આયુષ્માન કાર્ડ લિસ્ટ માં તમારું નામ છે કે નહી તે કેવી રીતે ચેક કરવું

આયુષ્યમાન ભારત યોજના લિસ્ટ Sarkari Yojana

આયુષ્માન ભારત યોજના અથવા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)  23 – સપ્ટેમ્બર -2018 માં MoHFW મિશન હેઠળ શરૂ કરવામાં આવેલી એક કેન્દ્રિય પ્રાયોજિત યોજના છે.



તમને બધાને ખબર જ હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે  આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવી છે જેમાં સામાન્ય નાગરિકને પાંચ લાખ સુધીની આરોગ્ય સારવાર ફ્રી માં મળી રહેશે.

તો તેનો લાભ તમને કેવી રીતે મળી શકે અને તમારું નામ આ યોજના માં  છે કે નહીં તે તમે ચેક કેવી રીતે કરી શકો.

આ લેખ માં તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણવા મળશે કે તમને આ યોજના નો લાભ મળવા લાયક છે કે નહિ અને તમે કેવી આ યોજના માં તમારું નામ છે કે નહિ તેની પણ પ્રોસેસ આમાં સમજાવેલ છે. 

આયુષ્યમાન ભારત યોજના pdf download કરી શકો છો.


આયુષ્માન ભારત યોજના માં તમારું નામ છે કે નહી તે આવી રીતે ચેક કરો

આયુષ્યમાન ભારત યોજના વેબસાઇટ : https://mera.pmjay.gov.in/search/login

સૌ પ્રથમ તમારે આ ઉપર આપેલી 

આયુષ્માન ભારત યોજના ની વેબસાઈટ ક્લિક કરવાનું રહેસે

STEP : 1) પહેલા તો તમારે તમારા મોબાઈલ નંબર થઈ રજીસ્ટ્રેશન કરવું પડશે.


STEP : 2) મોબાઈલ નંબર નાખતા ની સાથેજ તમારા મોબાઈલ પર એક otp આવશે જે તમારે વેબસાઈટ માં દાખલ કરવો પડશે.


STEP : 3) ત્યાર પછી તમને ઓપ્શન સિલેક્ટ કરવાનું કહેશે


STEP : 4) તમે અલગ અલગ રીતે થી તમે તમારું નામ ચેક કરી શકો છે , તમે જેનાથી પણ તમારું નામ શોધવા માંગતા હોય તે સિલેક્ટ કરો.
1.નામ દ્વારા 
2.રાશન કાર્ડ નંબર
3.મોબાઇલ નંબર


STEP : 5) અહીંયા મેં નામ દ્વારા સિલેક્ટ કરેલું છે 
તો તમારે અહીંયા તમારું નામ જે રાશન કાર્ડ માં વિગત છે એ નાખવાનું રહેશે.


STEP  : 6) તમારી વિગત ભરતા ની સાથે તમારું નામ આયુષમાન ભારત યોજના માં હશે તો તમને તે બતાવશે.


STEP  : 7) Family details ઉપર ક્લિક કરતા ની સાથે જ તમારા પરિવાર ની બધી જ વિગત ખુલી જશે


તો તમે જોઈ શકો છો કે આયુષ્માન ભારત યોજના માં તમારા પરિવાર ના સદસ્યો ના નામ અને ચકાસી શકો છે કે તમારા પરિવાર ના લોકો જ છે ને.



અને પછી તમારે Get Details on SMS પર ક્લિક કરવાનું રહેશે અને તમારા HHID નંબર મોબાઇલ માં આવી જશે અને તેને લઈ તમારે નજીક ના આરોગ્ય કેન્દ્ર જવાનું રહેશે.


આ બધુ થાય પછી તમને ખબર પડી ગઈ હશે કે તમારું નામ આયુષ્માન ભારત યોજના માં છે કે નહિ. અને જો તમારું નામ નથી તો તમારે ગભરાવા ની જરૂર નથી
તમારા ઘરે એક ટપાલ આવશે જેના દ્વારા તમે લાભ લઇ શકશો.

હવે તમારે આ HHID નંબર અથવા ટપાલ અને રાશન કાર્ડ લઇ ને તમારા નજીક ના આરોગ્ય કેન્દ્ર જવાનું રહેશે અને જેટલા લોકો નુ નામ રાશન કાર્ડ મા છે તે બધા વ્યક્તિ ને સાથે જવાનું રહેશે, અને સાથે બધા સદસ્ય ના આધાર કાર્ડ લઇ જવું પડશે.

તમે નજીક ની કોઈ પણ હોસ્પિટલ માં પણ જય શકો છો જે આયુષ્માન ભારત યોજના સાથે સંકળાયેલી હોઈ ત્યાં જઈ ને પણ તમે આયુષ્માન ભારત કાર્ડ કઢાવી શકો છો. અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માં તમે લાભ લઇ શકો છો. આયુષ્યમાન ભારત યોજના લિસ્ટ sarkari yojana

તો તમને ખબર પડી ગઈ હશે કે તમે કેવી રીતે આયુષ્યમાન કાર્ડ ઓનલાઇન માં તમારું નામ છે કે નાઈ તે ચેક કરી શકો છો.



વધુ જાણકારી માટે 14555 અથવા 1800 111 565 પર કોલ કરો.

FAQs

પ્રશ્ન 1  : આયુષ્માન કાર્ડ કઢાવવા માટે શું જોઈએ?

જવાબ : આયુષ્માન ભારત કાર્ડ કઢાવવા માટે તમારી પાસે HHID નંબર ,રેશન કાર્ડ અને દરેક વ્યક્તિ ના આધાર કાર્ડ હોવા ફરજીયાત છે .

પ્રશ્ન 2 : આયુષમાન ભારત યોજના માટે હેલ્પ લાઇન નંબર શું છે?

જવાબ : Toll-Free Call Center Number – 14555/ 1800111565

આ પણ વાંચો :

Leave a Comment