Ayushman Card Download Gujarat : જો તમે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે આયુષ્માન ભારત યોજના નું કાર્ડ બનાવેલું છે પરંતુ એ કોઈ કારણોસર ખોવાઈ ગયુ છે, તૂટી ગયુ છે કે પછી ઘરે આવ્યું જ નથી તો આ આર્ટિકલ તમારા માટે ખુબજ ઉપયોગી છે કારણકે આ આર્ટિકલ માં તમને જાણવા મળશે કે તમે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ ઓનલાઇન (Ayushman Card Download) કેવી રીતે કરી શકો છો એ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજાવવામાં આવશે.
આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? (How to Download Ayushman card online?)
સૌપ્રથમ જણાવવા માં આવે કે જો હજુ સુધી તમે આયુષ્યમાન ભારત યોજના નું કાર્ડ નથી બનાવ્યું તો જલ્દી થી બનાવી લેજો કેમ કે સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન ભારત કાર્ડ ધારકો પોતાની નજીકની સરકારી હોસ્પિટલ અથવા ખાનગી હોસ્પિટલમાં જઈને 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકશે..
આયુષ્માન ભારત યોજના માં ૨૦૧૧ ની વસ્તી ગણતરી માં જે પણ ગરીબ લોકો અથવા આર્થિક રીતે પછાત વર્ગો નું આયુષ્માન ભારત યોજના નું લીસ્ટ જારી કરવામાં આવ્યું છે, જે લોકો નું નામ એ લીસ્ટ માં હશે તે લોકો જ આ યોજનાનો લાભ લઈ શકે છે અને આયુષ્માન ભારત કાર્ડ કઢાવી શકે છે અને બનાવેલું હોઈ તો આયુષ્માન કાર્ડ ડાઉનલોડ ઓનલાઇન કરી શકો છો.
જો તમને ખબર નથી કે તમારું નામ આ લીસ્ટ માં આવ્યું છે કે નહિ તો તમે સરળતા થી જાણી શકો છે. આયુષ્માન ભારત યોજના માં તમારું નામ છે કે નહિ તે જાણવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
અહીં ક્લિક કરો જાણો આયુષ્માન ભારત યોજના માં તમારું નામ છે કે નહિ
પહેલા તમે ચેક કરી લો કે આયુષ્માન ભારત યોજના માં તમારું નામ છે કે નહિ જો તેમાં નામ હશે તો તમને 24 અંક નો HHID નંબર જોવા મળશે. અને તમે તે નંબર થી આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. (Ayushman Card Download Gujarat)
આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે નીચે સ્ટેપ બાય સ્ટેપ સમજાવવામાં આવેલી છે.
BIS દ્વારા ઓનલાઇન આયુષ્માન કાર્ડ ડાઉનલોડ
STEP 1 : સૌપ્રથમ તમારે આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરવા માટે આ વેબસાઇટ પર જવાનું રહેશે.
https://bis.pmjay.gov.in/BIS/mobileverify
STEP 2 : ઉપર ત્રણ લાઈન પર ક્લિક કરો અને ત્યાં તમને Download Ayushman card નું ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
STEP 3 : ત્યાર બાદ આધાર સિલેક્ટ કરી ને scheme મા PMJAY સિલેક્ટ કરવાનું રહશે અને તમારું રાજ્ય અને તમારો આધાર આધાર નંબર દાખલ કરવાનો રહેશે.
ચેકબોક્સ સિલેક્ટ કરીને Generate OTP પર ક્લિક કરવાનું રહેશે.
STEP 4 : ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લીંક હશે તે નંબર પર એક OTP આવશે તે ત્યાં દાખલ કરવાનો રહેશે. અને Verify બટન પર ક્લિક કરવાનું રહેશે.
STEP 5 : ત્યાર બાદ નવું પેજ ખુલશે અને ત્યાં તમારું નામ અને આયુષ્માન કાર્ડ ક્યારે બનાવેલું છે એ જોવા મળશે અને DOWNLOAD CARD પર ક્લિક કરીને તમે આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
ત્યાર બાદ તમને pdf માં તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ થઈ જશે.
નોંધઃ BIS દ્વારા આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો ફરજીયાત છે તેના વગર આયુષ્માન કાર્ડ ડાઉનલોડ થઇ શકશે નહિ.
PMJAY SETU વેબસાઈટ દ્વારા આયુષ્માન કાર્ડ ડાઉનલોડ
STEP 1 : સૌપ્રથમ ઉમેદવારોએ નેશનલ હેલ્થ ઓથોરિટીની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. https://setu.pmjay.gov.in/setu
STEP 2 : જો તમે નવા યુઝર છો તો તમારે પહેલા Register પર ક્લિક કરી ને સેલ્ફ રજિસ્ટ્રેશન કરવું પડશે અને આધાર કેવાયસી કરવી પડશે અને ત્યાર બાદ લોગીન કરવું પડશે.
ત્યાં જો તમે પહેલા થીજ આઇડી બનાવેલું છે તો ડાયરેક્ટ Download Card પર ક્લિક કરીને આયુષ્માન કાર્ડ ડાઉનલોડ ઓનલાઇન કરી શકો છો.
STEP 3 : રજીસ્ટ્રેશન કર્યા પછી હોમ પેજમાં જઈને આધાર કાર્ડ સાથે Do Your KYC પર ક્લિક કરીને KYC કરવાની રહેશે. ત્યાર બાદ હોમપેજ માં જઈને મોબાઈલ નંબર દાખલ કરો અને સાઇન ઇન પર ક્લિક કરો.
STEP 5 : પછી નવા પેજ પર જશો જેમાં તમે રાજ્ય,શહેર અથવા ગામડું સિલેક્ટ કરી ને તમારું નામ ચેક કરી શકો છો કે તમારું નામ આયુષ્માન ભારત યોજના માં છે કે નહિ.
STEP 6 : ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમે 2 ઓપ્શન આપવામાં આવશે 1) village /Town wise 2) HHID
જો તમારી પાસે 24 અંક નો HHID નંબર છે તો HHID સિલેક્ટ કરો અને જો HHID નથી તો તમારું નામ શહેર અથવા ગામ (village /Town wise) ના લિસ્ટ માંથી ચેક કરવું છે
STEP 7 : ત્યારબાદ જે પણ નામ તમે સર્ચ કર્યું હશે તેનું લિસ્ટ બતાવશે અને જે જે પણ લોકો ના આયુષ્માન કાર્ડ બની ગયેલા હશે તેમાં તમને Card Status માં Complete લખેલું આવશે.
“જે વ્યક્તિ નું આયુષ્માન કાર્ડ બનેલું નથી તે લોકો માં Card not made લખેલું આવશે. અને તે લોકો View ઓપ્શન પર ક્લિક કરી ને તેનું કાર્ડ બનાવી શકે છે.”
જેતે વ્યક્તિ નું આયુષ્માન કાર્ડ Download કરવા માટે View નું ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
નોંધઃ આયુષ્માન કાર્ડ ની રજીસ્ટ્રેશન પ્રોસેસ કરતી વખતે જે નંબર આપ્યો હોઈ તેજ માન્ય ગણાશે તેના વગર PMJAY Setu Portal પરથી તમે ઓનલાઇન આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકશો નહિ.
CSC સેન્ટર માં જઈ ને ભારત ગોલ્ડન કાર્ડ કેવી રીતે બનાવવું
તમે તમારા નજીકના સાર્વજનિક સેવા કેન્દ્ર (csc કેન્દ્ર) પર જઈને તમારું આરોગ્ય કાર્ડ મેળવી આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો, આ માટે તમારે તમારા નજીકના સામાન્ય સેવા કેન્દ્ર પર જવું પડશે, આગળની પ્રક્રિયા નીચે દર્શાવેલ છે –
- આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ બનાવવા માટે, લાભાર્થીએ પહેલા જન સેવા કેન્દ્રમાં જવું પડશે.
- ત્યાં જાઓ અને આયુષ્માન ભારત યોજના યાદીમાં તમારું નામ તપાસો.
- જો લાભાર્થીનું નામ યાદીમાં હોય તો તમે ભારત ગોલ્ડન કાર્ડ મેળવી શકો છો.
- આ માટે, તમારા સંબંધિત દસ્તાવેજો લો અને એજન્ટને કેન્દ્ર પર લઈ જાઓ.
- ત્યાં તમારી નોંધણી પ્રક્રિયા પૂર્ણ થશે.
- નોંધણી કર્યા પછી, તમને નોંધણી ID પ્રદાન કરવામાં આવશે.
- ત્યારબાદ લાભાર્થી 15 થી 20 દિવસ પછી જન સેવા કેન્દ્ર પર જઈને આયુષ્માન ભારત આરોગ્ય કાર્ડ મેળવી શકે છે.
હોસ્પિટલોમાં જઈને આયુષ્માન કાર્ડ કેવી રીતે મેળવવું?
તમે ખાનગી હોસ્પિટલમાં જઈને પણ આયુષ્માન કાર્ડ મેળવી શકો છો અનેઆયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરાવી શકો છો .
- લાભાર્થીઓ ખાનગી હોસ્પિટલોમાં જઈને પણ આયુષ્માન ભારત આરોગ્ય કાર્ડ મેળવી શકે છે.
- આ માટે સૌથી પહેલા તમારી નજીકની હોસ્પિટલમાં જાવ.
- ત્યાં તમારે તમારી સાથે સંબંધિત દસ્તાવેજો લઈ જવા પડશે.
- હવે તમારે ત્યાં તમારી આયુષ્માન યોજના સૂચિમાં તમારું નામ તપાસવું પડશે.
- જો તમારું નામ યાદીમાં હોય તો લાભાર્થી હોસ્પિટલની મુલાકાત લઈને અરજી કરી શકે છે.
- પછી થોડા દિવસો પછી લાભાર્થી તે જ હોસ્પિટલમાં જઈને આયુષ્માન ભારત આરોગ્ય કાર્ડ મેળવી શકે છે.
તો તમને આ લેખ થી ખબર પડી ગયી હશે કે તમે કેવી રીતે તમારું આયુષ્માન કાર્ડ કઢાવી શકો છો અને કેવી રીતે તમારી જાતે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ પણ કરી શકો છો.
આ પણ વાંચો :