જાણો ફ્રી શીપ કાર્ડ કેવી રીતે કઢાવવું, ફોર્મ, ડોક્યુમેન્ટ્સ અને નિયમો

Freeship Card Gujarat 2023, Freeship Card for SC Students in Gujarat, freeship card apply online gujarat 2022,digital gujarat freeship card, Freeship Card information in Gujarati | Freeship Card Form PDF, ગુજરાત ફ્રી શીપ કાર્ડ યોજના (FreeShip Card Yojana Gujarat)

Freeship Card Gujarat 2023

Table Of Contents


ભારત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ ( S C. ) અને અનુસૂચિત જન જાતિ ( ST ) વર્ગના વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ માટે ભારત સરકાર પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના અમલમાં મુકવામાં આવેલી છે. જેમાં વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડ નો ઉપયોગ કરી ને કોઈ પણ પ્રાઇવેટ કોલેજ માં મફત માં શિક્ષણ મેળવી શકે છે.

તો ચાલો આ લેખ માં જાણીએ ફ્રી શીપ કાર્ડ શું છે?, ફ્રી શીપ કાર્ડ કઢાવવા માટેના જરૂરી દસ્તાવેજો શું છે?, ફ્રી શીપ કાર્ડ ફોર્મ ક્યાંથી મેળવવું ?, ફ્રી શીપ કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી?

ફ્રી શીપ કાર્ડ શું છે? (Freeship Card Gujarat)

આ યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં ( પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં ) પ્રવેશ મેળવવામાંગતા હોય અને જેમને પ્રવેશ મેળવેલ છે તેવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના વિદ્યાર્થીઓ “ફ્રી શીપ કાર્ડ” દ્વારા જે તે સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં ફી ભર્યા વગર એડમિશન મેળવી શકે છે . આમ તેમા વિદ્યાર્થીઓએ પોતાના જિલ્લાના સમાજ કલ્યાણ ખાતામાં જઈ ને  ફ્રી શીપ કાર્ડ માટે અરજી કરવાની રહેશે .

ત્યારબાદ તે ફ્રી શીપ કાર્ડ મેળવી જે તે પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં એડમીશન મેળવી શકે છે . આમ તે વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડ (Freeship Card) રજૂ કરી પોતાની જેટલી ફી ભરવાની હોઈ તે માફ કરાવી શકે છે.

ફ્રી શીપ કાર્ડ યોજના (Freeship card information)

પ્રાઇવેટ કોલેજો માં ફી વધારે હોવાથી આર્થિક રીતે ગરીબ વર્ગ ના વિદ્યાર્થીઓ એડમિશન મેળવી શકતા નથી. કારણકે આર્થિક પરિસ્થિથી એટલી સારી હોતી નથી કે તે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો માં એટલી વધારે ફી ભરી અભ્યાસ કરાવી શકે નહિ. પણ હવે તે સરકાર દ્વારા શક્ય બનાવામાં આવ્યું છે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના ” અંતર્ગત ” Freeship card ” ની યોજના અમલમાં મુકવામાં આવી છે.

તેમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજો માં ભણવા માટે અનુસૂચિત જતી અને જનજાતિ ના બાળકો આસાની થી ફી ભર્યા વગર જ ફ્રી શિપ કાર્ડ યોજના નો લાભ લઇ ને એડમિશન મેળવી શકે છે અને સારી રીતે અભ્યાસ કરી શકે છે. ભારત સરકાર ની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના મુજબ ના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડ નો લાભ લઇ શકે છે.ફ્રી શીપ કાર્ડ મેળવવા માટે વિદ્યાર્થીના પરીવારની વાર્ષિક આવક મર્યાદા રૂ . ૨.૫૦ લાખ સુધીની હોવી જરૂરી છે.

ફ્રી શીપ કાર્ડ કઢાવવા માટેના જરૂરી દસ્તાવેજો :(Freeship Card Documents list for Gujarat 2023)

( 1 ) રેશનકાર્ડ / ચુંટણી કાર્ડ / આધાર કાર્ડ ની પ્રમાણિત નકલ 

( 2 ) બેંક ખાતાનંબર માટે પાસબુકના પ્રથમ પાનાની પ્રમાણિત નકલ 

( ૩ ) સ્કુલ લિવિંગ સર્ટીફિકેટની પ્રમાણિત નકલ } 

( 4 ) જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ 

( 5 ) એસ.એસ.સી. પાસ થયાની તથા પછીના શૈક્ષણિક વર્ષની માર્કશીટની પ્રપાણિત નકલ

( 6 ) ગતવર્ષની વાર્ષિક આવકનો સક્ષમ અધિકારીશ્રીના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ 

( 7 ) વિદ્યાર્થીના માતા પિતા નોકરી કરતાં હોય તો કચેરી / સંસ્થાનો ગત વર્ષના વાર્ષિક આવકના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ 

( 8 ) SSC અને તે પછીના અભ્યાસક્રમોમાં તૂટ પડેલ હોય તો તે અંગેના કારણ અને શું પ્રવૃતિ કરેલી છે તે અંગેનો તથા તૂટનો સમય ૧ વર્ષ કરતાં વધુ હોય તો તે સમય દરમિયાન કોઇ પણ પ્રકારની અભ્યાસક્રમાં કરી શિષ્યવૃત્તિ મેળવેલ નથી તે કોઇપણ પ્રકારની નોકરી કરી નથી તે અંગેનું એકસર નામુ રજુ કરવાનું રહેશે . આમ સ્વનિર્ભર સંસ્થાઓમાં જેની ફી બહુ જ વધુ હોવાના કારણે SC – ST વર્ગના જે વિદ્યાર્થીઓ ફી ભરવા માટે સક્ષમ હોતા નથી અને એડમિશન મેળવી શકતા નથી પણ Freeship card રજુ કરી વિદ્યાર્થીઓ પોતાની ભરવા પાત્ર શિક્ષણ ફી માફ કરાવી એડમિશન મેળવી શકે છે.


આ પણ વાંચો :


ફ્રી શીપ કાર્ડ ફોર્મ ક્યાંથી મેળવવું ?

ફ્રી શીપ કાર્ડ માટે ફોર્મ તમે જિલ્લા સમાજ કલ્યાણ શાખા માંથી જઈ ને લઇ શકો છો અને તેમાં જરૂરી દસ્તાવેજો જોડી ને ત્યાજ સબમિટ કરવાનું રહેશે.

ફ્રી શીપ કાર્ડ ફોર્મ download PDF (Freeship Card Form PDF In Gujarati)

અહીં ક્લિક કરો Download

ફ્રી શીપ કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી ? (Freeship Card apply online gujarat 2023)

ફ્રી શીપ કાર્ડ માટે ફોર્મ તમે જિલ્લા સમાજ કલ્યાણ શાખા માંથી લઈ ને તે પૂરું ફોર્મ સરખી રીતે ભરી ને ત્યાં સમાજ કલ્યાણ ખાતા માં જમાં કરવાનું રહેશે.

ત્યાર બાદ વેરીફીકેશન માટે 2-3 દિવસ લાગશે અને પછી તમને તમારું ફ્રી શિપ કાર્ડ મળી જશે. freeship card online application form gujarat

ફ્રી શીપ કાર્ડ માટે અવાક મર્યાદા કેટલી હોવી જોઈએ ? (freeship card income limit for sc)

ફ્રી શીપ કાર્ડ મેળવવા માટે વિદ્યાર્થીના પરીવારની વાર્ષિક આવક મર્યાદા રૂ .૨.૫૦ લાખ સુધીની હોવી જરૂરી છે .

જો તમારે લોકો ને ફ્રી શીપ કાર્ડ વિષે કઈપણ પ્રશ્ન હોય તો તમે અમને કમેંટ માં પૂછી શકો છો અથવા અમારા વોટ્સએપ માં પણ પૂછી શકો છો.

ફ્રી શીપ કાર્ડ માટે હેલ્પલાઈન નંબર – freeship card gujarat helpline number

તમામ જિલ્લા મુજબ ફ્રી શીપ કાર્ડ હેલ્પલાઈન નંબર અહી ક્લિક કરો 

પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ નવી ગાઈડલાઇન 2020-21 થી 2025-26 માટે Download PDF


ફ્રી શીપ કાર્ડ માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs


1) ફ્રી શીપ કાર્ડ શું છે?

આ યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં ( પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં ) પ્રવેશ મેળવવામાંગતા હોય અને જેમને પ્રવેશ મેળવેલ છે તેવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના વિદ્યાર્થીઓ “ફ્રી શીપ કાર્ડ” દ્વારા જે તે સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં ફી ભર્યા વગર એડમિશન મેળવી શકે છે .


2) ફ્રી શીપ કાર્ડ ઓનલાઈન અરજી ફોર્મ ક્યાંથી મેળવવું?

ફ્રી શિપ કાર્ડ માટે ફોર્મ તમે જિલ્લા સમાજ કલ્યાણ શાખા માંથી જઈ ને લઇ શકો છો.

3) ફ્રી શીપ કાર્ડ માટે અવાક મર્યાદા કેટલી હોવી જોઈએ ? (Income limit for Freeship Card)

ફ્રી શીપ કાર્ડ મેળવવા માટે વિદ્યાર્થીના પરીવારની વાર્ષિક આવક મર્યાદા રૂ .૨.૫૦ લાખ સુધીની હોવી જરૂરી છે .


આ પણ વાંચો : 



Leave a Comment