રમણ કાંત મુંજલ શિષ્યવૃત્તિ 2023 | Raman Kant Munjal Scholarship 2023

Raman Kant Munjal Scholarship 2023 : Buddy4study પોર્ટલ દ્વારા ઘણી બધી પ્રાઇવેટ અને સરકારી શિષ્યવૃત્તિ થી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવે છે અને આ શિષ્યવૃત્તિ થી વિદ્યાર્થીઓ આગળનો અભ્યાસ પણ સારી રીતે કરતા હોય છે.

તો આપણે આર્ટિકલ દ્વારા જાણીશું કે રમણ કાંત મુંજલ શિષ્યવૃત્તિ યોજના નું ફોર્મ કેવી રીતે ભરવું તેમજ તેમાં કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે. તો આ આર્ટિકલ લાસ્ટ સુધી વાંચજો.

Raman Kant Munjal Scholarship 2023

Table Of Contents

રમણ કાંત મુંજલ સ્કોલરશીપ શું છે?

રમણકાંત મુંજાલ શિષ્યવૃત્તિ 2023 એ હીરો ફિનકોર્પ દ્વારા સમર્થિત રમણકાંત મુંજાલ ફાઉન્ડેશન દ્વારા એક પહેલ છે જેનો ઉદ્દેશ્ય જે વિદ્યાર્થીઓ આર્થિક રીતે આગળ અભ્યાસક્રમ કરવા માટે સક્ષમ નથી તેવા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાનો છે.  

આ શિષ્યવૃત્તિ હેઠળ હાલમાં બીબીએ, બીએફઆઈએ, બી.કોમ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ. (H, E), બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (BMS), ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ (IPM), BA (ઇકોનોમિક્સ), બિઝનેસ સ્ટડીઝમાં સ્નાતક (BBS), બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ (BBI), એકાઉન્ટિંગ અને ફાઇનાન્સમાં સ્નાતક ( BAF) અને B.Sc. (આંકડા) અથવા અન્ય કોઈપણ ફાઇનાન્સ સંબંધિત ડિગ્રી અભ્યાસક્રમો તેમના શિક્ષણને પૂર્ણ કરવા માટે 3 વર્ષના સમયગાળા માટે પ્રતિ વર્ષ INR 5,00,000 સુધીની નાણાકીય સહાય મેળવવા માટે હકદાર હશે.

Raman Kant Munjal Scholarship 2023 Highlight

શિષ્યવૃતિ નું નામ

રમણ કાંત મુંજલ શિષ્યવૃત્તિ યોજના

કોના દ્વારા શરૂ કરવામાં આવી

રમણ કાંત ફાઉન્ડેશન

લાભાર્થીઓ

12 પાસ વિધ્યાર્થીઓ (2023)

મળવાપાત્ર સહાય

૪૦,૦૦૦ થી ૫,૦૦,૦૦૦ સુધી (વાર્ષિક)

અરજી કરવાની રીત

ઓનલાઇન

અરજી કરવાની  છેલ્લી તારીખ 

15/09/2023

અરજી કરવા માટે વેબસાઇટ

Buddy4Study.Com

રમણ કાંત મુંજલ શિષ્યવૃત્તિ માટે કોણ લાભ લઈ શકે?

રમણ કાંત મુંજલ શિષ્યવૃત્તિ માટે નીચે મુજબ માપદંડ છે:

  • વિદ્યાર્થી કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હોવા જોઈએ.
  • BBA, BFIA, B.Com. (H, E), Bachelor of Management Studies (BMS), Integrated Program in Management (IPM), B.A. (Economics), Bachelors in Business Studies (BBS), Bachelors in Banking and Insurance (BBI), Bachelors in Accounting and Finance (BAF) and B.Sc. (Statistics) જેવા કોર્ષ કરતાં વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિ માટે પાત્ર છે.
  • ધોરણ ૧૦ અને ૧૨ માં ૮૦ અથવા તેના કરતા વધું ટકાવારી હોવી જોઈએ.
  • કુટુંબની વર્ષિક આવક ૪ લાખ કરતાં વધુ ના હોવી જોઈએ.
  • ભારતનો રહેવાસી હોવા જોઈએ.

આ પણ વાંચો : કોટક કન્યા શિષ્યવૃત્તિ 2023 – કન્યાઓ ને મળશે 1.50 લાખ સુધી સ્કોલરશીપ

Raman Kant Munjal Scholarship 2023 માટે જરૂરી ડોક્યુમેન્ટ –

રમણ કાંત મુંજલ શિષ્યવૃત્તિ માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે:

  • ધોરણ ૧૦ અને ૧૨ ની માર્કશીટ
  • વિદ્યાર્થીનું આધાર કાર્ડ
  • વાલી નું આધારકાર્ડ અને પાનકાર્ડ
  • આવકનો દાખલો
  • વાલી નું બેન્ક એકાઉન્ટ નું સ્ટેટમેન્ટ
  • કોલેજ માં એડમિશન લીધેલ છે તેનું પ્રૂફ
  • કોલેજની ફી ની રિસીપ્ટ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો

આ પણ વાંચો: જાણો ફ્રી શીપ કાર્ડ કેવી રીતે કઢાવવું

રમણ કાંત મુંજલ શિષ્યવૃત્તિ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી – Raman Kant Munjal Scholarship Apply Online 

રમણ કાંત મુંજલ શિષ્યવૃત્તિ નું ફોર્મ નીચે મુજબ ભરી શકો છો:

  • રમણ કાંત મુંજલ શિષ્યવૃત્તિ નું ફોર્મ ભરવા માટે સૌપ્રથમ Buddy4Study.Com વેબસાઈટ માં જવું પડશે અને તેમાં રજીસ્ટ્રેશન કરવું પડશે.
  • ત્યાર પછી નીચે મુજબ પેજ ખુલશે
  • ઉપર મુજબ “View All Scholarship” પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર પછી ઉપર મુજબ જણાવ્યા પ્રમાણે “Raman Kant Scholarship” લખેલું હશે અને તેના નીચે Views Scholarship” પર ક્લિક કરવાનું રહેશે.
  • Views Scholarship પર ક્લિક કરશો એટલે નીચે મુજબ પેજ ખુલશે
  • ત્યાર પછી “Apply Now” પર ક્લિક કરો.
  • Apply Now” પર ક્લિક કર્યા પછી સ્ટાર્ટ એપ્લિકેશન ઓપ્શન પર ક્લિક કરશો.
  • ત્યાર પછી આખુ ફોર્મ ખુલશે અને ફોર્મ ભરવાનું રહેશે તેમજ તમારી વ્યક્તિગત માહિતી,શૈક્ષણિક માહિતી વગેરે જેવી માહિતી ભરવાની રહેશે.
  • લાસ્ટ માં ડોક્યુમેન્ટ અપલોડ કરીને સબમિટ કરવાનું રહેશે.

ઉપર જણાવ્યા મુજબ ના સ્ટેપ થી તમે જાતે ફોર્મ ભરી શકો છે ફોર્મ ભર્યા પછી વિદ્યાર્થીને ઇન્ટરવ્યૂ માટે કોલ આવશે અને ત્યાર પછી તેમને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.

સ્કોલરશીપ માટે પસંદગી પ્રક્રિયા

એકવાર વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ માટે અરજી કરે છે, તેઓને ટેલિફોનિક, લેખિત તેમજ રૂબરૂ મુલાકાતો દ્વારા તપાસવામાં આવે છે. આ શિષ્યવૃત્તિ માટે ફક્ત તે જ પસંદ કરવામાં આવે છે જેઓ આત્મવિશ્વાસ ધરાવે છે અને આશાસ્પદ ભવિષ્ય દર્શાવે છે. અહીં તબક્કાવાર પ્રક્રિયા છે:

  1. અરજી કરવા માટે ફોર્મ – અરજી કરો
  2. નિબંધ ફોર્મ
  3. ટેલિફોનિક ઇન્ટરવ્યુ કૉલનો પહેલો રાઉન્ડ
  4. કોલેજ સ્વીકૃતિ પત્ર સહિત દસ્તાવેજો સબમિશન
  5. ઇન્ટરવ્યુનો અંતિમ રાઉન્ડ (ટેલિફોન અથવા રૂબરૂ)
  6. પસંદગી પામેલ વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવ્યો

આ પણ વાંચો:

રમણ કાંત મુંજલ શિષ્યવૃત્તિ માટે મહત્વપૂર્ણ લિંક્સ: 

Details

Date

અરજી કરવાની શરૂ તારીખ

28th June 2023

અરજી કરવાની છેલ્લી તારીખ

15th September 2023

રિજલ્ટ ની તારીખ

November 2023

સત્તાવાર વેબસાઇટ 

Buddy4Study.Com

અરજી પ્રક્રિયા 

ઓનલાઈન 

હેલ્પલાઈન નંબર 

011-430-92248

રમણ કાંત મુંજલ શિષ્યવૃત્તિ માટે વારંવાર પૂછતાં પ્રશ્નો: 

પ્ર.1: રમણ કાંત મુંજલ શિષ્યવૃત્તિ માં કુલ કેટલી સહાય મળે છે? 

જ : આ યોજના માં કુલ ૪૦,૦૦૦ થી ૫,૦૦,૦૦૦ સુધી ની સહાય મળે છે.

પ્ર.2: રમણ કાંત મુંજલ શિષ્યવૃત્તિ માં ઓનલાઈન અરજી ક્યાં કરવી?

જ : આ સ્કોલરશીપ નું ઓનલાઈન ફોર્મ  Buddy4 Study.Com વેબસાઈટ પર ભરવાનું રહેશે.

પ્ર.3: Raman Kant Munjal Scholarship ની છેલ્લી તારીખ શું છે?

જ : છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2023 છે.

Source And Reference: 

https://rkmfoundation.org

Scheme Details

Leave a Comment