કેટલા કીમી છે દૂર ચંદ્રયાન, જાણો લાઇવ સ્ટેટસ

ચંદ્રયાન લાઇવ સ્ટેટસ: ચંદ્રયાન તારીખ 23 ઓગષ્ટના રોજ ચંદ્ર પર સોફટ લેંડીગ કરનાર છે. ત્યારે આ ગૌરવપૂર્ણ ક્ષણો દરેક દેશવાસી આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. સુનીતા વિલીયમ્સ પણ આ ઘડીની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ભારત ચંદ્રયાન-3ની સોફ્ટ લેન્ડિંગ માટે તૈયાર છે: ભારતીય મૂળની અમેરિકન એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સે Chandrayaan 3ને લઈને પ્રતિક્રિયા આપી છે.

ચંદ્રયાન લાઇવ સ્ટેટસ

  • ચંદ્રયાન 3ની લેન્ડિંગની તૈયારીઓ શરૂ કરવામા આવી છે.
  • એસ્ટ્રોનોટ સુનિતા વિલિમ્યે મિશન ચંદ્રયાન ને લઈને પ્રતિક્રિયા આપી છે.
  • ISROએ ચંદ્રનાં નવા ફોટોઝ ટવીટર પર શેર કર્યાં છે.

ભારતનું મિશન મૂન આખરે અંતિમ સ્ટેજ પર આવી જ ગયું છે જેની માત્ર ભારત જ નહી પરંતુ સમગ્ર વિશ્વ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. ભારતનાં Chandrayaan 3ની લેન્ડિંગ 23 ઑગસ્ટનાં સાંજે 6.04 વાગ્યે શરૂ થનાર છે. ISROએ આ મિશનની જાણકારી આપતાં કહ્યું કે ચંદ્રયાનની તમામ સિસ્ટમ્સને સમયાંતરે ચેક કરવામાં આવી રહ્યું છે. હાલ બધું યોગ્ય રીતે ચાલી રહ્યું છે. આ સાથે જ ઈસરોએ ચંદ્રનાં કેટલાક ફોટોઝ શેર કર્યાં હતા જે ચંદ્રયાન-3માં લાગેલા અતિઆધુનીક કેમેરાએ ક્લિક કરીને મોકલ્યાં છે.

ચંદ્રયાન હાલ માત્ર 70 કીમી જેટલુ જ દૂર છે. ચંદ્રયાને 70 કિલોમીટર દૂરથી લેન્ડર પોઝિક્શન કેમેરાની મદદથી આ ફોટોઝ કેપ્ચર કર્યાં છે. ચંદ્રયાન-3 હાલમાં ચંદ્ર પર લેન્ડિંગ માટે યોગ્ય સપાટ જગ્યા શોધી રહ્યું છે. સફળ લેન્ડિંગ પહેલાં વિક્રમ લેન્ડરને ચંદ્રની સપાટીથી 25 કિલોમીટરની ઊંચાઈ પર લઈ જવામાં આવનાર છે.

સુનીતા વિલિયમ્સે આપી પ્રતિક્રિયા

ભારતીય મૂળ ના અમેરિકી એસ્ટ્રોનૉટ સુનીતા વિલિયમ્સે બુધવારે કહ્યું હતુ કે ચંદ્રયાન-3 નાં ચંદ્રમા પર ઊતરવાની હું આતુરતાથી રાહ જોઈ રહી છું. હું ખુશ છું કે ભારત અંતરિક્ષ રિસર્ચ અને ચંદ્રમાં પર સ્થાયી જીવનની શોધમાં સૌથી આગળ છે.

અગત્યની લીંક

ચંદ્રયાન લાઇવ સ્ટેટસ
ચંદ્રયાન લાઇવ સ્ટેટસ


Post Views: 142


Leave a Comment