ડુપ્લીકેટ રેશનકાર્ડ કેવી રીતે કઢાવવું? : અરજી પ્રક્રિયા, ડોક્યુમેન્ટ

રેશનકાર્ડ એ ભારતીય નાગરિકો માટે એક પ્રકારે ઓળખણો પુરાવો ગણી શકાય છે. તમે કોઈ પણ જગ્યાએ ઓનલાઇન અરજી કરશો તો તેમાં સરનામાં તેમજ અન્ય પુરાવા માટે રેશન કાર્ડ ની જરૂર પડતી હોય છે. પરંતુ ઘણા લોકોને ઓરિજિનલ રેશનકાર્ડ ક્યાંક ગુમ થઈ જાઈ છે તેમજ ફાટી જાઈ છે તો રેશનકાર્ડ ફરીથી ડુપ્લીકેટ બનાવું હોઈ તો બનાવી શકાય છે. 

તો આપણે આ આર્ટિકલ દ્વારા જાણીશું કે ડુપ્લીકેટ રેશનકાર્ડ કેવી રીતે મેળવી શકાય તેમજ તેના માટે અરજી કેવી રીતે કરવી, કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે. તો આ આર્ટિકલ લાસ્ટ સુધી વાંચજો.

Table Of Contents

ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા જરૂરી ડોક્યુમેન્ટ:

  • ખોવાયેલ રેશનકાર્ડ ની નકલ
  • ચૂંટણી કાર્ડ અથવા આધારકાર્ડ
  • સસ્તા અનાજ ભાવની દુકાનદારો ના સહી-સિક્કા સાથેનું ફોર્મ
  • સોગંદનામું (૨૦ ના સ્ટેમ્પ પેપર)

આ પણ વાંચો:

ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી

  • અરજદારે સૌપ્રથમ ઓફલાઈન તલાટી અથવા મામલતદાર કચેરી થી અરજી ફોર્મ લેવાનું રહેશે.
  • આ ફોર્મ માં જરૂરી વિગત જેવી કે નામ,સરનામું વગેરે જેવી વિગતો ભરવાની રહશે.
  • આ વિગતો ભર્યા પછી ઉપર જણાવ્યા મુજબ ના ડોક્યુમેન્ટ ની નકલ બીડવાની રહેશે તેમજ ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ લઈ જવાના રહેશે.
  • આ ફોર્મ તમારા તાલુકા પંચાયત અથવા મામલતદાર કચેરી માં જઈ ને આપવાનું રહેશે. ત્યાર પછી એક કે બે દિવસો પછી રેશનકાર્ડમાં નામ કમી થઈ જશે.

ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટેનું ફોર્મ Download કરો

ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટે ઓનલાઈન અરજી કરો – Apply Online 

  • ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો જે નીચે મુજબ છે:
  • સૌ પ્રથમ ડિજિટલ ગુજરાત ઓફિશ્યિલ વેબસાઈટ https://www.digitalgujarat.gov.in/frmMain1.aspx ઓપન કરો.
  • ઉપર મુજબ પેજ ખુલશે તેમાં ‘Citizen Service” પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર પછી ઉપર મુજબ “Apply For New Ration Card” પર ક્લિક કરવાનું રહેશે.
  • ઉપર જણાવ્યા મુજબ “Apply Online” પર ક્લિક કરવાનું રહેશે.

  • ત્યાર પછી અરજી નંબર જનરેટ થશે અને Continue પર ક્લિક કરવાનું રહેશે.
  • ઉપર જણાવ્યા મુજબ બધી જ વ્યક્તિગત માહિતી ને આગળ પ્રોસેસ કરવાની રહશે.
  • ત્યાર પછી લાસ્ટ માં આધાર કાર્ડ વેરીફાય કરીને સબમિટ કરવાનું રહેશે.
  • ઓનલાઈન ભરેલ ફોર્મ ની પ્રિન્ટ કરીને તેની સાથે બીજા ડોકયુમેન્ટ જોડીને મામલદાર કચેરીએ જવાનું રહેશે.
  • જો તમે ઓનલાઈન અરજી ના કરી શકતા હોવ તો એનરોલમેન્ટ સેન્ટર માં ઓફલાઈન પણ ફોર્મ ભરાવી ને રેશન કાર્ડ મેળવી શકો છો.

આ પણ વાંચો:

Ration Card Gujarat Important Links

સત્તાવાર વેબસાઇટ

https://www.digitalgujarat.gov.in

અરજી પ્રક્રિયા 

ઓનલાઇન – ઓફલાઇન

ડુપ્લીકેટ રેશનકાર્ડ માટે ફોર્મ 

PDF Download 

હેલ્પલાઈન નંબર

18002335500

વારંવાર પૂછાતાં પ્રશ્નો:

પ્ર.1 :ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા ઓનલાઇન અરજી કઈ વેબસાઈટ માં કરવી?

જ : ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા https://www.digitalgujarat.gov.in ઓનલાઈન અરજી કરી શકશો.

પ્ર.2 :ડુપ્લીકેટ રેશનકાર્ડ કેટલા દિવસમાં મળી જાય છે?

જ : ડુપ્લીકેટ રેશનકાર્ડ ૧ થી ૫ દિવસની અંદર મળી જાઈ.

પ્ર.3 : ડુપ્લીકેટ રેશનકાર્ડ માટે ઓફલાઈન અરજી ક્યાં કરવી?

જ :  ઓફલાઈન અરજી તાલુકા કક્ષાએ એનરોલમેન્ટ સેન્ટર અથવા તલાટી કે મામલતદાર કચેરી જઈ ને કરવાની રહશે.

Source And Reference

Official Website

Leave a Comment