ: અંબાલાલ ની વરસાદની આગાહિ: હવામાન આગાહિ: બિપોરજોય વાવાઝોડા બાદ રાજયમા વરસાદે 1 થી 3 રાઉન્ડ મા ભુક્કા બોલાવ્યા હતા અને સર્વત્ર ધોધમાર વરસાદથી તારાજી સર્જી હતી જેને લીધે ખેતીના પાકોને નુકશાન ગયુ હતુ અને ઘણી જગ્યાએ પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી. ત્યારબાદ છેલ્લા દોઢેક મહિનાથી વરસાદે સંપૂર્ણ વિરામ લીધો છે. જેને લીધે ખેતીના પાક મા પાણીની અછત સર્જાઇ છે. એવામા આગામી દિવસોમા વરસાદ બાબતે અંબાલાલ ની સારી આગાહિ સામે આવી છે.

વરસાદની મોટી આગાહિ

ગુજરાતમાં ઘણા સમયથી બંધ પડેલા વરસાદને લઈને આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, 10 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડવાની સંભાવનાક છે.

  • વરસાદની રાહ જોઇ રહેલા ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.
  • 10 થી 15 સપ્ટેમ્બર અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનશે
  • સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં સારો વરસાદ પડશે અંબાલાલ

આ પણ વાંચો: Statue of Unity Drone View: સ્ટેચ્યુ ઓફ યુનિટી નો ચોમાસામા ડ્રોન વ્યુ નઝારો, ચોમાસામા સોળેકલાએ ખીલી ઉઠ્યુ સૌદર્ય

અંબાલાલ ની વરસાદની આગાહિ: છેલ્લા મહિના-દોઢ મહિનાથી વરસાદે વિરામ લીધા બાદ દેશના રાજ્યોના હવામાનમાં બદલાવ આવી રહ્યો છે. અલ નીનો ની અસર ના કારણે ચોમાસાની રેખા નબળી પડી ગઇ હતી. જેને લીધે હવામાન પર વિપરીત અસર પડી રહી છે. દેશના કેટલાક ભાગોમાં વરસાદે વિરામ લીધા બાદ હવે ચોમાસાની સીસ્ટમ ફરી એકટીવ થતી જાય છે. આ વચ્ચે વરસાદની રાહ જોતા ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદ બાબતે આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, આજથી વરસાદી સિસ્ટમ એકટીવ થઈ છે, જે 6 સપ્ટેમ્બરથી મજબૂત બનનાર છે.

કયા વિસ્તારોમા વરસાદની શકયતા

અંબાલાલ ની આગાહિ જોઇએ તો મધ્ય, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 6 થી 12 સપ્ટેમ્બર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે. 10થી 15 સપ્ટેમ્બર અરબી સમુદ્ર, બંગાળના ઉપસાગરમાં પણ વરસાદી સિસ્ટમ બની રહી છે. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે. મધ્ય, ઉત્તર અને પૂર્વ ગુજરાત ના અમુક જિલ્લાઓમા માં પણ વરસાદની શક્યતા રહેલી છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન પંચમહાલ, ભરૂચ, સાપુતારામાં વરસાદ પડવાની આગાહી છે. તો વલસાડ, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર જેવા જિલ્લાઓમાં પણ વરસાદ પડવાની શકયતા છે. તો આ સમયગાળા દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્ર ના જિલ્લાઓમાં સારો વરસાદ પડવાની સંભાવના રહેલી છે. તેઓએ કહ્યું કે, ઓક્ટોબર મહિનામાં હવાનું દબાણ ઉત્પન્ન થવાથી વરસાદ અમુક જિલ્લાઓમા સારો વરસાદ રહેશે.

આ પણ વાંચો: PM Vishwakarma Yojana: વિશ્વકર્મા લોન યોજના, 5 % ના વ્યાજે મળશે રૂ.3 લાખની લોન; PM મોદિ કરશે આ યોજનાનુ લોન્ચીંગ

5 દિવસની જિલ્લાવાઇઝ આગાહિ

આવનારા 5 દિવસ હવામાન વિભાગની આગાહિ જોઇએ તો જિલ્લાવાઇઝ વરસાદ પડવાની આગાહિ નીચે મુજબ છે.

  • ઉતર ગુજરાતના જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા,પાટણ,મહેસાણા,સાબરકાંઠા,ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાઓમ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહિ છે .
  • જ્યારે મધ્ય ગુજરાત ના જિલ્લાઓ જેવા કે ખેડા,અમદાવાદ,આણંદ, વડોદરા,પંચમહાલ મા હળવા વરસાદી ઝાપટા પડવાની સંભાવના રહેલી છે.
  • જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે દાહોદ,મહિસાગર,છોટા ઉદેપુર, નર્મદા,ભરૂચ,સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરા નગર હવેલી, દમણ જેવા જિલ્લાઓમા હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહિ કરવામા આવી છે.
  • સૌરાષ્ટ્ર ના જિલ્લાઓમા મોટાભાગે હવામાન શુષ્ક રહેવાની આગાહિ કરવામા આવી છે.

લાંબા વિરામ બાદ હવે ખેડૂતમિત્રો અને આમ જનતા પણ વરસાદની રાહ જોઇ રહી છે. એવામા સપ્ટેમ્બરમા 10 થી 15 તારીખમા વરસાદ પડવાની હવામાન વિભાગ અને વિવિધ હવામાન નિષ્ણાંતોની આગાહિ સામે આવી રહી છે.

અગત્યની લીંક

વરસાદની મોટી આગાહિ
વરસાદની મોટી આગાહિ


Post Views: 2

Leave a Comment